ભારતના ૧૯૯૦ના આર્થિક સંકટની ઘટનાઓથી પ્રેરિત આ ફિલ્મ ૧૨ જૂને થિએટર્સમાં રિલીઝ થવાની છે
મુંબઈ, તા.૯
ત્રણ દાયકાથી વધુ લાંબી કારકિર્દી અને અનેક એવોર્ડ વિજેતા ફિલ્મો છતાં, બોલિવૂડ એક્ટર Manoj Bajpayeeએ સ્વીકાર્યું છે કે તેણે ઘણી વાર અભિનયને સંપૂર્ણપણે અલવિદા કહેવાનો વિચાર કર્યો છે. એક પોડકાસ્ટ દરમિયાન મનોજે જણાવ્યું કે હવે તે સિનેમાનાં હળવા પાસાને અજમાવવા માંગે છે, જેમાં કોમર્શિયલ મનોરંજક ફિલ્મો અને સ્લેપસ્ટિક કોમેડીનો સમાવેશ થાય છે.
આ પ્રકારની ફિલ્મો તેને તે સામાન્ય રીતે જે પ્રકારનાં ભાવનાત્મક અને પડકારજનક પાત્રો માટે જાણીતા છે એવા રોલથી દૂર રહેવાની તક આપશે.વૃદ્ધાવસ્થા સુધી અભિનય ચાલુ રાખવા અંગે Manoj Bajpayee કહ્યું, “લગભગ ૧૦ વર્ષથી, વચ્ચે – વચ્ચે મને થયાં કરે છે કે હું એક્ટિંગ છોડી દઉં. પરંચુ પછી ક્યારેક કોઈ રોલ આવી જાય છે અને હું એમાં જતો રહું છું. મારે મજબુરીની જેમ એક્ટિંગ નથી કરવી કે મારે ઘરમાં દાલ-રોટી કમાવાની છે.
મારે એવી એક્ટિંગ કરવી છે કે જો કોઈ પાત્ર એવું પાત્ર જે કરવામાં બહુ મજા આવે.”તેમણે આગળ ઉમેર્યું, “આજકાલ મારું બહુ મન થાય છે કે હું કોમર્શિયલ ફિલ્મ કરું, જ્યારે હું અત્યાર સુધી તેનાથી ઘણો દુર રહ્યો છું. હું એકદમ સ્લેપસ્ટિક કોમેડી કરવા માંગું છું, થોડું નોનસેન્સ કરો, ગીતો પર નાચો. કંઈ ખાસ તૈયારી કરીને ઘરેથી જવાની જરૂર ન હોય. ફક્ત પરિવારને બાય કહીને સેટ પર જાઓ અને મજા કરો, એ વિચાર્યા વગર કે તમે કયું પાત્ર ભજવી રહ્યા છો. હું જે પ્રકારનું કામ અત્યાર સુધી કરતો આવ્યો છું, તેનાથી થોડો દૂર જવા માગું છું.”મનોજ બાજપેયી હવે તેની આગામી ફિલ્મ ‘ગવર્નર’માં જોવા મળશે. ભારતના ૧૯૯૦ના આર્થિક સંકટની ઘટનાઓથી પ્રેરિત આ ફિલ્મ ૧૨ જૂને થિએટર્સમાં રિલીઝ થવાની છે.

