Morbi,તા.08
આજે પૂજ્ય જલારામ બાપની ૨૨૫ ની જન્મજયંતી નિમિતે મોરબી જલારામ મંદિર ખાતે ધાર્મિક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મહિલા કંડકટરના હસ્તે કેક કટિંગ કરી મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપ્યું હતું શ્રી જલારામ મંદિર ખાતે મહા આરતી, મહાપ્રસાદ સહિતના કાર્યક્રમ યોજાયા હતા
ઉપરાંત સાંજે ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી શ્રી જલારામ જયંતી શોભાયાત્રા સમિતિ મોરબી દ્વારા શોભાયાત્રા યોજવામાં આવી હતી જે શોભાયાત્રા શહેરના મુખ્યમાર્ગો પર ફરી હતી વિવિધ સ્થળોએ શોભાયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ સાંજે બાપા સીતારામ ચોક ખાતે કલાકારો દેવ ભટ્ટ, વૈભવી શાહ, નીરવ રાયચુરા અને ઇન્ડિયન આઇડોલ ફેઈમ ચિન્ટુ ઉસ્તાદની ઓરકેસ્ટ્રા સાથે લાઈવ પ્રોગ્રામ, સંતો મહંતોના હસ્તે મહાઆરતી, કેક કટિંગ તેમજ આતશબાજી સહિતના કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા શોભાયાત્રામાં બાળકોએ રામ દરબાર, શિવ દરબાર, પુ. જલારામ બાપા અને વીરબાઈ માનો વેશ ધારણ કરી આકર્ષણ જમાવ્યું હતું

