Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    22 જાન્યુઆરીનું પંચાંગ

    January 21, 2026

    22 જાન્યુઆરીનું રાશિફળ

    January 21, 2026

    22 જાન્યુઆરી, “વીરદાદા જશરાજ શોયઁ દિન”

    January 21, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • 22 જાન્યુઆરીનું પંચાંગ
    • 22 જાન્યુઆરીનું રાશિફળ
    • 22 જાન્યુઆરી, “વીરદાદા જશરાજ શોયઁ દિન”
    • વિર દાદા જશરાજ શૌર્ય ગીત
    • ભારતના રસ્તાઓ, વહીવટી બેદરકારી અને જવાબદારીનું સંકટ: વિકસિત ભારત સામે 2047 એક ગંભીર પડકાર?
    • તંત્રી લેખ…પોલીસ આધુનિકીકરણને ઝડપી બનાવવું જોઈએ
    • World Economic Forum, ૧૯-૨૩ જાન્યુઆરી, દાવોસ ૨૦૨૬
    • આંતરરાષ્ટ્રીય કાયદા, બહુપક્ષીય સંવાદ અને પર્યાવરણીય જવાબદારીને પ્રાથમિકતા આપીને વૈશ્વિક સહયોગનું નવું મોડેલ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, January 21
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»આંતરરાષ્ટ્રીય»Israel and America ની સંયુક્ત તાકાત સામે ઈરાન કેટલું ટકી શકશે?
    આંતરરાષ્ટ્રીય

    Israel and America ની સંયુક્ત તાકાત સામે ઈરાન કેટલું ટકી શકશે?

    Vikram RavalBy Vikram RavalJune 19, 2025No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Iran,તા.19

     ઈઝરાયલ અને અમેરિકાની સંયુક્ત શક્તિ સામે ઈરાન ટકી શકે તેમ નથી. અમેરિકા પાસે મિસાઈલ અને ફાઈટર જેટનો વિશાળ ભંડાર છે. બીજી તરફ, ઈરાન પાસે માત્ર થોડી જ મિસાઈલો બચી છે જે ભાગ્યે જ 2000 કિમીનું અંતર કાપી શકે છે. આવી સ્થિતિમાં, ઈરાન તેના નષ્ટ થયેલા એર ડિફેન્સ યુનિટ અને મર્યાદિત સંખ્યામાં ફાઈટર જેટ સાથે કેટલો સમય ટકી શકશે તે એક મોટો પ્રશ્ન છે.

    ઈરાન પર ઈઝરાયલની વાયુ સેનાની શક્તિ જ ભારે પડી રહી છે. ઈઝરાયલે પહેલાથી જ ઈરાનની હવાઈ સંરક્ષણ પ્રણાલી અને બેલિસ્ટિક મિસાઈલ લોન્ચર્સ નષ્ટ કરી દીધી છે. આવી સ્થિતિમાં, ઈરાન માટે અમેરિકા અને ઈઝરાયલ બંનેના હુમલાઓ રોકવા મુશ્કેલ બની શકે છે.

    ઈઝરાયલે તાજેતરમાં જ ન્યૂ જનરેશન મિસાઈલ લોન્ચ કરી હતી, જે સિઝલ-2 તરીકે ઓળખાય છે. બીજું ઈઝરાયલનું બંકર બસ્ટર પણ ચર્ચામાં છે. તેની મદદથી ઈઝરાયલ ઈરાનના અંતરિયાળ વિસ્તારોમાં ભૂગર્ભ અને પર્વતોની નીચે બનેલા સુરક્ષિત બંકરોમાં ચાલી રહેલા પરમાણુ પ્રોજેક્ટ નષ્ટ કરી શકે છે.

    ગ્લોબલ ફાયર પાવરના રિપોર્ટ મુજબ, અમેરિકાના 13,000 વિમાનો હંમેશા યુદ્ધ માટે તૈનાત હોય છે. તેમાં નોર્મલ ફાઇટર જેટથી માંડી કોમ્બેટ સ્પેશિયલ જેટ સમાવિષ્ટ છે. ઈઝરાયલ પાસે 611 ફાઇટર પ્લેન છે. ઈરાન પાસે કુલ 551 વિમાનો છે. અમેરિકા પાસે 1790 ફાઈટર પ્લેન છે, જ્યારે ઈરાન પાસે માત્ર 188 ફાઈટર પ્લેન છે. સ્પેશિયલ મિશન માટે અમેરિકા પાસે 647 કોમ્બેટ સ્પેશિયલ એરક્રાફ્ટ છે અને ઇઝરાયલ પાસે આવા 19 જેટ છે. જો આપણે ઈરાન વિશે વાત કરીએ તો, તેની પાસે સ્પેશિયલ મિશન માટે ફક્ત 10 જેટ છે. ઈઝરાયલ પાસે યુદ્ધ દરમિયાન પડકારજનક પરિસ્થિતિઓમાં કામગીરી કરવા માટે સમર્પિત સ્ટીલ્થ અને અન્ય અદ્યતન ટેકનોલોજીથી સજ્જ 38 ફાઇટર જેટ છે. જ્યારે અમેરિકા પાસે આવા 889 જેટ છે. આ બંનેની સરખામણીમાં, ઈરાન પાસે આવા ફક્ત 21 જેટ છે.

    ઈઝરાયલ અને અમેરિકાના મિલિટ્રી હેલિકોપ્ટરની ક્ષમતા સામે ઈરાન ટકી શકે તેમ નથી. ઈઝરાયલ પાસે હવાઈ હુમલા માટે સજ્જ 48 મિલિટ્રી હેલિકોપ્ટર છે. જ્યારે ઈરાન પાસે તેની સંખ્યા 13 છે. અમેરિકા પાસે 1002 હેલિકોપ્ટર છે. ઈરાનના કુલ મિલિટ્રી હેલિકોપ્ટરની સંખ્યા ઈઝરાયલ કરતાં પણ ઓછી છે. ઈરાન પાસે 128 કોમ્બેટ હેલિકોપ્ટર છે. જ્યારે ઈઝરાયલ પાસે 147 અને અમેરિકા પાસે 5843 કોમ્બેટ હેલિકોપ્ટર છે.

    ઈરાન પાસે માત્ર 2500 કિમી સુધીની મારક ક્ષમતા ધરાવતી મિસાઈલ છે. તેની પાસે નાની, મધ્યમ અને ઈન્ટર કોન્ટિનેન્ટલ અર્થાત મોટી રેન્જની અનેક બેલેસ્ટિક મિસાઈલ છે. ઈરાન પાસે સિઝલ-2 નામની એક મિસાઈલ છે. જેની રેન્જ 1500થી 2500 કિમી છે. ઈઝરાયલ પાસે જેરિકો-2 છે. જેની રેન્જ 1500-3500 કિમી છે. જ્યારે અમેરિકા પાસે D-5 ટ્રાઈડન્ટ જેવી મિસાઈલ છે. જેની રેન્જ 7400-12000 કિમી છે.

    અમેરિકા પાસે મિનટમેન-3 જેવી લાંબા અંતરની મિસાઈલો પણ છે. જેની રેન્જ 9650-13000 કિમી છે. ઈરાન પાસે સિઝલ-2થી વધુ રેન્જની કોઈ મિસાઈલ નથી. સિઝલ-2 ઈઝરાયલની જેરિકો-2નો સામનો કરી શકે નહીં. ઈઝરાયલની જેરિકો-2ની રેન્જ 4800-6500 કિમી છે.

    જો આપણે ટૂંકા અંતરની મિસાઇલોની વાત કરીએ તો, ઇરાન પાસે 150 થી 700 કિમીની રેન્જ ધરાવતી ઘણી મિસાઇલ છે. તેમાં ફતેહ-110, ફતેહ-313, સાહબ-1, સાહબ-2, ઝુલ્ફગાર જેવી મિસાઇલ સમાવિષ્ટ છે. આ ઉપરાંત, મધ્યમ-અંતરની સાહબ-3 પણ કાર્યરત છે, જેની રેન્જ 800-1200 કિમી છે. જો આપણે ઇઝરાયલ અને અમેરિકાની વાત કરીએ, તો તેમની પાસે ઘણી બધી ટૂંકી અને મધ્યમ-અંતરની મિસાઇલો છે.

    ક્રુઝ મિસાઇલની વાત કરીએ તો, ઇરાન પાસે KH-55 જેવી એરસ્ટ્રાઈક કરતી મિસાઇલો પણ છે, જે પરમાણુ શસ્ત્રોના વહન માટે સક્ષમ છે. યા-અલી જેવી જમીનથી લોન્ચ કરાયેલી ક્રુઝ મિસાઇલો પણ છે, જે 700 કિમી દૂરના લક્ષ્યોને નષ્ટ કરી શકે છે. લાંબા અંતરની ક્રુઝ મિસાઇલો પૈકી એક સુમેર છે, જેની રેન્જ 2000 કિમી સુધી છે. આ ઉપરાંત, ઇરાન પાસે રાડ જેવી એન્ટી-શિપ મિસાઇલો પણ છે, જે સમુદ્રથી હુમલાના કિસ્સામાં અસરકારક સાબિત થઈ શકે છે. આ ઉપરાંત, નસર-1 જેવી મિસાઇલ પણ છે, જે 3000 ટન સુધીના યુદ્ધજહાજો અથવા લક્ષ્યોને નષ્ટ કરવાનો દાવો કરે છે.

    Iran be able Israel and America
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    મુખ્ય સમાચાર

    Atal Pension Yojana ની મુદ્ત પાંચ વર્ષ વધારાઈ : લઘુ ઉદ્યોગો માટે વધુ રૂા.5000 કરોડની ફાળવણી

    January 21, 2026
    આંતરરાષ્ટ્રીય

    Greenland થી ઈરાન પર ટ્રમ્પના વિધાનોથી ટેન્શન વધ્યું

    January 21, 2026
    આંતરરાષ્ટ્રીય

    Air Force વનમાં ક્ષતિ સર્જાઈ : ટ્રમ્પ પરત ફર્યા

    January 21, 2026
    આંતરરાષ્ટ્રીય

    Davos માં વૈશ્વિક અર્થતંત્રને બદલે ગ્રીનલેન્ડ અને ગાઝા મુદે જામી પડી

    January 21, 2026
    આંતરરાષ્ટ્રીય

    Tariff અને Greenland ને સાંકળશો તો ભારે પડશે : અમેરિકાની ચેતવણી

    January 21, 2026
    રાષ્ટ્રીય

    કોપરે પણ આપ્યું બંપર રિટર્ન !! એલ્યુમીનીયમ – ઝીંક સહિત તમામ મેટલ `લાલચોળ’

    January 21, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    22 જાન્યુઆરીનું પંચાંગ

    January 21, 2026

    22 જાન્યુઆરીનું રાશિફળ

    January 21, 2026

    22 જાન્યુઆરી, “વીરદાદા જશરાજ શોયઁ દિન”

    January 21, 2026

    વિર દાદા જશરાજ શૌર્ય ગીત

    January 21, 2026

    ભારતના રસ્તાઓ, વહીવટી બેદરકારી અને જવાબદારીનું સંકટ: વિકસિત ભારત સામે 2047 એક ગંભીર પડકાર?

    January 21, 2026

    તંત્રી લેખ…પોલીસ આધુનિકીકરણને ઝડપી બનાવવું જોઈએ

    January 21, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    22 જાન્યુઆરીનું પંચાંગ

    January 21, 2026

    22 જાન્યુઆરીનું રાશિફળ

    January 21, 2026

    22 જાન્યુઆરી, “વીરદાદા જશરાજ શોયઁ દિન”

    January 21, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.