Junagadh,તા.૯
વર્ષ ૨૦૦૭ના Junagadhના ચકચારી ’ચાંદની’ દુષ્કર્મ અને હત્યા કેસ (દાતાર કાંડ)ના મુખ્ય આરોપી મોહન હમીરને Junagadh પોલીસે ફિલ્મી ઢબે મુંબઇના બોરીવલી રેલ્વે સ્ટેશનથી ઝડપી પાડ્યો છે. ૨૦૧૧માં ૩૦ વર્ષની સજા પામેલો આ સાતિર ગુનેગાર જાન્યુઆરી ૨૦૨૫માં ૧૪ દિવસના પેરોલ મેળવીને જેલની બહાર આવ્યા બાદ ફરાર થઇ ગયો હતો.
છેલ્લા એક વર્ષથી વેશ પલટો કરી પોલીસને હંફાવતા આ આરોપીને પકડવા માટે Junagadh એલ.સી.બી.ના જવાનોએ મુંબઇમાં પાંચ દિવસ સુધી મજૂરનો વેશ ધારણ કરીને વોચ ગોઠવી હતી અને આખરે આરોપીને દબોચી રાજકોટ મધ્યસ્થ જેલ હવાલે કર્યો છે.વર્ષ ૨૦૦૭માં સમગ્ર જૂનાગઢને હચમચાવી નાખતી દુષ્કર્મ અને હત્યાની ઘટના દાતાર પર્વત પર બની હતી. વર્ષ ૨૦૦૭માં દાતાર પર્વત પર ફરવા માટે ગયેલી એક યુવતી અને તેની અન્ય એક બહેનપણીને મોહન હમીર અને તેની સાથે રહેલો મહેશ બળજબરીપૂર્વક જંગલમાં ખેંચી ગયા હતા અને દુષ્કર્મ ગુજાર્યું હતું.યુવતીની બહેનપણી આ બન્ને નરાધમોના કબજામાંથી છુટી જૂનાગઢ પહોંચી હતી. દુષ્કર્મ બાદ દાતાર પર્વત પર યુવતીની હત્યા કરી મોહન અને મહેશ નામના બન્ને હત્યારા ફરાર થઇ ગયા હતા. વર્ષ ૨૦૦૭માં જૂનાગઢમાં ઘટેલી આ ઘટનાએ સમગ્ર દેશમાં ભારે ચકચાર મચાવી હતી. પોલીસે બન્ને આરોપીઓને પકડવા માટે અભિયાન શરૂ કર્યું હતું જેમાં જૂનાગઢ પોલીસને બન્ને હત્યારાઓને પકડવામાં સફળતા મળી હતી.
૨૦૦૭ના દુષ્કર્મ અને હત્યા જેવા ગંભીર ગુનામાં જૂનાગઢના પાંચમા એડિશનલ સેશન્સ જજ દ્વારા વર્ષ ૨૦૧૧માં બન્ને આરોપીઓ મોહન અને મહેશને ૩૦ વર્ષની સજા અને ૨૯ હજારનો દંડ ફટકારી રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે મોકલી દેવામાં આવ્યા હતા. ૨૨ જાન્યુઆરી ૨૦૨૫ સુધી હત્યાના બન્ને આરોપીઓ સજા કાપતા હતા. ૨૨ જાન્યુઆરી ૨૦૨૫ના દિવસે મોહન હમીરને ૧૪ દિવસના પેરોલ મળતા તે રાજકોટ મધ્યસ્થ જેલમાંથી બહાર આવ્યો હતો. ૫ ફેબ્રુઆરી ૨૦૨૫ના દિવસે પેરોલ પુરા થતા મોહનને રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે હાજર થવાનું હતું પરંતુ તે ફરાર થઇ ગયો હતો.
એક વર્ષથી પેરોલ જમ્પ કરી ફરાર આરોપી મોહન હમીરને પકડવા માટે પોલીસે તપાસ હાથ ધરી હતી. જૂનાગઢ લોકલ ક્રાઇમ બ્રાન્ચના છજીૈં ઉમેશ વેગડાને બાતમી મળી હતી કે મોહન હમીર સુરત-મુંબઇના બોરીવલી રેલવે સ્ટેશન પર વેશ પલટો કરી ફરી રહ્યો છે. આ બાતમીના આધારે જૂનાગઢ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ સુરત, બોરીવલી રેલવે સ્ટેશન પર તપાસ હાથ ધરી હતી.
આ દરમિયાન મુંબઇના બોરીવલી રેલવે સ્ટેશન પર મોહન હમીરની પાકી વિગતો મળતા તપાસમાં ગયેલા છજીૈં ઉમેશ વેગડાએ મજૂરનો વેશ ધારણ કરી સતત પાંચ દિવસ સુધી બોરીલવી રેલવે સ્ટેશન નજીક જાપ્તો ગોઠવ્યો હતો. આ દરમિયાન મોહન હમીર છુપાવેસમાં રહેલા પોલીસના જવાનોના હાથે ચઢી જતા પોલીસે તેને પકડી જૂનાગઢ લોકલ ક્રાઇમ બ્રાન્ચ લાવી હતી. અહીંથી તેને સીધો રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે સોપવામાં આવ્યો હતો.

