Morbi,તા.14
રંગપર ગામની સીમમાં આવેલ ફેકટરીમાં રહીને કામ કરતી ૨૨ વર્ષીય પરિણીતાએ કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ લેતા મોત થયું છે બનાવ મામલે તાલુકા પોલીસે વધુ તપાસ ચલાવી છે
મૂળ ઝારખંડના વતની અને હાલ રંગપર ગામની સીમમાં પાવડીયારી કેનાલ પાસે આવેલ સનવીસ સિરામિકમાં કામ કરતા સીનીબેન અજયભાઈ નાયક (ઉ.વ.૨૨) નામની પરિણીતાએ ગત તા. ૧૩ ના રોજ પોતાના લેબર ક્વાર્ટરમાં કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો મોરબી તાલુકા પોલીસે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે આપઘાતના બનાવની નોંધ કરી કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે