યુનિવર્સિટીના વિવિધ ભવનોમાં મંજૂર ૭૩ના મહેકમ સામે ક્યાંક એક તો ક્યાંક બે અધ્યાપકોથી કામ ચલાવાઇ રહ્યું છે.જ્યારે કોલેજોમાં પણ ટીચિંગ સ્ટાફની ઘણી જગ્યા ખાલી રહેતા વિઝીટિંગ ફેકલ્ટીથી અભ્યાસ કાર્ય કરાવનું પડે તેવી સ્થિતિ છે, જયારે મંજૂર મહેકમમાં વધારો કરવાની વિચારણાં ચાલી રહી છે. આવી જ સ્થિતિ નોન ટીચિંગ (વહીવટી) વિભાગમાં પણ છે.નવા એક્ટ પ્રમાણે નવી કેટલીક જગ્યાઓ પણ મંજૂર કરવામાં આવી છે. જેમાં નોન ટીચિંગની ૮૦ જેટલી જગ્યાઓ ખાલી છે. ખાલી જગ્યાના કારણે કામગીરીને અસર થતી હોવાથી યુનિ.એ બન્નેની મળી અંદાજે ૧૮૦ જેટલી જગ્યા ભરવા તૈયારીઓ આરંભી છે. જે માટે રોસ્ટર પ્રમાણિત કરવાથી લઈ ભરતીના નિયમો અને માર્ગદર્શિકા બનાવવાની કામગીરી પણ શરૂ કરાઇ છે. ઉપરાંત, એક્ઝિક્યુટિવ એન્જિનિયર, પરીક્ષા નિયામક, એકાઉન્ટ ઓફિસર સહિતની અધિકારી વર્ગની ખાલી અક-અક મળી કુલ છ જગ્યા પણ હાલ ખાલી છે. તેની પણ સાથે કાર્યવાહી શરૂ કરાઈ છે. જો આ ભરતી પ્રક્રિયા પૂર્ણ થશે તો યુનિવર્સિટીના ભવનો, કોલેજોને પણ નવી ઉર્જા મળશે.કોમન એક્ટ લાગુ થયા બાદ ચોક્કસ નીતિ વિષયક બાબતોમાં રૂલ્સ એન્ડ રેગ્યુલેશન માટે ઓર્ડિનન્સની જરૂર રહેતી હોય છે જેમાં એક્ટ સિવાયના નિયમો ઘડવા અને તેના અમલીકરણની જોગવાઇ હોય છે. કોમન ઓર્ડિનન્સના મુદ્દાની સાથોસાથ યુનિવર્સિટી કક્ષાએ પણ જરૂરી નિયમોનું અમલીકરણ કરવાના રહેતા હોય સુધારા-વધારા સાથેનું ઓર્ડિનન્સ બનાવવાની કામગીરી ૯૦ ટકા પૂર્ણ થઈ છે. ૧૦૦ ટકા પૂર્ણ થયે મંજૂરી અર્થે મોકલી સૈદ્ધાંતિક મંજૂરી બાદ લાગુ કરાશે.
Trending
- 22 જાન્યુઆરીનું પંચાંગ
- 22 જાન્યુઆરીનું રાશિફળ
- 22 જાન્યુઆરી, “વીરદાદા જશરાજ શોયઁ દિન”
- વિર દાદા જશરાજ શૌર્ય ગીત
- ભારતના રસ્તાઓ, વહીવટી બેદરકારી અને જવાબદારીનું સંકટ: વિકસિત ભારત સામે 2047 એક ગંભીર પડકાર?
- તંત્રી લેખ…પોલીસ આધુનિકીકરણને ઝડપી બનાવવું જોઈએ
- World Economic Forum, ૧૯-૨૩ જાન્યુઆરી, દાવોસ ૨૦૨૬
- આંતરરાષ્ટ્રીય કાયદા, બહુપક્ષીય સંવાદ અને પર્યાવરણીય જવાબદારીને પ્રાથમિકતા આપીને વૈશ્વિક સહયોગનું નવું મોડેલ

