Kolkata તા.2
આજે સવારે 7-26 વાગ્યે બંગાળની ખાડીમાં 4.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપની જાનહાની-નુકશાનના હાલ કોઈ અહેવાલ નથી.
આ અંગે વધુમાં જાણવા મળતી વિગત મુજબ આજે સવારે બંગાળની ખાડીમાં 4.2ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર સમુદ્રમાં 35 કિલોમીટરની ઉંડાઈએ હતું. આ ભૂકંપના ઝટકાથી હાલ કોઈ જાનહાની કે નુકશાનના ખબર નથી.
હરિયાણામાં પણ ઝટકા અનુભવયા
બીજી બાજુ હરિયાણામાં પણ મોડી રાત્રે ભૂકંપના હળવા ઝટકા અનુભવાયા હતા. અહીર રિકટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.2 હતી. આ ઝટકાથી કોઈ નુકસાનીના ખબર નથી.

