પરિણીતા દોઢ માસથી પતિથી અલગ રહેતી હોય તું અહીં કેમ રહેવા આવી કહી મારમાર્યો
Rajkot,તા.07
રાજકોટના બેડી રોડ પર આવેલા બેડી ગામે પરિણીતા સાથે પતિએ ઝઘડો કરી તેના પર ધારીયા વડે હુમલો કરી ઇજા પહોંચાડી હતી. આ હુમલમાં પરિણીતાને ઇજા પહોંચતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. બનાવ અંગે પરિણીતાની ફરિયાદ પરથી થોરાળામાં રહેતા તેના પતિ વિરૂધ્ધ કુવાડવા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
જાણવા મળતી વિગતો મુજબ, મીનાબેન પ્રકાશભાઈ ખેગારભાઈ મહાલીયા(ઉ.વ ૪૦)( હાલ રહે.વણકર વાસ, બેડી, મોરબી રોડ) દ્વારા કુવાડવા રોડ પોલીસ સ્ટેશનમાં નોંધવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે પતિ પ્રકાશ ખેંગારભાઇ મહાલીયા(રહે.નવા થોરાળા વિજયનગર સોસાયટી શેરી નં.૪,રાજકોટ) નું નામ આપ્યું છે. બેડી ગામમાં આવેલ મેઇન રોડ પર શાક બકાલાની માર્કેટમાં શાકભાજી ખરીદી કરી ધર તરફ આવતા હતા ત્યારે ૨સ્તામાં પતિ પ્રકાશભાઈ ભેગા થઈ ગયા હતા તેમના હાથામાં ધારીયા જેવુ હથિયાર હતું અને પતિ કહેવા લાગ્યો હતો કે, તું અહીં રહેવા આવી ગઇ? તેમ કહી બોલાચાલી, ઝધડો કરવા લાગ્યો હતો. બાદમાં તેણે ધારીયા જેવા હથીયારથી પત્નીને મારમારતા તેમને ખભાનાભાગે, કોણીનાભાગે ગંભીર ઇજા થઇ હતી. દરમિયાન અહીં હાજર તેની દિકરી પ્રગતિએ ૧૦૮ માં ફોન કરતા ૧૦૮ આવી જતા પરિણીતાને સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતાં.
ફરિયાદમાં વધુમાં જણાવ્યું છે કે પરિણીતાનો પતિ પ્રકાશ તેનાથી છેલ્લા દોઢેક મહીનાથી અલગ રહેતા હોય જેથી તે તેને સારૂ નહી લાગતા આ હુમલો કર્યો હતો. આ અંગે પોલીસે પ્રકાશ મહાલીયા સામે બીએનએસની કલમ ૧૧૮(૧), તથા જીપી એકટની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.