Mumbai,તા.12
બોલિવૂડ અભિનેતા ગોવિંદાને હોસ્પિટલમાંથી રજા મળી ગઈ છે. તેને બેભાન અવસ્થામાં મુંબઈની ક્રિટિકેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ગોવિંદાને થાક લાગવાને કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
ગોવિંદાને બુધવારે વહેલી સવારે તેના ઘરે બેભાન થયા પછી તરત જ ક્રિટિકેર હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યો હતો. અભિનેતાના વકીલ અને ખાસ મિત્ર લલિત બિંદલના જણાવ્યા અનુસાર, ગોવિંદાને પહેલા ડૉક્ટર સાથે ફોન પર સલાહ લીધા પછી દવા આપવામાં આવી હતી, પરંતુ બાદમાં તેમને ઈમરજન્સી સારવાર માટે લગભગ રાત્રે 1 વાગ્યે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો.
લલિત બિંદલે વધુમાં કહ્યું હતું કે, ‘ગોવિંદા છેલ્લા એક મહિનાથી ખૂબ જ વ્યસ્ત છે. કદાચ આ જ કારણે તે બેભાન થયો હશે. છેલ્લા કેટલાક દિવસોનું તેનું વ્યસ્ત શેડ્યૂલ પણ તેની તબિયત બગડવાનું એક કારણ હતું. ડૉક્ટરે તેને આરામ કરવા અને ડાયટનું યોગ્ય રીતે ધ્યાન રાખવાની સલાહ આપી છે. તે હવે ઘરે છે અને સારું અનુભવી રહ્યો છે. તેણે પોતાના ચાહકોની તમામ શુભેચ્છાઓ માટે તેમનો આભાર માન્યો છે.’હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ ગોવિંદાએ મીડિયા સાથે વાત કરી અને પોતાનું સ્વાસ્થ્ય અપડેટ આપ્યું. અભિનેતાએ કહ્યું કે, ‘સારો છું. વધુ પડતા જિમિંગ કરી લીધુ હોવાથી થાક લાગી ગયો. યોગ પ્રાણાયામ સારું છે. હેવી એક્સરસાઇઝ કરીએ છીએ, તે થોડું મુશ્કેલ છે. હું કોશિશ કરી રહ્યો છું કે પર્સનાલિટી વધારે સારી થઈ જાય, પણ મને લાગે છે કે યોગ પ્રાણાયામ કરીએ તે જ સારું છે.’

