(ભરત ભોગાયતા) Jamnagar તા.૯
ગુજરાત સરકાર જ્યારે તેની મુખ્યમંત્રી અમૃતમ (મા) યોજના અને રાજ્યવ્યાપી આયુષ્માન ભારતપ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (એબી-પીએમજેવાય) દ્વારા આરોગ્ય સેવાઓના અભાવને દૂર કરવા માટે પ્રયત્નશીલ છે, ત્યારે સામુદાયિક પ્રયાસો પાયાના સ્તરે આ મિશનને વેગ આપી રહ્યા છે. દાઉદી વ્હોરા સમાજ દ્વારા કડિયાવાડ સ્થિત સૈફી મેટરનિટી એન્ડ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે પાંચ દિવસીય મફત મેડિકલ કેમ્પનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ૧૫૦૦ થી વધુ દર્દીઓને સીધી નિષ્ણાત તબીબી સારવાર પૂરી પાડવામાં આવી હતી.
આ કેમ્પનું ઉદૃઘાટન પહેલી લી મેના રોજ હિઝ હોલીનેસ સૈયદના મુફદ્દલ સૈફુદ્દીન સા.ના પુત્ર શહઝાદા હુસૈન બુરહાનુદ્દીન દ્વારા કરવામાં આવ્યું હતું, જેમણે ઉદૃઘાટનના દિવસે તબીબી ટીમો સાથે મુલાકાત કરી હતી અને દર્દીઓ સાથે વાતચીત કરી હતી. તેમની હાજરીએ સુલભ આરોગ્ય સેવાઓ પ્રત્યે સમાજની લાંબા સમયની પ્રતિબદ્ધતાને રેખાંકિત કરી હતી.
સમાજના હેલ્થ એન્ડ વેલબીઇંગ વિભાગ દ્વારા પ્રોજેક્ટ રાઈઝ અને સૈફી મેટરનિટી એન્ડ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલના સહયોગથી પહેલી થી પાંચમી મે દરમિયાન આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં કાર્ડિયાક કેર (હૃદય રોગ), ન્યુરોલોજી, ગાયનેકોલોજી, નાક-કાન-ગળું, ડેન્ટલ કેર, ઓપ્થાલમોલોજી અને જનરલ મેડિસિન સહિતના ઉચ્ચ જરૂરિયાત ધરાવતા વિષયોને આવરી લેવામાં આવ્યા હતા. મુંબઈની સૈફી હોસ્પિટલના ડોકટરોની આગેવાની હેઠળની મલ્ટી-સ્પેશિયાલિસ્ટ ડોકટરોની ટીમ, પ્રશિક્ષિત સ્વયંસેવકો અને આશરે પચાસ જેટલા મેડિકલ વિદ્યાર્થીઓએ સ્ક્રિનિંગ, પ્રારંભિક નિદાન અને પરામર્શની કામગીરી હાથ ધરી હતી. આ તકે ડાયરેક્ટર હુફૈઝા કપાડીયાએ આરોગ્ય સેવા લાભ માત્ર સારી આર્થીક સ્થીતીનો જ વિશેષાધીકાર નથી પરંતુ સૌ માટે આ સેવાની યોજના અંતર્ગત આવા કેમ્પ યોજાય છે

