૩૧મી ઓકટોબરથી ૩જી નવેમ્બર સુધી હરીયાણાનું સમાલખા બનશે શ્રદ્ધા અને ભક્તિનું કેન્દ્ર
વર્તમાન સમયમાં જ્યાં એક તરફ સમગ્ર દુનિયા જાતિ,ધર્મ,ભાષા અને વિચારોની સીમામાં ગુંચવાયેલી છે ત્યારે બીજી તરફ સંત નિરંકારી મિશન સમરસતા,પ્રેમ અને માનવતાની ભાવનાને પ્રોત્સાહિત કરવા માટે સતત સક્રિય છે.સદગુરૂ માતા સુદિક્ષાજી મહારાજના પાવન સાનિધ્યમાં સંત નિરંકારી મિશનનો ૭૮મો વાર્ષિક સંત સમાગમ ૩૧મી ઓકટોબરથી ૩જી નવેમ્બર સુધી સંત નિરંકારી આધ્યાત્મિક સ્થળ,સમાલખા(હરીયાણા) ખાતે આયોજીત કરવામાં આવી રહ્યો છે.આ વર્ષે સંત સમાગમની મૂળ પ્રેરણા ‘આત્મમંથન‘ છે,જે આત્મચિંતન અને આંતરિક જાગૃતિને પ્રેરિત કરનારી એક સકારાત્મક પહેલના રૂપમાં ઊભરી આવશે.
લગભગ ૬૫૦ એકર વિસ્તારમાં આયોજિત આ ભવ્ય આધ્યાત્મિક સંત સમાગમમાં ભારતના જ નહીં, પરંતુ વિદેશોમાંથી પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને વિશિષ્ટ અતિથિઓ સહભાગી થશે.જે શ્રદ્ધાળુઓ કોઈ કારણસર સમાગમ સ્થળે હાજર રહી શકે તેઓના માટે નિરંકારી મિશનની વેબસાઇટ અને યુટ્યુબ ચેનલના માધ્યમથી આ દિવ્ય આયોજનનું સીધું (Live) પ્રસારણ જોઈ શકશે અને આ આધ્યાત્મિક પર્વથી જોડાઈને આનંદ પ્રાપ્ત કરી શકશે.સંત સમાગમની તમામ વ્યવસ્થાઓ સંત નિરંકારી સેવાદળના નિઃસ્વાર્થ અને સમર્પિત સ્વયંસેવકો દ્વારા સુવ્યવસ્થિત રીતે સંચાલિત કરવામાં આવી રહી છે જેઓ ૨૮ સપ્ટેમ્બરથી સતત સેવાઓમાં લાગેલા છે.
નિરંકારી સંત સમાગમ કમિટીના કોઓર્ડિનેટર શ્રી જોગિન્દર સુખીજાએ માહિતી આપી હતી કે ભોજન વ્યવસ્થા,કેન્ટીન,શૌચાલય,વાહનવ્યવહાર,ચિકિત્સા,એમ્બ્યુલન્સ,પાર્કિંગ,સુરક્ષા અને રહેવા માટેની વ્યવસ્થા વગેરેની વિસ્તૃત વ્યવસ્થાઓ સહિતની તમામ આવશ્યક સેવાઓની જવાબદારી લગભગ એક લાખ સેવાદાર પૂરી નિષ્ઠા અને સેવા-ભાવનાથી નિભાવી રહ્યા છે.આ સેવાભાવ જ સંત નિરંકારી મિશનની વિશેષ ઓળખ છે જે સમર્પણ અને અનુશાસનની ભાવના દર્શાવે છે.
નિરંકારી સંત સમાગમના ચારેય દિવસો દરમ્યાન બપોરે ૩ થી રાત્રે ૯ વાગ્યા સુધી ભક્તિ અને જ્ઞાનથી ભરપૂર મુખ્ય કાર્યક્રમો આયોજિત થશે,જેમાં તમામ ઉંમરના ભાષા-ભાષી સંતો દ્વારા આધ્યાત્મિક વિચારો રજૂ કરવામાં આવશે અને પ્રખ્યાત સંગીતકારો દ્વારા ભક્તિસંગીતની અમૃત વર્ષા કરવામાં આવશે. હંમેશની જેમ આ વર્ષે પણ રૂહાની કવિ-દરબાર સમાગમનું વિશેષ આકર્ષણ રહેશે,જે પ્રેમ-સેવા અને સમર્પણની ભાવનાઓને કાવ્યાત્મક અભિવ્યક્તિ આપશે.
સંત સમાગમમાં એક સુંદર અને જ્ઞાનવર્ધક પ્રદર્શની પણ લગાવવામાં આવશે,જેમાં સંત નિરંકારી મિશનના ઇતિહાસ,સિદ્ધાંતો અને સામાજિક તથા આધ્યાત્મિક પ્રયાસોને રચનાત્મક રૂપમાં દર્શાવવામાં આવશે,સાથે સાથે મિશનના પ્રકાશન વિભાગ દ્વારા પ્રકાશિત સાહિત્ય,પ્રેરણાદાયક પુસ્તકો અને પત્રિકાઓ પણ સમાગમ સ્થળે ઉપલબ્ધ કરાવવામાં આવશે.જેથી શ્રદ્ધાળુઓ મિશનની શિક્ષાઓને વધુ ઊંડાઈથી સમજી શકે.
આ આયોજનમાં હરિયાણા સરકારના વિવિધ વહીવટી એકમો પણ સક્રિય રૂપમાં સહયોગ પ્રદાન કરી રહ્યા છે જેથી સમાગમનું સંચાલન સુચારૂ અને સુરક્ષિત રીતે થઈ શકે.નિઃશંકપણે આ સમાગમ માત્ર એક આયોજન નથી પરંતુ એક એવો પાવન અવસર છે જ્યાં માનવતા-પ્રેમ અને આધ્યાત્મિકતા એક સૂત્રમાં બંધાય છે.આપ સૌ શ્રદ્ધાળુઓ અને માનવતા પ્રેમીઓનું આ દિવ્ય સંગમમાં હાર્દિક અભિનંદન છે.
૭૮મા વાર્ષિક નિરંકારી સંત સમાગમમાં આધ્યાત્મિક ચેતના,સેવા અને એકતાની દિવ્ય ઝલક દર વર્ષની જેમ ફરી એકવાર સજીવ રૂપમાં પ્રગટ થશે.આ પાવન સંત સમાગમમાં સંપૂર્ણ ભારતવર્ષમાંથી લાખોની સંખ્યામાં તથા વિદેશોમાંથી લગભગ ૫૦૦૦ શ્રદ્ધાળુ ભક્તો સંમિલિત થઈને ભક્તિભાવથી ભરપૂર વાતાવરણમાં આધ્યાત્મિક આનંદની અનુભૂતિ કરશે.નિરંકારી મિશનના એક લાખ સેવાદારો દિવસ-રાત પોતાની સેવાઓમાં અનુશાસિત અને મર્યાદિત રૂપમાં પોતાની સેવાઓ અર્પિત કરે છે.સેવા અને સમર્પણની આ અનુપમ ભાવના આ વર્ષે પણ જોવા મળશે.
સ્વાસ્થ્ય અને સમાજ કલ્યાણ વિભાગ દ્વારા આ વર્ષે સમાગમ સ્થળ પર સ્વાસ્થ્ય સુવિધાઓનું વ્યાપક પ્રબંધન કરવામાં આવ્યું છે.પરિસરમાં ૮ એલોપેથિક તથા ૬ હોમિયોપેથિક ડિસ્પેન્સરીઓ કાર્યરત રહેશે. આ ઉપરાંત ૧૫ પ્રાથમિક ચિકિત્સા કેન્દ્રો અને એક કાયરોપ્રૅક્ટિક ચિકિત્સા શિબિરની પણ વ્યવસ્થા કરવામાં આવી છે,સાથે સાથે ગંભીર રૂપથી રોગગ્રસ્ત દર્દીઓ માટે તમામ આવશ્યક સુવિધાઓથી યુક્ત ૧૨૦ બેડની એક અસ્થાયી હોસ્પિટલ પણ નિર્મિત કરવામાં આવી રહી છે.આ વર્ષે સમાગમ સ્થળે સ્વાસ્થ્ય કટોકટીની પરિસ્થિતિઓથી નિપટવા માટે વ્યાપક પ્રબંધન કરવામાં આવ્યું છે.નિરંકારી મિશન દ્વારા ૧૨ અને હરિયાણા સરકાર દ્વારા ૩૦ એમ્બ્યુલન્સ જેમાં ૦૫ વેન્ટિલેટર એમ્બ્યુલન્સની પણ વ્યવસ્થા કરવામાં આવી છે જે સંપૂર્ણપણે સક્રિય અને તત્પર રહેશે.
સંત સમાગમ સ્થળની સુરક્ષા વ્યવસ્થા હેતુ હરિયાણા સરકારના સહયોગથી યોગ્ય પ્રબંધન કરવામાં આવ્યું છે જેમાં ૬૦ ચેક પોસ્ટ બનાવવામાં આવી છે જ્યાં સંત નિરંકારી મિશનના સેવાદાર દિવસ-રાત પૂરી જાગૃતિ સાથે ટ્રાફિક કંટ્રોલ કરશે અને આવન-જાવન કરનારા મહાત્માઓને કોઈ પણ પ્રકારની કોઈ પરેશાની ન આવે તે વાતને સુનિશ્ચિત કરશે.સુરક્ષા વ્યવસ્થા અંતર્ગત દર વર્ષની જેમ સ્પેશિયલ ડ્યુટીની ટીમ પણ સજાગતા સાથે સેવારત રહેશે.સંત નિરંકારી મંડળ હૃદયથી હરિયાણા સરકારનો આભારી છે જેમણે આધ્યાત્મિકતાના આ મહા આયોજન હેતુ વીજળી,પાણી,સિવરેજ અને અગ્નિશામક શિબિર જેની સંખ્યા લગભગ ૫૫ છે જેનું વ્યાપક સ્તર પર પ્રબંધન કર્યું છે,સાથે સાથે સુરક્ષા વ્યવસ્થાઓમાં હરિયાણા પોલીસ,સિક્યોરિટી અને સ્પેશિયલ ડ્યુટીની સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવી છે.
સંત સમાગમ પરિસરના દરેક મેદાનમાં ભોજન બનાવવા અને વિતરણ હેતુ ઉત્તમ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે.આ માટે કુલ ૦૪ વિશાળ કમ્યુનિટી કિચન સ્થાપિત કરવામાં આવ્યા છે જ્યાં હજારો શ્રદ્ધાળુઓ માટે નિઃશુલ્ક અને સુવ્યવસ્થિત રૂપમાં ભોજન તૈયાર કરવામાં આવશે.આ ઉપરાંત તમામ મેદાનોમાં કુલ ૨૨ કેન્ટીનોની વ્યવસ્થા કરવામાં આવી છે જેમાં ચા,કોફી,ઠંડા પીણાં અને અન્ય ખાદ્ય સામગ્રી શ્રદ્ધાળુઓને ઓછા દરે ઉપલબ્ધ કરાવવામાં આવશે.દર વર્ષની જેમ આ વર્ષે પણ સમાગમમાં સંમિલિત થનારા શ્રદ્ધાળુઓ માટે યાતાયાત વ્યવસ્થાને સુચારૂ અને સુવિધાજનક બનાવવા હેતુ પ્રશાસન અને ભારતીય રેલવેના સહયોગથી યોગ્ય પ્રબંધન કરવામાં આવ્યું છે.ભારતીય રેલવે દ્વારા દિલ્હીના લગભગ તમામ પ્રમુખ રેલવે સ્ટેશનો ઉપર શ્રદ્ધાળુ ભક્તોની સુવિધા હેતુ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.આ ઉપરાંત સમાલખા-પાણીપત ક્ષેત્ર સ્થિત ભોડવાલ માજરી રેલવે સ્ટેશન પર તમામ ટ્રેનોને ઉભી રાખવાનું નક્કી કરેલ છે જેથી યાત્રીઓને સંત સમાગમ સ્થળ સુધી પહોંચવામાં કોઈ અસુવિધા ન થાય.
સંત નિરંકારી મંડળના ટ્રાન્સપોર્ટ વિભાગ દ્વારા સંત સમાગમ સ્થળે શ્રદ્ધાળુ ભક્તોના અવરજવર માટે બસોની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે.સાથે સાથે શ્રદ્ધાળુઓ ભક્તો અને મુલાકાતીઓ માટે સત્સંગ પંડાલથી થોડા અંતરે સુવિધાજનક પાર્કિંગ સ્થળોનું નિર્ધારણ કરવામાં આવ્યું છે જેથી કોઈ પણ પ્રકારની અસુવિધા ન થાય અને વાહનવ્યવહાર વ્યવસ્થા સુચારૂ રૂપથી સંચાલિત થઈ શકે.સંત નિરંકારી મિશનનો ઇતિહાસ: નિરંકારી મિશન બ્રહ્મજ્ઞાનની દિવ્ય રોશનીના માધ્યમથી સંપૂર્ણ માનવતાને એકતાના સૂત્રમાં બાંધવાનો સતત પ્રયાસ કરી રહ્યું છે.સને૧૯૨૯થી સંત નિરંકારી મિશન સતગુરૂના દિવ્ય સંદેશને જનમાનસ સુધી પહોંચાડતું આવ્યું છે.આ જ ઉદ્દેશ્યને સાકાર કરવા હેતુ સને ૧૯૪૮થી વાર્ષિક નિરંકારી સંત સમાગમોની એક અવિરલ શ્રૃંખલાનો શુભારંભ થયો છે.જે વીતેલા ૯૬ વર્ષોથી સફળતાપૂર્વક આયોજિત કરવામાં આવી રહી છે.વર્તમાનમાં સતગુરૂ માતા સુદીક્ષાજી મહારાજ આ સત્ય સંદેશને નવી ઊર્જા,નવા દ્રષ્ટિકોણ અને અદ્ભુત સહજતા સાથે જન-જન સુધી પહોંચાડી રહ્યા છે.
સૌહાર્દ અને ભાઈચારાની દિવ્ય ઝલક વિખેરતા ૭૮મા વાર્ષિક નિરંકારી સંત સમાગમનું આયોજન ભવ્ય રૂપમાં કરવામાં આવી રહ્યું છે જેનો આનંદ દેશભરમાંથી આવેલા શ્રદ્ધાળુઓ દ્વારા પ્રાપ્ત કરવામાં આવશે.આ વર્ષે તમામ સંતો માટે મુખ્ય આકર્ષણના રૂપમાં નિરંકારી પ્રદર્શની આયોજિત કરવામાં આવી રહી છે જેની મુખ્ય થીમ ‘આત્મમંથન‘ છે.આ દિવ્ય પ્રદર્શનીને મૂળતઃ ત્રણ ભાગોમાં વિભાજિત કરવામાં આવી છે જેના પ્રથમ ભાગમાં ભક્તોને મિશનના ઇતિહાસ,વિચારધારા અને સામયિક ગતિવિધિઓ ઉપરાંત સતગુરૂ દ્વારા દેશ અને વિદેશોમાં કરવામાં આવેલી દિવ્ય કલ્યાણકારી પ્રચાર યાત્રાઓની પર્યાપ્ત જાણકારી પ્રાપ્ત થશે.બીજા ભાગમાં સંત નિરંકારી ચેરિટેબલ ફાઉન્ડેશન દ્વારા સ્વાસ્થ્ય અને સમાજ કલ્યાણ વિભાગના તમામ ઉપક્રમો અને ગતિવિધિઓને દર્શાવવામાં આવશે.ત્રીજા ભાગમાં બાળ પ્રદર્શનીને ખૂબ જ મનમોહક અને પ્રેરણાદાયક રૂપમાં બાળ સંતો દ્વારા પ્રદર્શિત કરવામાં આવશે.
આ વર્ષે પ્રકાશન વિભાગ દ્વારા સમાલખાના સંત સમાગમના સ્થળ પર ૧૪ સ્ટોલ લગાવવામાં આવશે,જ્યારે સંત નિરંકારી કોલોની (દિલ્હી)માં વધારાના ૦૨ સ્ટોલ સ્થાપિત કરવામાં આવ્યા છે.આ સ્ટોલોના માધ્યમથી શ્રદ્ધાળુ ભક્ત મિશન સંબંધિત સાહિત્ય,ફોટાઓ,ડાયરી,કેલેન્ડર અને સમાગમ સ્મારિકા સરળતાથી પ્રાપ્ત કરી શકશે.દર વર્ષની જેમ આ વર્ષે પણ પત્રિકા વિભાગ દ્વારા નવા સભ્યોની નોંધણી હેતુ સમાગમ સ્થળ પર એક વિશેષ કાર્યાલય સ્થાપિત કરવામાં આવશે,સાથે સાથે સમાગમના આ પાવન અવસર પર પ્રકાશન વિભાગ દ્વારા એક વિશેષ સ્મારિકા ‘આત્મમંથન’ નું પ્રકાશન પણ કરવામાં આવી રહ્યું છે જે મિશનની ભાવનાત્મક ઊંડાઈ અને વૈચારિક વિસ્તારનો અદ્વિતીય દસ્તાવેજ હશે.સમાગમ સ્થળ પર સ્વચ્છતાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપતા કચરાના નિકાલ હેતુ પણ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે.
વિનોદભાઇ માછી નિરંકારી
૯૭૨૬૧૬૬૦૭૫(મો)

