સોનાના ભાવમાં પ્રતિ ૧૦ ગ્રામ ૪૨ ડોલર અને ચાંદીના ભાવમાં પ્રતિ કિલોગ્રામ ૧૦૭ ડોલરનો ઘટાડો કરાયો
New Delhi, તા.૨
કેન્દ્ર સરકારે સોના અને ચાંદીના મૂળ આયાત ભાવમાં ઘટાડો કર્યો છે. સોનાના ભાવમાં પ્રતિ ૧૦ ગ્રામ ૪૨ ડોલર અને ચાંદીના ભાવમાં પ્રતિ કિલોગ્રામ ૧૦૭ ડોલરનો ઘટાડો કરવામાં આવ્યો છે. વૈશ્વિક બજારમાં વધઘટને ધ્યાનમાં રાખીને ભાવ સ્થિર કરવા અને સ્થાનિક વેપારને વેગ આપવા માટે આ પગલું લેવામાં આવ્યું છે.
મોદી સરકારે સોના અને ચાંદીના આયાત ભાવમાં ઘટાડો કર્યો છે. સરકારે સોનાના મૂળ આયાત ભાવમાં ૪૨ ડોલર(૧૦ ય્સ્) અને ચાંદીના મૂળ આયાત ભાવમાં પ્રતિ કિલોગ્રામ ૧૦૭ ડોલરનો ઘટાડો કર્યો છે. વૈશ્વિક બજારમાં સોના અને ચાંદીના ભાવમાં સતત વધઘટ વચ્ચે ભાવ નિયંત્રણમાં રાખવા અને સ્થાનિક વેપારને વેગ આપવા માટે આ કામ કરાયું છે. બેઝ ઇમ્પોર્ટ પ્રાઇસ એ આયાતી માલ પર કસ્ટમ ડ્યુટીની ગણતરી કરવા માટે વપરાતી કિંમત છે. સરકાર દર ૧૫ દિવસે આ કિંમત અપડેટ કરે છે. જ્યારે બેઝ પ્રાઇસ ઘટાડવામાં આવે છે, ત્યારે આયાતકારો પર કરનો બોજ ઓછો થાય છે, જે સ્થાનિક બજારમાં સ્થિર ભાવ જાળવવામાં મદદ કરે છે.
ભારત સોનાનો બીજો સૌથી મોટો આયાતકાર છે. ભારતીય ગ્રાહકો ઘરેણાં અને રોકાણ બંને માટે સોનું ખરીદવાનું પસંદ કરે છે. તેથી, બેઝ પ્રાઇસમાં આ ઘટાડાથી સોનાની આયાત સસ્તી થશે અને તેનો સીધો ફાયદો સામાન્ય લોકોને થશે.

