Velavadar તા.૨૩
જાણીતા સાહિત્યકાર(વાર્તાકાર, ગઝલકાર, અનુવાદક, સંપાદક, સંશોધક , વિવેચક અને નિબંધકાર ), શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી, વિંઝોલના નિવૃત્ત પ્રોફેસર, ગુજરાતી વિભાગના કોઓર્ડિનેટર, એકેડેમિક એડવાઈઝર, એ.સી. મેમ્બર , આચાર્ય અને કોલમ લેખક ડૉ. કુમાર જૈમિનિ શાસ્ત્રીના ૨૦૨૦માં પ્રકાશિત વિવેચનસંગ્રહ ’કાવ્ય સત્ર’ ને ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી વિવેચન માટે પ્રતિ વર્ષ આપવામાં આવતું ’રમણલાલ જોશી પારિતોષિક ’ એનાયત કરવાનું જાહેર થયું છે. આ પૂર્વે આ જ સંગ્રહને ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર તરફથી વિવેચન માટેનો એવોર્ડ એનાયત થઈ ચૂક્યો છે. કુમાર જૈમિનિ શાસ્ત્રીને સાહિત્ય, શિક્ષણ અને સામાજિક સેવામાં નોંધપાત્ર યોગદાન બદલ આજ સુધી પાંત્રીસ એવોર્ડ અને સન્માન એનાયત કરવામાં આવ્યાં છે. વિવિધ સ્વરૂપોમાં તેમનાં ત્રીસ ઉપરાંત પુસ્તકો પ્રગટ થઈ ચૂક્યાં છે. તેઓશ્રી રોટરી ક્લબ, સંસ્કાર ભારતી, અન્નપૂર્ણા ટ્રસ્ટ, કુમાર આટ્ર્સ ફાઉન્ડેશન જેવી નામાંકિત સંસ્થાઓમાં તેમની સેવાઓ આપી રહ્યા છે. ભાષા, સાહિત્ય અને સંશોધન ક્ષેત્રે તેમણે સાતત્યપૂર્ણ પ્રદાન કર્યું છે.

