Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    16 એપ્રિલ નું પંચાંગ

    April 15, 2026

    16 એપ્રિલ નું રાશિફળ

    April 15, 2026

    મધ્ય પૂર્વમાં તણાવને કારણે ગેસની અછત આગામી ૩-૪ વર્ષ સુધી રહી શકે છે

    April 15, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • 16 એપ્રિલ નું પંચાંગ
    • 16 એપ્રિલ નું રાશિફળ
    • મધ્ય પૂર્વમાં તણાવને કારણે ગેસની અછત આગામી ૩-૪ વર્ષ સુધી રહી શકે છે
    • સમ્રાટ ચૌધરીએ બિહારના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા
    • Maloney એ નેતન્યાહુને ફટકો આપ્યો, ઇઝરાયલ સાથેના સંરક્ષણ કરારનો અંત લાવ્યો
    • Canada માં કાર્નેના હવે ૧૭૪ સભ્યો છેઃ સંસદમાં તેમનું સ્થાન મજબૂત થતાં એક મોટો નિર્ણય લેવામાં આવ્યો
    • Trump સંકેત આપ્યો છે કે પાકિસ્તાનમાં અમેરિકા અને ઈરાન વચ્ચે વાતચીત ફરી શરૂ થઈ શકે છે
    • પાકિસ્તાનની એક હોસ્પિટલમાં સિરીંજનો વારંવાર ઉપયોગ કરવાથી ૩૦૦ થી વધુ બાળકો HIV માટે પોઝિટિવ આવ્યા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, April 16
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»Narmada Dam : સિઝનમા પ્રથમવાર 5 દરવાજા ખોલાયા
    ગુજરાત

    Narmada Dam : સિઝનમા પ્રથમવાર 5 દરવાજા ખોલાયા

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJuly 31, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Gandhinagar તા.31
    ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં સતત વધારાને પગલે આજે (31 જુલાઇ) સિઝનમાં પહેલીવાર ડેમના પાંચ દરવાજા ખોલી દેવામાં આવ્યા છે. હાલમાં ડેમની જળસપાટી 131 મીટરને પાર કરી ગઈ છે. જે ઓવરફ્લોથી માત્ર 7 મીટર દૂર છે.

    ઉલ્લેખનીય છે કે, ઉપરવાસમાં થયેલા ભારે વરસાદ અને પાણીની સતત આવકને કારણે ડેમ એની કુલ સંગ્રહ ક્ષમતાના 70 ટકા કરતાં વધુ ભરાઈ ગયો છે, જેના પગલે એને ’વોર્નિંગ સ્ટેજ’ પર મૂકી દેવામાં આવ્યો છે અને તંત્ર સંપૂર્ણપણે એલર્ટ છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નર્મદા નદીના કાંઠાના વિસ્તારો, જેવા કે વડોદરા, ભરૂચ અને નર્મદા જિલ્લાના ગામોને એલર્ટ કરાયાં છે.

    સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં ધરખમ વધારો સરદાર સરોવરના ઉપરવાસના કેચેમેન્ટ વિસ્તારમાં સતત ભારે વરસાદ વરસી રહ્યો છે. આ ઉપરાંત મધ્યપ્રદેશના ઓમકારેશ્વર ડેમના 19 દરવાજા 2.39 મીટર સુધી ખોલીને 30 જુલાઈના રોજ સાંજે 5 કલાકે 4,40,965 ક્યૂસેક પાણી છોડવામાં આવ્યું હતું. આ વિશાળ જળરાશિ રાત્રિ દરમિયાન સરદાર સરોવર નર્મદા ડેમમાં પહોંચતાં એની સપાટીમાં નોંધપાત્ર વધારો થયો છે.

    ઉપરવાસથી સતત આવતા પાણીના પ્રવાહને કારણે જ ડેમના ગેટ ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હાલ પ્રથમ તબક્કામાં 50,000 ક્યૂસેક પાણી છોડવામાં આવી રહ્યું છે અને જરૂરિયાત મુજબ આ જાવકમાં વધારો થઈ શકે છે.

    જળસપાટી વધીને 131 મીટરને પાર હાલમાં નર્મદા ડેમની જળસપાટી સતત વધી રહી છે. 12 કલાકમાં જ ડેમની સપાટીમાં 2 મીટરનો વધારો નોંધાયો છે. ડેમના ઉપરવાસમાંથી 2,23,789 ક્યૂસેક પાણીની આવક થઈ રહી છે, જેની સામે નર્મદા નદીમાં સતત પાણી છોડવામાં આવી રહ્યું છે. પાણીની આવક જાવક કરતાં વધુ હોવાથી નર્મદા ડેમની જળસપાટી દર કલાકે ધીરે ધીરે વધી રહી છે.

     

    Gandhinagar Gandhinagar NEWS
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkot લોધિકાના માખાવડ ગામે ફાર્મ હાઉસમાંથી રૂા.૧૧.૧૬ લાખના દારૂ સાથે એક પકડાયો

    April 15, 2026
    રાજકોટ

    Rajkot યુઘ્ધને રોકવા ભારત મઘ્યસ્થી કરે : ચેમ્બરની વડાપ્રધાનને રજૂઆત

    April 15, 2026
    અમદાવાદ

    Adani Mundra Port સર્જ્યો નેશનલ રેકોર્ડ: એક જ જહાજમાં ૬,૦૦૮ કારની નિકાસ

    April 15, 2026
    અમદાવાદ

    Ahmedabad માં એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજની હોસ્ટેલમાં છતનો સ્લેબ તૂટ્યો, એક ઈજાગ્રસ્ત

    April 15, 2026
    રાજકોટ

    Rajkot સતત ત્રીજા દિવસે રાજ્યનું સૌથી ગરમ શહેર : 42 ડિગ્રી તાપમાન

    April 15, 2026
    મોરબી

    Morbi જાહેરમાં જુગાર રમતા 5 શખ્સો પકડાયા

    April 15, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    16 એપ્રિલ નું પંચાંગ

    April 15, 2026

    16 એપ્રિલ નું રાશિફળ

    April 15, 2026

    મધ્ય પૂર્વમાં તણાવને કારણે ગેસની અછત આગામી ૩-૪ વર્ષ સુધી રહી શકે છે

    April 15, 2026

    સમ્રાટ ચૌધરીએ બિહારના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા

    April 15, 2026

    Maloney એ નેતન્યાહુને ફટકો આપ્યો, ઇઝરાયલ સાથેના સંરક્ષણ કરારનો અંત લાવ્યો

    April 15, 2026

    Canada માં કાર્નેના હવે ૧૭૪ સભ્યો છેઃ સંસદમાં તેમનું સ્થાન મજબૂત થતાં એક મોટો નિર્ણય લેવામાં આવ્યો

    April 15, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    16 એપ્રિલ નું પંચાંગ

    April 15, 2026

    16 એપ્રિલ નું રાશિફળ

    April 15, 2026

    મધ્ય પૂર્વમાં તણાવને કારણે ગેસની અછત આગામી ૩-૪ વર્ષ સુધી રહી શકે છે

    April 15, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.