Pakistan,તા.11
બલુચિસ્તાન પ્રાંતમાં પાકિસ્તાની સેના અને બલુચ વિદ્રોહીઓ વચ્ચે લોહીયાળ જંગ ખેલાયો છે. અલગ અલગ સ્થળે થયેલી જંગમાં 23 જેટલા પાકિસ્તાની સૈનિકો અને 9 જેટલા બલૂચ લડાયકો માર્યા ગયા છે.
બલુચ લિબરેશન આર્મી (બીએલએ) ના પ્રવકતા જાયંદ બલુચે પોતાના એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ અથડામણ ગોની પારા સ્થળે થઈ હતી. જેમાં પાકિસ્તાની સૈન્યની મદદે હેલીકોપ્ટરની મદદથી કમાન્ડો ઉતારવા પડયા હતા.
બીએલએ પ્રવકતાએ જણાવ્યું હતું કે, 6 જુન શુક્રવારની રાત્રે પાકિસ્તાની સેનાનાં નસ્તંગ વિસ્તારમાં આગળ વધવાની સાથે જ બીએલએ લડાયકો સાથે અથડામણ શરૂ થઈ ગઈ હતી.
સવાર સુધીમાં તો આ અથડામણમાં પાકિસ્તાની સેનાના 8 જવાન માર્યા ગયા હતા અને અનેક ઘાયલ થયા હતા. આ ઉપરાંત 8 જુને અન્ય અથડામણમાં પાકિસ્તાની સેનાના અનેક જવાન માર્યા ગયા હતા.
બલુચ નાગરીક સમુહોએ જણાવ્યું હતું કે, બલુચીસ્તાનનાં બે જુદા જુદા વિસ્તારોમાંથી 9 લોકોને ગાયબ કરી નાખવામાં આવ્યા છે.સુરક્ષા કર્મીઓએ બે લોકોને કસ્ટડીમાં લીધા છે અને તેમને અજ્ઞાત સ્થળે લઈ જવામાં આવ્યા છે.