Mumbai,તા.14
કાજોલે લગ્નની પણ એક્સપાયરી ડેટ હોવી જોઈએ તેવું કહીને વિવાદ છેડયો છે. તેણે જણાવ્યું હતું કે લગ્નમાં પણ એક્સપાયરી ડેટ અને રિન્યૂઅલના વિકલ્પો હોવા જોઈએ. અન્યથા બે લોકો નાહકના લાંબા સમય સુધી સંતાપ વેઠયા કરતા હોય છે. કાજોલ અને ટ્વિંકલના એક ચેટ શોમાં વિક્કી કૌશલ અને ક્રિતી સેનન સાથેના સંવાદમાં કાજોલે આ પ્રમાણે જણાવ્યું હતું. જોકે, ટ્વિંકલે તેની સાથે અસંમત થતાં કહ્યું હતું કે લગ્ન એ કોઈ વોશિંગ મશીન નથી કે તેની એક્સપાયરી ડેટ હોય. કાજોલનાં આ ઉચ્ચારણો અંગે નેટ યૂઝર્સ બે ભાગમાં વહેંચાઈ ગયા હતા. કેટલાક લોકોએ તેને બોલ્ડ સ્ટેટમેન્ટ માટે વધાવી હતી તો કેટલાકે કાજોલ તેના શોની પબ્લિસિટી માટે જાણીજોઈને આવાં વિધાનો કરે છે તેમ કહ્યું હતું.

