Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    14 ડિસેમ્બર નું પંચાંગ

    December 13, 2025

    14 ડિસેમ્બર નું રાશિફળ

    December 13, 2025

    Iran ઓમાનની ખાડીમાં ૬૦ લાખ લીટર ડીઝલ ભરેલું ટેન્કર પકડ્યું

    December 13, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • 14 ડિસેમ્બર નું પંચાંગ
    • 14 ડિસેમ્બર નું રાશિફળ
    • Iran ઓમાનની ખાડીમાં ૬૦ લાખ લીટર ડીઝલ ભરેલું ટેન્કર પકડ્યું
    • દેશના ભાગલા બાદ પહેલીવાર Pakistan માં સંસ્કૃત ભણાવાશે
    • સારી નોકરી ધરાવતી પત્ની ગુજરાન ભથ્થાની હકદાર નહીં: Allahabad High Court
    • દિલ્હીના કાલકાજી વિસ્તારમાં એક જ પરિવારના ત્રણ સભ્યોએ સામૂહિક આપઘાત
    • Philippines માં ૫૦૦થી વધુ મકાન બળીને ખાક, પરિવાર થયા બેઘર
    • SIRમાં મોટી ગડબડ! ૮૫ લાખ મતદારોના પિતાનું નામ ખોટા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, December 15
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»Devayat Khawad અને સાથીઓની પોલીસ રિમાન્ડ પુરી થતાં જૂનાગઢની સેન્ટ્રલ જેલમાં મોકલાયા
    સૌરાષ્ટ્ર

    Devayat Khawad અને સાથીઓની પોલીસ રિમાન્ડ પુરી થતાં જૂનાગઢની સેન્ટ્રલ જેલમાં મોકલાયા

    Vikram RavalBy Vikram RavalSeptember 17, 2025No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    લોકસાહિત્યકાર દેવાયત ખવડના ૧૧ સપ્ટેમ્બરના રોજ જામીન રદ થયા બાદ દેવાયત ખવડે સરેન્ડર કર્યું હતું

    Junagadh,તા.૧૭

    લોક સાહિત્યકાર દેવાયત ખવડને હવે પોલીસ રિમાન્ડ પછી જેલહવાલે કરાયા છે. તાલુકા પોલીસ દ્વારા લૂંટ અને મારામારીના ગંભીર આરોપોમાં ધરપકડ કરાયેલા દેવાયત ખવડના ૭ દિવસના રિમાન્ડ પૂર્ણ થયા બાદ તેમને કોર્ટે ફરી રજૂ કરવામાં આવ્યા હતા.તાલાલા પોલીસ દ્વારા દેવાયત ખવડ અને અન્ય આરોપીઓની વધુ રિમાન્ડની માંગ કરવામાં આવી હતી, જોકે કોર્ટે પોલીસની માંગ નામંજૂર કરી હતી. આ તરફ હવે દેવાયત ખવડ અને અન્ય ૬ આરોપીઓ જૂનાગઢની સેન્ટ્રલ જેલમાં મોકલાયા છે.

    લોકસાહિત્યકાર દેવાયત ખવડના ૧૧ સપ્ટેમ્બરના રોજ જામીન રદ થયા બાદ દેવાયત ખવડે સરેન્ડર કર્યું હતું. દેવાયત ખવડના સાથી આરોપીએ પણ તેના પહેલા રાત્રે ૯ વાગ્યે પોલીસ સમક્ષ સરેન્ડર કર્યું હતું. પોલીસે બંને સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તાલાલા પોલીસ સ્ટેશનના અંદરના દ્રશ્યોમાં એવું જોવા મળ્યું કે, કેટલાક પોલીસ કર્મીઓ દેવાયત ખવડને જાણે વર્ષો પછી મળેલા મિત્ર તરીકે ગળે મળતા નજરે પડ્યા. એ દ્રશ્યો એક સામાન્ય આરોપી અને પોલીસના સંબંધોની કલ્પના કરતાં ઘણાં અલગ હતા. દેવાયત ખવડનું પોલીસ સમક્ષ આવું શાંત અને સ્નેહભર્યું રીતે સરેન્ડર કરવું એ એક વિશિષ્ટ પરિસ્થિતિ જણાઈ રહી છે. આમા કોઈ રચના છે કે પાછળ કંઈ ખાસ સંબંધો રહેલા છે, એનો ખુલાસો તો આગળની તપાસમાં જ થશે.

    દેવાયત ખવડના જામીન ૧૧ સપ્ટેમ્બરના રોજ રદ કરવામાં આવ્યા છે. પોલીસ દ્વારા જામીનના વિરોધમાં દાખલ કરવામાં આવેલ અરજીને કોર્ટ દ્વારા મંજૂરી આપવામાં આવી છે. નોંધનીય છે કે, દેવાયત ખવડના વકીલ દ્વારા જામીન રદ કરવા માંગ પર કોઈ વિરોધ નોંધાવવામાં આવ્યો નહોતો. પોલીસ તરફથી દલીલ કરવામાં આવી હતી કે, દેવાયત ખવડ સામે ગંભીર આરોપો છે અને તેઓ જામીન પર રહેવાથી તપાસમાં વિઘ્ન આવી શકે છે. આ દલીલોને કોર્ટએ ગંભીરતાપૂર્વક લઈ દેવાયતના જામીન રદ કરવાનો નિર્ણય આપ્યો હતો.

    લોકપ્રિય લોકસાહિત્યકાર દેવાયત ખવડ સાથે સંકળાયેલા વિવાદાસ્પદ કેસમાં વેરાવળની અદાલતે ૧૮ ઓગસ્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો હતો. સમગ્ર રાજ્યમાં ચર્ચાનો વિષય બનેલા આ કેસમાં દેવાયત ખવડ સહિત કુલ ૭ આરોપીઓને વેરાવળની નીચલી અદાલતે જામીન મંજૂર કર્યા હતા. જોકે તે સમયે પોલીસ દ્વારા દાખલ કરાયેલા પોલીસ રિમાન્ડની માંગને કોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી છે. આ કેસમાં તમામ આરોપીઓને ૧૫,૦૦૦ જમાનત રકમના આધારે જામીન પર મુક્ત કરવાની શરત રાખવામાં આવી હતી. આરોપીઓએ આ રકમ ભરીને કાયદેસર રીતે મુક્તિ મેળવી હતી.

    દેવાયત ખવડ વિરુદ્ધ કેસ ત્યારે નોંધાયો હતો, જ્યારે સોશિયલ મીડિયા પર એવી વાત ફેલાઈ કે દેવાયત ખવડ અને તેના સાથીઓએ જાહેર સ્થળે ઝઘડો કર્યો હતો અને અશાંતિ ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો. આ અંગે પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. બાદમાં ગીર સોમનાથ પોલીસ દ્વારા દેવાયત ખવડ અને અન્ય લોકોની ધરપકડ કરવામાં આવી હતી.

    આ કેસની સુનાવણી વેરાવળની ફર્સ્ટ ક્લાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એ.એ. જાનીની અદાલતમાં હાથ ધરાઈ હતી. પોલીસ તરફથી દેવાયત અને અન્ય આરોપીઓના ૭ દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવી હતી. પરંતુ આરોપી પક્ષના વકીલ એ.જે. વિરરાએ પોલીસની માગણી સામે કડક વાંધો નોંધાવ્યો હતો. તેમણે દલીલ કરી હતી કે આરોપીઓને તેમની ધરપકડના કારણો અંગે જાણ કરવામાં નથી આવી, જે બંધારણના આર્ટિકલ ૨૨નું ઉલ્લંઘન છે. વધુમાં, સુપ્રીમ કોર્ટના ચુકાદાનો ઉલ્લેખ કરીને તેમણે આરોપીઓને જામીન આપવાની માગ કરી. બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે ૧૮ ઓગસ્ટે રાતે ૯ઃ૪૫ વાગ્યે પોતાનો ચુકાદો આપ્યો હતો. જેમાં કુલ ૭ આરોપીઓને જામીન પર મુક્ત કરવાની મંજૂરી આપવામાં આવી હતી અને રિમાન્ડ ફગાવી દેવામાં આવ્યો હતો.

    Junagadh Junagadh NEWS
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    સૌરાષ્ટ્ર

    Bhuj તરફડિયા મારતી પત્નીને રોડ પર મૂકી પતિ લોહીલુહાણ ધારિયું લઈ પોલીસ સ્ટેશન પહોંચ્યો

    December 13, 2025
    સૌરાષ્ટ્ર

    Junagadh ૯ સ્પા સંચાલકો સામે જાહેરનામાના ભંગ બદલ પોલીસ કાર્યવાહી

    December 13, 2025
    સૌરાષ્ટ્ર

    Upleta રેલવે સ્ટેશન રોડ પર કુંભેશ્વર મંદિરમા ચોરીનો પ્રયાસ

    December 13, 2025
    સૌરાષ્ટ્ર

    Junagadh : માણાવદરની જીપીએસસીની પરીક્ષા દેવા જતી યુવતી પર ટ્રક ફરી વળતા મોત

    December 13, 2025
    સૌરાષ્ટ્ર

    Junagadh : પોલીસની મોટી કાર્યવાહી,શહેરના બુટલેગરની ગેંગ સામે ગુજસીટોક દાખલ કરાયો, ૪ પકડાયા

    December 13, 2025
    સૌરાષ્ટ્ર

    Junagadh : ખેલાડીઓને રમત-ગમતના ક્ષેત્રમાં આગળ વધવા માટે તા.૧૮ તથા ૧૯ ડિસેમ્બરે હાઈટ હન્ટ યોજાશે

    December 13, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    14 ડિસેમ્બર નું પંચાંગ

    December 13, 2025

    14 ડિસેમ્બર નું રાશિફળ

    December 13, 2025

    Iran ઓમાનની ખાડીમાં ૬૦ લાખ લીટર ડીઝલ ભરેલું ટેન્કર પકડ્યું

    December 13, 2025

    દેશના ભાગલા બાદ પહેલીવાર Pakistan માં સંસ્કૃત ભણાવાશે

    December 13, 2025

    સારી નોકરી ધરાવતી પત્ની ગુજરાન ભથ્થાની હકદાર નહીં: Allahabad High Court

    December 13, 2025

    દિલ્હીના કાલકાજી વિસ્તારમાં એક જ પરિવારના ત્રણ સભ્યોએ સામૂહિક આપઘાત

    December 13, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    14 ડિસેમ્બર નું પંચાંગ

    December 13, 2025

    14 ડિસેમ્બર નું રાશિફળ

    December 13, 2025

    Iran ઓમાનની ખાડીમાં ૬૦ લાખ લીટર ડીઝલ ભરેલું ટેન્કર પકડ્યું

    December 13, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.