Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    તંત્રી લેખ…પાઇલટ્‌સ પર સંપૂર્ણ દોષ ઢોળવાનો પ્રયાસ

    July 14, 2025

    Television Actor Karan Veer બોલીવૂડમાં એન્ટ્રી લેવા તૈયાર

    July 14, 2025

    Vedang ની સ્પષ્ટતા, ખુશી સાથેનો સંબંધ સરળ અને વાસ્તવિક છે

    July 14, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • તંત્રી લેખ…પાઇલટ્‌સ પર સંપૂર્ણ દોષ ઢોળવાનો પ્રયાસ
    • Television Actor Karan Veer બોલીવૂડમાં એન્ટ્રી લેવા તૈયાર
    • Vedang ની સ્પષ્ટતા, ખુશી સાથેનો સંબંધ સરળ અને વાસ્તવિક છે
    • Nifty Futures ૨૫૦૦૮ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!
    • MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ
    • Morbi: જુના ફડસર ગામે ખંઢેર જગ્યામાંથી દારૂની ૨૯૧ બોટલનો જથ્થો જપ્ત
    • Morbi: મહાનગરપાલિકા કચેરીએ કોંગ્રેસ કાર્યકરોનું હલ્લાબોલ
    • Tankara માં ચોરી-લૂંટના બે ગુનામાં સંડોવાયેલ ઇસમ ૧૩ વર્ષે મધ્યપ્રદેશથી ઝડપાયો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, July 14
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»લેખ»Fraud Mafia: ફીનાઇલનો ફેરિયો કે ફોરેન બઁકોનો ફ્રોડ એજન્ટ?-Part 4
    લેખ

    Fraud Mafia: ફીનાઇલનો ફેરિયો કે ફોરેન બઁકોનો ફ્રોડ એજન્ટ?-Part 4

    Vikram RavalBy Vikram RavalJune 16, 2025No Comments7 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    છાંયા જ્યારે શરૂઆતના દિવસોમાં આનંદ ભાવનગરી સાથે જોડાઈ ત્યારે આનંદને પણ સુપેરે ખ્યાલ હતો કે, તે માત્ર છાયાની જરૂરિયાતો પૂરું કરવા માટેનું એ.ટી.એમ. મશીન છે. સામે છેડે છાંયાને પણ સુપેરે ખ્યાલ હતો કે, પોતાના વતન અને ઘરથી દૂર આનંદ માટે છાયા એકમાત્ર રેશમી ટાઇમપાસ છે. આમ, બંને પાત્રને એકબીજા માટે પારાવાર લાગણી નહોતી, સામાન્ય આકર્ષણ હતું અને સામાન્ય આકર્ષણથી વધુ એકબીજાની જરૂરિયાત હતી.
    સમય વીતતો રહ્યો, છાંયા આનંદમાંથી અને આનંદ છાંયામાંથી તમામ પ્રકારની પોતાની જરૂરિયાતો સંતોષતા રહ્યા, તે દરમિયાન જ આનંદ ભાવનગરીથી બી.પી.ઓની  નોકરીમાં પેલી ભૂલ વાળી ઘટના બની અને તેણે બી.પી.ઓ.ની નોકરી છોડી અને પોતાનું ગુનાખોરીની દુનિયાનું કોલ સેન્ટર શરૂ કર્યું અને છાંયા તેની સાથે તેની સહકર્મચારી, સેક્રેટરી બનીને જોડાઈ ગઈ.
    આનંદે છાંયાને ગિફ્ટ આપ્યા પછી ગંભીરતાપૂર્વક પોતાની સામે બેસાડી અને વાત કરવાનું શરૂ કર્યું.
    “જો છાંયા મેં જે રીતે સ્ટાફ મિટિંગમાં વાત કરી તે રીતે હવે આપણે એક બી.પી.ઓ. બનવા જઈ રહ્યા છીએ, તો તેના માટે આપણે ખૂબ મોટા સ્ટાફની જરૂરિયાત ઊભી થશે તો આ મારું કે તારું કામ નથી કે, આપણે આવો સ્ટાફ શોધી લાવીએ આના માટે આપણે કોઈને કોઈ જુગાડ કરવો પડશે, અને જ્યાં સુધી કોઈ કર્મચારી આપણો વિશ્વાસુ નથી બની રહેતો ત્યાં સુધી આપણે એવી વ્યવસ્થા કરવી પડશે કે, તેમને આપણી સાચી કામગીરીનો ખ્યાલ ના આવે. તો, આપણે નવા આવનાર કર્મચારીઓ અને આપણી વચ્ચે એક એવા વ્યક્તિને શોધીએ કે જે આપણી જરૂરિયાત મુજબના કર્મચારીઓ આપણને શોધી આપે અને એને ટ્રેનિંગ આપી આપણા માટે તૈયાર કરી આપે. હું જે બીપીઓમાં કામ કરતો ત્યાં આવું કામ કરવા માટે એક આખો અલાયદો એચ.આર. ડીપાર્ટમેન્ટ હતો. આપણે આખો ડિપાર્ટમેન્ટ તૈયાર ન કરીએ તો કંઈ નહીં પરંતુ મને એવું લાગે છે કે, એચ.આર.નું કામ જાણનાર કોઈ વ્યક્તિને આપણે એચ.આર. મેનેજર તરીકે અપોઈન્ટ કરી અને આપણું તમામ કામ પાર પાડી શકીએ, તું આજથી જ કોઈ એવી વ્યક્તિની શોધમાં લાગી જા અને હા, તેમાં પણ, જો કોઈ એવું મળી જાય કે જેને પૈસાની ખૂબ જ જરૂર હોય અને તે પૈસા માટે કંઈ પણ કરવા તૈયાર હોય, તો આપણા માટે તો સોને પે સુહાગા.”
    “જો હુકમ મેરે આકા, નખરાળી છાયાએ પોતાની પાણીદાર આંખો નચાવતા પ્રત્યુતર આપ્યો”
    દરેક લોકો પોત પોતાના કામમાં વ્યસ્ત થઈ ગયા અને ત્રણ દિવસનો સમય પસાર થઈ ગયો, ત્રણ દિવસ દરમિયાન અજયે હેડ કોન્સ્ટેબલ હર્ષદને તમામ 15 વાહનો જે સરનામે નોંધાયેલા હતા તે સરનામાં પણ પુરા પાડી દીધા.
    ચોથા દિવસની સવારના પોરમાં અજયના ફોનની રીંગ વાગી.
    “અજય, સાંજે 7:30 વાગ્યે ફ્રી છો?, તો કર્ણાવતી ક્લબમાં મળીએ” સામા છેડે પિયુષ ચંદારાણા હતા. કર્ણાવતી ક્લબ પિયુષ ચંદારાણાની સૌથી પસંદગીના સ્થળોમાંનું એક હતું. જ્યારે કોઈ પણ મહત્વનું કામ કે મીટીંગ હોય તો તે કાયમ કર્ણાવતી ક્લબનો મીટીંગ રૂમ જ પસંદ કરતા. કલબના કાયમી મેમ્બર તરીકે પિયુષ ચંદારાણાનું માનપાન કર્ણાવતી ક્લબમાં ખૂબ જળવાતું.
    પિયુષભાઈની ફ્રી છો પૂછવાની ઔપચારિકતા પાછળ અજયને બોલવાનું મન થઈ ગયું કે, ભાઈ તમે જાણો જ છો કે ઉંદરડી પાંજરામાં આવી ગઈ છે. ફ્રી ન હોય તો પણ મારે ફરજિયાત ફ્રી થઈને આવવું પડે. કેમકે, કામ મારું છે, પરંતુ અજયે ટૂંકો જવાબ આપ્યો, “જી ભાઈ!, હું 7:30 વાગે કર્ણાવતી ક્લબના ગેટ પાસે તમારી રાહ જોઇશ.”
    સાંજે 7:15 એ અજયે કર્ણાવતી ક્લબના ગેટની સાઈડમાં પોતાનું વાહન પાર્ક કરી દીધું હતું. પોતે કર્ણાવતી ક્લબના સભ્ય ન હોવાને કારણે તેમને કોઈ સભ્ય સાથે જ અંદર પ્રવેશ મળે તેવું હોય તેના માટે ગેટની બહાર જ રાહ જોવી મજબૂરી હતી. રાહ જોતા જોતા 7:30 ની બદલે 7:40 થવા આવી ત્યાં જ પિયુષભાઈની બદલે અજયના મોબાઈલ પર પિયુષભાઈ નો ફોન આવ્યો, “અજય પહોંચી ગયો છો  ભઈલા?”
    “જી, ભાઈ! આપની જ રાહ જોઈ રહ્યો છું.”
    “બસ, તો હું હમણાં જ થોડીવારમાં પહોંચું છું, ટ્રાફિકમાં ફસાયો છું, પણ વધારે વાર નહીં થાય કહીને પિયુષભાઈએ ફોન કટ કરી નાખ્યો.”
    આદત વશ અજયના મોંમાંથી મિત્ર વર્તુળમાં વપરાતો અપશબ્દ નીકળી ગયો, પણ તેને ફરી મોબાઇલની સ્ક્રીન પર જોઈને ખાતરી કરી લીધી કે, મોબાઇલ કટ થઈ ગયો હતો અને પિયુષભાઈને અપશબ્દ સંભળાયો નહોતો.
    થોડી જ વારમાં પિયુષભાઈની કાર આવી ગઈ અને તેણે  અજયને પોતાની કારમાં અંદર બેસી જવા ઈશારો કર્યો. અજય અંદર બેસતા જ કારને ક્લબના પાર્કિંગ તરફ હંકારી.
    કાર પાર્ક કરી ક્લબના મુખ્ય પ્રવેશ દ્વાર તરફ આગળ વધતા પિયુષભાઈ અજયના ખભા પર હાથ મૂકી મજાકિયા અંદાજમાં પ્રશ્ન કર્યો “મોટા કંટાળીયો તો નહોતો ને?”  ‘મોટા’ શબ્દ પિયુષ ચંદારાણાનો તકિયા કલામ હતો.
    “ભાઈ સાચું કહું, તો થાક અને કંટાળો બંને આવતો હતો.” અજયના જવાબથી પિયુષભાઈ સમજી ગયા કે, અજયનો થાક અને કંટાળો એટલે ચા- નાસ્તાની ઈચ્છા.
    બન્નેએ મુખ્ય દ્વાર પર એન્ટ્રી કરાવી અને ક્લબમાં પ્રવેશ કર્યો. અંદર જતા જ પિયુષભાઈએ અજયને કીધું કે પહેલા ચા પાણી નાસ્તો કરીએ અને ત્યાં જ સાથે બેસીને વાતો કરીશું.
    “જો અજય મેં બધું ગોઠવી લીધું છે. અમે એ મતલબની જાહેરાત આપીશું કે, અમારી એક ક્લાઈન્ટ બી.પી.ઓ. કંપની પોતાની સર્વેની કામગીરી માટે એક થી ત્રણ મહિનાના ટેમ્પરરી પ્રોજેક્ટના ભાગરૂપે કેટલાક કર્મચારીઓ શોધે છે, ઇન્ટરવ્યૂ બાદ અમે જે કર્મચારીઓને સિલેક્ટ કરીશું તેમને એક થી ત્રણ મહિના દરમિયાન અમે તો પગાર ચૂકવીશું જ, પણ અમારા સર્વેના ભાગરૂપે અન્ય નાની અથવા હરીફ બી.પી.ઓ. કંપની કે જ્યાં અમે તેમને સર્વે કરવાનું કામ કરવા માટે મોકલીશું, ત્યાં કેવી રીતે ઇન્ટરવ્યૂ ક્રેક કરવો અને કેવી રીતે કામગીરી કરવી તે પણ અમે શીખવીશું, તેમજ અન્ય બી.પી.ઓ. કંપની કે જ્યાં કર્મચારીઓ અમારા વતી સર્વેના ભાગરૂપે કામ કરવા જાય છે ત્યાંથી મળતો પગાર પણ જે તે કર્મચારીએ પોતે જ રાખી લેવાનો રહેશે. તો આ બેવડા પગારની લાલચથી આપણને આસાનીથી કર્મચારીઓ મળી પણ રહેશે અને તેમને ખ્યાલ પણ નહીં આવે કે, સર્વેની કામગીરીના ભાગરૂપે તેઓ કઈ પ્રકારનું કાર્ય આપણા માટે કરી રહ્યા છે. આ કામ માટે મારે તારી પાસેથી એક પણ રૂપિયો મારી ફી પેટે જોતો નથી!, પરંતુ, જે કર્મચારીઓને આપણે સિલેક્ટ કરીએ તેના આપણી તરફથી ચૂકવવાના થતા પગારની તારે વ્યવસ્થા કરવાની રહેશે.” અનુભવી પિયુષભાઈએ પહેલેથી હોમવર્ક કરીને આવ્યા મુજબ પોતાની દરેક વાત વ્યવસ્થિત રીતે ગોઠવી અને અજય સમક્ષ રજૂ કરી દીધી. અજય પાસે પિયુષભાઈની વાત સ્વીકારવા સિવાય છૂટકો પણ ન હતો. બંને છૂટા પડ્યા ત્યારે પિયુષ ચંદારાણાએ અજયને કહ્યું કે આઠ દિવસની અંદર તેને જોતા યુવક અને યુવતીઓ મળી જશે.
    બીજા દિવસની સવારે અજય જાડેજા સાહેબ પાસે પહોંચી ગયો અને પિયુષ ચંદારાણા સાથે થયેલ ગોઠવણીની તમામ વિગતો તેણે જાડેજા સાહેબને જણાવી દીધી.
    “અજય, તું તારી વાતમાં કર્મચારીઓને આપણા તરફથી ચૂકવવાના થતા પગારનો ઉલ્લેખ ભારપૂર્વક અને વારંવાર નહીં કરે તો પણ ચાલશે!, તું ચિંતા ન કર. તે રકમની તો મારે જ વ્યવસ્થા કરવાની હોય તે મને ખબર છે”. જાડેજા સાહેબ પણ પ્રફુલ્લિત સવારે મજાકના મૂડમાં હતા.
    “શું સાહેબ તમે પણ આવી વાત કરો છો!, હું ક્યાં આપનાથી પરિચિત નથી. મને તો ખબર જ છે કે, તમે ક્યારેય કોઈનો એક પણ રૂપિયો લીધો નથી કે, બાકી રાખ્યો નથી.” કે’વા ખાતર તો અજયે કહી દીધું, પરંતુ જાડેજા સાહેબની ખાતરી પછી ખરેખર તેના મનમાં હાશકારો થયો હતો.
    “સાહેબ, આઠથી દસ દિવસમાં આપણી પાસે તમે કીધી તે સંખ્યામાં યુવક યુવતીઓ હાજર હશે હવે તમે મને કહે જો કે, ક્યાં અને કેવી રીતે આપણે તેમને કામે લગાડવાના છે, તો હવે હું આપની રજા લઉં સાહેબ?” એકી શ્વાસે આટલું બોલી  અજયે સાહેબની રજા લીધી.
    અજયના ગયા પછી સાહેબે ખાનામાંથી કામની યાદીની ડાયરી કાઢી અને તેમાં પોતે નોંધેલી તમામ વિગતો ઝીણવટ પૂર્વક તપાસવાનું શરૂ કર્યું. આનંદ ભાવનગરીને ત્યાં કામ કરતા કર્મચારીઓની સંખ્યા, તેમાં કુલ કેટલી લેડીઝ અને કેટલા જેન્ટ્સ છે, તેઓ કયું વાહન વાપરે છે?, કયા રસ્તેથી ઘરે આવે છે અને જાય છે? તેમજ તેમના સરનામા કે જે  હેડ કોન્સ્ટેબલ હર્ષદે અજય દ્વારા આર.ટી.ઓમાંથી મેળવી અને સાહેબને આપ્યા હતા. જાડેજા સાહેબની યોજના મુજબ આનંદ ભાવનાગરીની ઠગ ટોળીમાં સામેલ કરવા માટે હવે તેમની પાસે આઠથી દસ દિવસમાં યુવક યુવતીઓની ફોજ પણ તૈયાર થઈ જવાની હતી, જાડેજા સાહેબ માટે હવે સૌથી મૂંઝવતો પ્રશ્ન એ હતો કે આ યુવક યુવતીઓને કઈ રીતે આનંદ ભાવનગરની ઓફિસમાં ગોઠવવા. જાડેજા સાહેબે અંકોડા મેળવવાનું અને યોજના બનાવવાનું શરૂ કર્યું પરંતુ, આજે સાહેબને તેમનું નસીબ સાથ નહોતું આપી રહ્યું. સાહેબના મગજમાં કોઈ ચોક્કસ યોજના ગોઠવાઈ રહી ન હતી, વિચારોને વિચારોમાં લગભગ અડધો કલાક જેવો સમય પસાર થયો હશે ત્યાં પોલીસ સ્ટેશનના પ્રાંગણમાં કંઈક શોર બકોરથી સાહેબના વિચારોની કડી તૂટી અને તેમની તંદ્રામા ખલેલ પડી. સાહેબે યંત્ર વત ઘંટડી વગાડી પરંતુ, બહારથી કોઈ કોન્સ્ટેબલ કે હેડ કોન્સ્ટેબલનો પ્રત્યુતર ન મળ્યો, ધીરે-ધીરે પ્રાંગણનો શોર-બકોર મોટો થવા લાગ્યો એટલે સાહેબ તેમની ચેમ્બરમાંથી ઉભા થઈ બહાર મામલો શું છે તે જોવા આગળ વધ્યા.
    બહાર આવી સાહેબે પ્રાંગણમાં જોયું તો એક સિક્યુરિટીના કપડા પહેરેલો માણસ સાહેબની પોલીસ ચોકીના કોન્સ્ટેબલ સાથે કંઈક મોટા અવાજમાં મગજમારી કરી રહ્યો હતો અને પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડની બહાર કુતુહલવશ લોકોનું ટોળું એકઠું થવા લાગ્યું હતું.
    “અહીંયા આ ટોળું  કેમ ભેગુ થયું છે? અને શું તકલીફ છે આ કાકાને? તેમને અંદર લઈ આવો.”
    જાડેજા સાહેબે મોટા અવાજે બૂમ પાડી સિક્યુરિટીવાળા કાકા સાથે મગજ મારી કરી રહેલા કોન્સ્ટેબલને આદેશ આપ્યો. સાહેબના સત્તાવાહી અને ઘૂંટાયેલા અવાજમાંથી છૂટેલા આદેશથી ટોળું વિખેરાવા લાગ્યું. કોન્સ્ટેબલ અને સિક્યોરિટીવાળા કાકા સાહેબની ચેમ્બરમાં પ્રવેશ્યા….

    વધુ આવતા મંગળવારે

    — કલ્પેશ દેસાઈ

    Kalpesh Desai
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    લેખ

    તંત્રી લેખ…પાઇલટ્‌સ પર સંપૂર્ણ દોષ ઢોળવાનો પ્રયાસ

    July 14, 2025
    લેખ

    સરકારનું ઓપરેશન કલાનેમી-નકલી દંભી સાધુઓ અને સંતોમાં ભારે ગભરાટ

    July 12, 2025
    લેખ

    હિન્દુ પૌરાણિક ગ્રંથોમાં વર્ણવેલ મુખ્ય શ્રાપની કથાઓ ભાગ-9

    July 12, 2025
    લેખ

    તંત્રી લેખ…રાજકારણમાં યુવાનોની ભાગીદારી જેટલી હોવી જોઈએ તેટલી નથી

    July 12, 2025
    લેખ

    આતંકવાદી ભંડોળનો પર્દાફાશ-FATF

    July 11, 2025
    ધાર્મિક

    હિન્દુ પૌરાણિક ગ્રંથોમાં વર્ણવેલ મુખ્ય શ્રાપની કથાઓ-ભાગ-8

    July 11, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    તંત્રી લેખ…પાઇલટ્‌સ પર સંપૂર્ણ દોષ ઢોળવાનો પ્રયાસ

    July 14, 2025

    Television Actor Karan Veer બોલીવૂડમાં એન્ટ્રી લેવા તૈયાર

    July 14, 2025

    Vedang ની સ્પષ્ટતા, ખુશી સાથેનો સંબંધ સરળ અને વાસ્તવિક છે

    July 14, 2025

    Nifty Futures ૨૫૦૦૮ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!

    July 14, 2025

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    July 14, 2025

    Morbi: જુના ફડસર ગામે ખંઢેર જગ્યામાંથી દારૂની ૨૯૧ બોટલનો જથ્થો જપ્ત

    July 14, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    તંત્રી લેખ…પાઇલટ્‌સ પર સંપૂર્ણ દોષ ઢોળવાનો પ્રયાસ

    July 14, 2025

    Television Actor Karan Veer બોલીવૂડમાં એન્ટ્રી લેવા તૈયાર

    July 14, 2025

    Vedang ની સ્પષ્ટતા, ખુશી સાથેનો સંબંધ સરળ અને વાસ્તવિક છે

    July 14, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.