Mumbai,તા.19
આ સપ્તાહએ જબરા વિવાદ સાથે પુરા થયેલા હ્યુન્ડાઇના આઇપીઓમાં હવે જે રીટેઇલ સહિતના ઇન્વેસ્ટરોએ નાણાં રોક્યા છે તેઓએ લીસ્ટીંગ સુધી ઉંચા શ્ર્વાસે રહેશે અને આજે પણ ગ્રે માર્કેટમાં હ્યુન્ડાઇના આઇપીઓનું ડીસ્કાઉન્ટ બોલી રહ્યું છે. આમ જંગી રોકાણ કર્યા પછી ઇન્વેસ્ટરો કમાશે કે કેમ તે પ્રશ્ર્ન છે તે વચ્ચે આઇપીઓ મેનેજ કરનાર બેન્કરોએ રૂા.493 કરોડ કમાઇ લીધા છે.
રૂા.27870 કરોડનો આ ઇસ્યુ રીટેઇલ ઇન્વેસ્ટમાં 50 ટકા જ ભરાયો છે જ્યારે હાઇ નેટવર્ક કેટેગરીમાં પણ પુરો ભરાયો નથી પરંતુ ઇસ્યુના 1.70 ટકાની રકમ લીડ મેનેજરને ફી અને કમિશન પેટે રૂા.493 કરોડ ચુકવાયા છે. અગાઉ પેટીએમના ઇસ્યુમાં આ કંપનીએ લીડ મેનેજરોને રૂા.324 કરોડ ચૂકવ્યા હતા. આમ હ્યુન્ડાઇએ તે રેકોર્ડ તોડ્યો છે. મેગા ઇસ્યુમાં ઇન્વેસ્ટરો કમાઇ કે ન કમાઇ તે પછીની વાત છે
પરંતુ ઇન્વેસ્ટરોને રોકાણ માટે આંબા-આંબલી બતાવતા બેન્કર અને લીડ મેનેજર તો ઇસ્યુ પુરો થતાં જ કમાઇ લે છે. અગાઉ પેટીએમ કે જે કંપની વન 97 ક્ોમ્યુનીકેશન તરીકે ઓલખાય છે. તેના ઇસ્યુમાં પણ રોકાણકારો ધોવાયા છે. એલઆઇસીમાં પણ રોકાણકારોના હજુ ઇસ્યુ ભાવ મળવામાં પણ રાહ જોવી પડે છે. જો કે એલઆઇસીએ ફકત 11.8 કરોડ રૂપિયા ફી તરીકે ચૂકવી હતી.