મવડી બાયપાસ શ્યામલ ચોક નજીક જાહેરમાં જુગટુ રમતા ચાર શખ્સોની ધરપકડ
Rajkot,તા.11
શહેર પોલીસ દ્વારા બે સ્થળોએ જુગારના દરોડા પાડવામાં આવ્યા છે જેમાં દૂધસાગર રોડ પર આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડના ક્વાર્ટરમાં ધમધમથી જુગારની કલબ પર ક્રાઈમ બ્રાન્ચ અને મવડી બાયપાસ શ્યામલ ચોક નજીક જાહેરમાં જુગારના ધરોડા પાડીરમતા નવ શખ્સોની ધરપકડ કરી રૂપિયા 66500 નો મુદામાલ કબજે કર્યો છે. વધુ વિગત મુજબવધુ વિગત મુજબ શહેરમાં દારૂ અને જુગારની વધીને ડામી દેવા પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝાએ આપેલી સૂચનાને પગલે ક્રાઈમ બ્રાન્ચ ના પીએસઆઇ એમ કે મોવલીયા સહિતના સ્ટાફે પેટ્રોલિંગ હાથ ધર્યું હતું ત્યારે શહેરના સામા કાંઠા વિસ્તારમાં આવેલ દૂધ સાગર રોડ પર આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડના ક્વાર્ટર માં રહેતા ભરત રામજી રાઠોડ નામનો શખ્સ જુગાર રમતો હોવાની એ.એસ.આઇ સંજયભાઈ દાફડા ને મળેલી બાતમીના આધારે સ્ટાફે દડો પાડી જુગાર રમતા ભરત રામજીભાઇ રાઠોડ ,કરણભાઇ મગનભાઇ મંડલી ,પ્રવીણ મુળુભાઇ જોગવા ,સંજય જેઠા મુંધવા અને ડાયા ગોવીંદભાઇ ફાંગલીયાની ધરપકડ કરી જુગારના પટમાંથી 69 800 નો મુદ્દામાલ કબજે કર્યો છે. જ્યારે મહુડી બાયપાસ શ્યામલ ચોક નજીક જાહેરમાં જુગાર રમતો હોવાની તાલુકા પોલીસ મથકના પોલીસ કોન્સ્ટેબલ બળભદ્રસિંહ જાડેજા ને મળેલી બાતમી ના આધારે એએસઆઈ એચ જે જાડેજા સહિતના સ્ટાફે દરોડો પાડી જુગાર રમતા ગોરધન જકશીભાઇ સાડમીયા,વિનોદ જોરૂભાઇ સાડમીયા,વજુ જોરૂભાઇ સાડમીયા અને સંજય દીલાભાઇ વાઘેલાની ધરપકડ કરી 6500 ના મુદ્દામાલ કબજે કર્યો છે.