Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajkot: પોલીસને હંફાવવા હવે ગુનેગારો દ્વારા વર્ચ્યુઅલ નંબરનો ઉપયોગ

    July 18, 2025

    BJP શાસિત ન.પા.એ ‘આપ’ના MLA પાસે અબજોનાં કામ માંગ્યા

    July 18, 2025

    Rajkot: લગ્નની લાલચ આપી પરિણીતા સાથે અવાર-નવાર દૂષ્કર્મ, આરોપી ઝડપાયો

    July 18, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajkot: પોલીસને હંફાવવા હવે ગુનેગારો દ્વારા વર્ચ્યુઅલ નંબરનો ઉપયોગ
    • BJP શાસિત ન.પા.એ ‘આપ’ના MLA પાસે અબજોનાં કામ માંગ્યા
    • Rajkot: લગ્નની લાલચ આપી પરિણીતા સાથે અવાર-નવાર દૂષ્કર્મ, આરોપી ઝડપાયો
    • TRP ગેમઝોન અગ્નિકાંડના તમામ 15આરોપીઓ સામે આરોપો ઘડાયા
    • જ્યારે બુમરાહ રમે છે, ત્યારે ભારતીય ટીમ મેચ હારે છે: David Lloyd
    • Small Savings Schemes માં રોકાણ કરનારાઓ ધ્યાન રાખજો, નહીંતર એકાઉન્ટ્સ થશે ફ્રીઝ
    • ‘છેલ્લા 10 વર્ષથી મારા બનેવીને પરેશાન કરી રહી છે સરકાર’, Rahul Gandhi નું નિવેદન
    • AAP Leaders On ED’s Radar,મની લોન્ડરિંગના ત્રણ નવા કેસ દાખલ, કરોડોની હેરફેરનો આરોપ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, July 18
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»વ્યાપાર»Nifty Futures ૨૫૦૦૮ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!
    વ્યાપાર

    Nifty Futures ૨૫૦૦૮ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!

    Vikram RavalBy Vikram RavalJune 17, 2025No Comments6 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૭.૦૬.૨૦૨૫ ના રોજ…

    બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૧૭૯૬ સામે ૮૧૮૬૯ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૮૧૪૨૭ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ ૪૬૩ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૨૧૨ પોઈન્ટના ઘટાડા સાથે ૮૧૫૮૩ પોઈન્ટ બંધ થયેલ..!!!

    નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૪૯૯૬ સામે ૨૪૯૯૬ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૪૮૩૯ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૧૬૪ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૨૭ પોઈન્ટના ઘટાડા સાથે ૨૪૮૬૮ પોઈન્ટ બંધ થયેલ..!!!

    સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

    આજે સપ્તાહના બીજા કારોબારી દિવસે ભારતીય શેરબજારમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો, ઈરાન-ઈઝરાયેલ વચ્ચે યુદ્ધની સ્થિતિ રોજબરોજ વકરી રહી હોઈ આ યુદ્ધ મહાયુદ્ધમાં પરિણમવાની અને વિશ્વને ત્રીજા વિશ્વ યુદ્ધમાં ધકેલવાનું જોખમ વધતા તેની અસર ભારતીય શેરબજાર પર જોવા મળી હતી. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ યુદ્ધમાં સમાધાન થવાનું નિવેદન આપતાં અને જી-૭ દેશોની કેનેડામાં યોજાઈ રહેલી મીટિંગ પણ વિશ્વ શાંતિ કેન્દ્રિત બની રહેવાની અપેક્ષાએ સપ્તાહની શરૂઆતમાં તેજીનો ટ્રેન્ડ જોવા મળ્યો હતો પરંતુ જીઓપોલિટીકલ ટેન્શન વધવાની સાથે આજે ફરી વોલેટીલિટી જોવા મળી.

    આજે ભારતીય શેરબજારમાં ઘટાડો થવાનું મુખ્ય કારણ વિશ્વભરના નકારાત્મક સંકેતો છે. જેમ કે, વિદેશી રોકાણકારો દ્વારા મોટા પ્રમાણમાં વેચવાલી, અમેરિકા અને ચીન વચ્ચેનો વેપાર સંઘર્ષ હજુ પણ અસ્પષ્ટ હોવાને લીધે વૈશ્વિક બજારમાં જોવા મળતી અનિશ્ચિતતા તેમજ મિડલ ઈસ્ટમાં પણ તણાવ વધતાં ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો થયો, જેનાથી ભારતમાં ઇન્ફ્લેશન વધવાની આશંકા છે જે ભારત માટે નુકસાનકારક છે. રોકાણકારો હવે આગામી દિવસોમાં રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાની નીતિ, મોંઘવારીના આંકડા અને વૈશ્વિક બજારના નવા સંકેતોની રાહ જોઈ રહ્યાં છે.

    કરન્સી માર્કેટની વાત કરીએ તો, ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે યુદ્વ ખતરનાક સ્વરૂપ ધારણ કરી રહ્યું હોઈ પરમાણું યુદ્વના વધતા ખતરાં સાથે ત્રીજા વિશ્વ યુદ્વના પણ સતત ભણકારાં વચ્ચે આજે વૈશ્વિક ડોલર ઇન્ડેક્સમાં મજબૂતી આવતા ભારતીય રૂપિયો અમેરિકન ડોલર સામે થોડો નબળો પડ્યો હતો, જયારે ક્રૂડ ઓઇલના ભાવમાં ઉછાળો નોંધાયો હતો.

    સેક્ટર મુવમેન્ટ… બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૫૬% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૬૭% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર ફોકસ્ડ આઈટી, આઈટી અને ટેક શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા.

    બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૧૧૮ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૪૮૨ અને વધનારની સંખ્યા ૧૪૯૭ રહી હતી, ૧૩૯ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૯ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૦ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

    એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં ટેક મહિન્દ્રા ૧.૩૩%, ઇન્ફોસિસ લિ. ૧.૦૧%, એશિયન પેઈન્ટ ૦.૯૩%, ટીસીએસ લિ. ૦.૫૭%, એનટીપીસી લિ. ૦.૪૮%, મારુતિ સુઝુકી ૦.૪૮%, એચસીએલ ટેકનોલોજી ૦.૪૧%, હિન્દુસ્તાન યુનીલીવર ૦.૧૩%, પાવર ગ્રીડ કોર્પોરેશન ૦.૧૨% અને એકસિસ બેન્ક ૦.૦૯% વધ્યા હતા, જયારે સન ફાર્મા ૨.૧૮%, ઝોમેટો લિ. ૧.૯૨%, ટાટા મોટર્સ ૧.૭૦%, બજાજ ફાઈનાન્સ ૧.૫૮%, ઇન્ડસઇન્ડ બેન્ક ૧.૪૦%, બજાજ ફિનસર્વ ૧.૨૮%, નેસ્લે ઇન્ડિયા ૧.૨૮%, ટાટા સ્ટીલ ૦.૯૭% અને ટાઈટન કંપની લિ. ૦.૮૮% ઘટ્યા હતા.

    બજારની ભાવિ દિશા…. મિત્રો, ઈઝરાયેલ દ્વારા ઈરાનના પરમાણું અને લશ્કરી મથકો પર મોટાપાયે લશ્કરી કાર્યવાહી શરૂ કર્યા બાદ વિશ્વ બજારમાં ક્રુડ ઓઈલના ભાવોમાં ૭% થી ૮%નો ઉછાળો નોંધાતા, હવે જે.પી.મોર્ગને ચેતવણી આપી છે કે, જો મધ્ય પૂર્વમાં જીઓપોલિટીકલ ટેન્શન વધુ વધશે તો ઓઈલના ભાવ પ્રતિ બેરલ ૧૨૦ ડોલર સુધી વધી શકે છે. વર્તમાન ભાવ પહેલાથી જ સૌથી ખરાબ જીઓપોલિટીકલ પરિસ્થિતિની શકયતાએ ૭% થી ૮%નો ઉછાળો દર્શાવે છે, જેમાં ઈરાનનો ઓઈલ પુરવઠો વિશ્વ બજારમાં મોટા પ્રમાણમાં ખોરવાઈ જવાના સંજોગોમાં ભાવમાં ઉછાળો જોવાઈ શકે છે.

    આ દરમિયાન અત્યારે ક્રુડ ઓઈલના ભાવોમાં જોવાઈ રહેલી તેજીથી વૈશ્વિક ઓઈલ પુરવઠાની સ્થિતિ પર ખાસ અસર નહીં થવાની નિષ્ણાંતો શકયતા બતાવી રહ્યા છે. પરંતુ જો ઈરાન-ઈઝરાયેલ યુદ્ધ મિડલ ઈસ્ટમાં વધુ દેશોમાં ફેલાવાના અને અમેરિકા સહિતને ઈરાનની ચેતવણીને જોતાં જો અમેરિકા યુદ્ધમાં ઈઝરાયેલના પક્ષમાં સીધું ઉતરી આવશે તો યુદ્ધ વકરવાના અને ક્રુડ ઓઈલનો પુરવઠો ખોરવાય એવી શકયતા રહેશે.

    તા.૧૮.૦૬.૨૦૨૫ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે…

    • તા.૧૭.૦૬.૨૦૨૫ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૨૪૮૬૮ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૨૪૭૩૭ પોઈન્ટના પ્રથમ અને ૨૪૬૭૬ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૨૪૯૦૯ પોઈન્ટ થી ૨૪૯૭૯ પોઈન્ટ આસપાસ અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચર ૨૫૦૦૮ પોઈન્ટ નજીક સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી જોઇએ….!!!

    હવે જોઈએ સ્ટોક સ્પેસિફિક રેન્જ મૂવમેન્ટ

    • એસીસી લિ. ( ૧૮૫૭ ) :- સિમેન્ટ સેકટરની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૮૨૩ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૮૦૮ ના સ્ટોપલોસથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૮૭૩ થી રૂ.૧૮૮૦ નો આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૮૯૪ ઉપર તેજી તરફી ધ્યાન…!!
    • એસબીઆઈ લાઈફ ( ૧૮૦૨ ) :- રૂ.૧૭૭૩ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૭૬૦ ના સ્ટ્રોંગ સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૮૨૮ થી રૂ.૧૮૩૩ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે…!!
    • સન ફાર્મા ( ૧૬૫૨ ) :- રૂ.૧૬૨૬ નો પ્રથમ તેમજ રૂ.૧૬૦૬ બીજા સ્ટ્રોંગ સપોર્ટથી ફાર્મા સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૬૬૭ થી રૂ.૧૬૮૦ આસપાસ તેજી તરફી રુખ નોંધાવે તેવી શક્યતા છે…!!
    • ઈન્ફોસીસ લિ. ( ૧૬૩૮ ) :- કમ્પ્યુટર્સ – સોફ્ટવેર એન્ડ કન્સલ્ટિંગ સેક્ટરનો આ સ્ટોક ટ્રેડીંગલક્ષી રૂ.૧૬૫૩ થી રૂ.૧૬૬૦ ના ભાવ સપાટીની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૧૬૦૬ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
    • અદાણી પોર્ટ્સ ( ૧૩૯૧ ) :- રૂ.૦૨ ની ફેસવેલ્યુ ધરાવતા પોર્ટ એન્ડ પોર્ટ સર્વિસ સેક્ટરનો ફન્ડામેન્ટલ આ સ્ટોક રૂ.૧૩૬૦ નાં સ્ટોપલોસને ધ્યાને લઈ તેજી તરફી રૂ.૧૪૦૪ થી ૧૪૧૪ આસપાસ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
    • લુપિન લિ. ( ૧૯૪૦ ) :- ફાર્મા સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૯૭૪ આસપાસ વેચવાલી થકી રૂ.૧૯૧૯ થી રૂ.૧૯૦૯ ના નીચા મથાળે ભાવ સપાટીની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૯૯૦ નો સ્ટોપલોસ ખાસ ધ્યાને લેવો..!!
    • ઓબેરોય રિયલ્ટી ( ૧૮૯૩ ) :- રૂ.૧૯૧૩ આસપાસ ઓવરબોટ પોઝિશનની શક્યતાએ આ સ્ટોક રૂ.૧૯૨૦ ના સ્ટોપલોસે તબક્કાવાર રૂ.૧૮૭૪ થી રૂ.૧૮૬૦ નો ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૯૩૪ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
    • ટાટા કોમ્યુનિકેશન્સ ( ૧૬૮૦ ) :- ટેલિકોમ – સેલ્યુલર અને ફિક્સ્ડ લાઇન સર્વિસ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૭૨૦ આસપાસનાં સ્ટોપલોસથી પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૬૫૭ થી રૂ.૧૬૪૦ ના ભાવની આસપાસ રેન્જ બાઉન્ડ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
    • હેવેલ્સ ઈન્ડિયા ( ૧૫૨૪ ) :- કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૫૪૭ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૪૯૭ થી રૂ.૧૪૮૪ ના ભાવ સપાટી આસપાસ ટ્રેડીંગ રેન્જ ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૫૬૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
    • રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ( ૧૪૩૩ ) :- રૂ.૧૪૭૪ આસપાસ ઓવરબોટ પોઝીશન સ્થિતિ નોંધાવતા આ સ્ટોક રૂ.૧૪૮૦ ના સ્ટોપલોસે આ સ્ટોક રૂ.૧૪૦૪ થી રૂ.૧૩૮૮ નો ભાવ આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૪૯૪ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

    ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.inને આધીન…!!!

    Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing / trading, mentioned on www.nikhilbhatt.in

    BSE Sensex Indian Stock Market Nifty futures
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    Small Savings Schemes માં રોકાણ કરનારાઓ ધ્યાન રાખજો, નહીંતર એકાઉન્ટ્સ થશે ફ્રીઝ

    July 18, 2025
    રાષ્ટ્રીય

    Gold માં 6 માસમાં 26 ટકા રિટર્ન : ડિસેમ્બર સુધીમાં ભાવ વધુ 15 ટકા વધશે

    July 18, 2025
    વ્યાપાર

    Adani Ports: સ્વર્ણિમ ભારતના ઉદય માટે માળખાગત સુવિધાઓ સંપન્ન

    July 17, 2025
    વ્યાપાર

    જૂન મહિનામાં અદાણી ગ્રુપમાં મ્યુચ્યુઅલ ફંડ્સે રૂ. 2,800 કરોડથી વધુનું રોકાણ કર્યું

    July 17, 2025
    વ્યાપાર

    Nifty Futures૨૫૦૦૭ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!

    July 17, 2025
    Uncategorized

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    July 17, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Rajkot: પોલીસને હંફાવવા હવે ગુનેગારો દ્વારા વર્ચ્યુઅલ નંબરનો ઉપયોગ

    July 18, 2025

    BJP શાસિત ન.પા.એ ‘આપ’ના MLA પાસે અબજોનાં કામ માંગ્યા

    July 18, 2025

    Rajkot: લગ્નની લાલચ આપી પરિણીતા સાથે અવાર-નવાર દૂષ્કર્મ, આરોપી ઝડપાયો

    July 18, 2025

    TRP ગેમઝોન અગ્નિકાંડના તમામ 15આરોપીઓ સામે આરોપો ઘડાયા

    July 18, 2025

    જ્યારે બુમરાહ રમે છે, ત્યારે ભારતીય ટીમ મેચ હારે છે: David Lloyd

    July 18, 2025

    Small Savings Schemes માં રોકાણ કરનારાઓ ધ્યાન રાખજો, નહીંતર એકાઉન્ટ્સ થશે ફ્રીઝ

    July 18, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajkot: પોલીસને હંફાવવા હવે ગુનેગારો દ્વારા વર્ચ્યુઅલ નંબરનો ઉપયોગ

    July 18, 2025

    BJP શાસિત ન.પા.એ ‘આપ’ના MLA પાસે અબજોનાં કામ માંગ્યા

    July 18, 2025

    Rajkot: લગ્નની લાલચ આપી પરિણીતા સાથે અવાર-નવાર દૂષ્કર્મ, આરોપી ઝડપાયો

    July 18, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.