New York તા.18
પ્રદુષણનો માર સહન કરી રહેલા શહેરોમાં ઈલેકટ્રીક વાહન (ઈવી) કોઈ ભેટથી કમ નથી. માનવામાં આવે છે કે આ ઈ-વાહનો ના તો પ્રદુષણ ફેલાવે છે ના તો શોર કરે છે. દરમ્યાન ઈવીનાં નિર્માણ સંબંધી ગતિવિધી પર એક સંશોધને ચિંતા વધારી દીધી છે.
ભારત અને ચીન પર કેન્દ્રિત આ સંશોધનમાં જણાવવામાં આવ્યું છે કે ઈવીના કારણે બન્ને દેશોમાં પ્રદુષણના અનેક હોટસ્પોટ ઉભરી શકે છે. એન્વાર્યમેન્ટ સાયન્સ એન્ડ ટેકનોલોજી પત્રિકામાં પ્રકાશીત સંશોધનમાં આ દાવો કરવામાં આવ્યો છે.
એમઓ-2 ઉત્સર્જન વધી જશે
સંશોધન મુજબ જો ભારત અને ચીન ઈવીનું નિર્માણ પુરી રીતે ઘરેલુ સ્તરે કરશે તો આ દેશોમાં સલ્ફર ડાયોકસાઈડ (એસ એકર) ઉત્સર્જન મોજુદ સમયની તુલનામાં 200 ટકા સુધી વધી જશે.એસઓ-2 ઉત્સર્જન બેટરીના નિકલ અને કોબારની રિફાઈનીંગથી થશે.
ઘાતક છે એસઓ-2
એસઓ-2 ઉત્સર્જનમાં પ્રદુષણનાં સુક્ષ્મ કણ વાતાવરણમાં ફેલાવે છે. હૃદય અને શ્વાસ સંબંધી સમસ્યાઓ માટે જવાબદાર માનવામાં આવે છે. મનુષ્ય અને જાનવરોમાં ત્વચા રોગનું કારણ બને છે. માટી અને પાણીની ગુણવતા ઘટાડે છે.
પ્રિન્સ્ટન યુનિવર્સીટીનાં મુખ્ય સંશોધક વેઈ પેંગ કહે છે પ્રદુષણ માત્ર વાહનોનાં ધુમાડા સુધી સીમિત નથી. બલકે તેનાં નિર્માણની ગતિવિધીઓ વધુ પ્રદુષક હોઈ શકે છે. ઈવી માટે બેટરી નિર્માણમાં સૌથી વધુ પ્રદુષણ ફેલાવાનો ડર છે.

