Jetpur,તા.17
જેતપુરના વડલી ચોક નજીક રસ્તામાં ગલુડિયું મુકવાની ના પાડનાર યુવકને ત્રણ શખ્સોએ છરી અને ધોકા વડે માર માર્યાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. મામલામાં જેતપુર સીટી પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
જેતપુરના ફકીરવાડાના ગોદરા વિસ્તારમાં રહેતા 35 વર્ષીય યુવાન લાલજીભાઇ દાનાભાઇ મકવાણાએ જેતપુર સીટી પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે પ્રકાશ ઉર્ફે પકો પરશુરામ ગોસ્વામી, અમિત અને એક અજાણ્યા શખ્સનું નામ આપતાં જણાવ્યું હતું કે, ગત વડલી ચોક પાસે આવતા પ્રકાશભાઈ ઉર્ફે પકો પરશુરામભાઈ ગોસ્વામી, અમીત તથા અન્ય એક અજાણ્યો ઇસમ એમ ત્રણેય જણા એક ગલુડીયુ રોડ ઉપર મુકતા હતા. જેથી પકાને મેં કહેલ કે અહિંયા ગલુડીયુ શા માટે મુકે છે ? ત્યારે પ્રકાશ ગોસ્વામી એકદમ ઉશ્કેરાય મને ગાળો આપવા લાગેલ હતો. જેથી મેં તેને ગાળો આપવાની ના પડતા પ્રકાશ, અમીત તથા અજાણ્યો શખ્સ પણ મને ગાળો આપવા લાગેલ હતાબાદમાં પ્રકાશે બાજુમાં ઉભેલી રીક્ષામાંથી છરી કાઢી હતી, જયારે અજાણ્યા શખ્સે શેરીમાં પડેલ સેન્ટીગના લાકડાનો ધોકો લઇને આવેલ હતા. બાદમાં અમીતે મને પકડી રાખતા પ્રકાશ ગોસ્વામીએ છરીના બે ઘા ડાબા પગના સાથળના ભાગે મારતા લોહી નીકળવા લાગેલ હતું. અજાણ્યા શખ્સે લાકડાના ધોકાનો એક ઘા માથામાં તથા એક ઘા પગના પીંડીના ભાગે મારતા મને માથામાં લોહિ નીકળવા લાગેલ હતું. બાદ હું નીચે પડી જતા કોઈએ ૧૦૮ એમ્બ્યુલન્સમાં ફોન કરતા ૧૦૮ એમ્બ્યુલન્સમાં કોઈ અજાણ્યાએ મને સારવાર માટે જેતપુર સીવીલ હોસ્પીટલ ખાતે ખસેડ્યો હતો. જ્યા સારવાર લીધા બાદ વધુ સારવાર અર્થે મને જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. મામલામાં યુવકે ફરિયાદ આપતાં જેતપુર સીટી પોલીસે ત્રણેય હુમલાખોરો વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.