Islamabad,
સોમવારે દિલ્હીના લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન વધુ થયેલા બોમ્બ ધડાકામાં પાક.ની ભૂમિકા અંગે તપાસ ચાલુ છે તે સમયે જ ઈસ્લામાબાદમાં હાઈકોર્ટ પાસે જે બોમ્બ ધડાકો થયો અને 12 લોકોના મોત થયા.
તે બન્નેની પેટર્ન એક સમાન જ હોવાના સંકેત પાકના જાણીતા પત્રકાર તાહા સિદ્દીક એક ચોંકાવનારા ટવીટમાં દિલ્હી-ઈસ્લામાબાદ બન્ને બોમ્બ ધડાકામાં પાકના જેહાદી માનસીકતા ધરાવતા લશ્કરી જનરલોનું દિમાગ હોવાનો ચોંકાવનારો ખુલાસો કર્યો છે.
તેઓ લખે છે કે, બન્ને બ્લાસ્ટસ પાક. આર્મી જેને `અસ્કયામત’ ગણે છે. તેવા આત્મઘાતી બોમ્બર દ્વારા કરવામાં આવ્યા છે અને જયાં સુધી પાકીસ્તાની જનરલો ઈસ્લામીક ત્રાસવાદને હથિયાર તરીકે દેશ અને વિદેશની ધરતી પર ઉપયોગ કરવાનું બંધ નહી કે ત્યાં સુધી દક્ષિણ એશિયામાં શાંતિ સ્થાપવાનુ શકય નથી.

