Morbi,તા.11
જવાહર સોસાયટી નજીક મારામારી થવા પામી હતી જેમાં પ્રેમલગ્ન કરનારના કાકી સાથે બોલાચાલી થયા બાદ તેના દીકરાઓએ ઘરે જઈને વૃધ્ધાને લાકડાના ધોકા વડે માર મારી તેમજ પૌત્રને માથામાં ધોકો મારી, દીકરાને ઇજા કરી હોવાની અરિયાદ નોંધાવી છે
મોરબીની જવાહર સોસાયટી પાછળ રહેતા જગુબેન ભાગવનજીભાઈ સનાળિયાએ આરોપીઓ સુમિત હસમુખ અને પિયુષ હસમુખ રહે બન્ને મોરબી વાળ વિરુધ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદી જગુબેનની પૌત્રી આરતીબેન ઘરેથી પ્રેમલગ્ન કરી ભાગી ગઈ હતી જગુબેનના દીકરા અને પૌત્રી સાથે પ્રેમલગ્ન કરનારના કાકી સાથે સવારના બોલાચાલી થઈ હતી જેથી તેના દીકરા આરોપી સુમિત અને પિયુષ બંને આવી જગુબેનના ઘરે જઈને લાકડાના ધોકા વડે મારી ઇજા કરી પૌત્ર પ્રદીપને માથામાં લાકડાનો ધોકો મારી અને દીકરા મહેન્દ્રને મૂઢ ઇજા કર્યાની ફરિયાદ નોંધાવી છે સીટી બી ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે