Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Junagadh: ઓનલાઈન ડિલીવરી કરતી કંપનીના કર્મચારીએ 13 ફોન ચોરી લીધા

    July 18, 2025

    Rajkot: પોલીસને હંફાવવા હવે ગુનેગારો દ્વારા વર્ચ્યુઅલ નંબરનો ઉપયોગ

    July 18, 2025

    BJP શાસિત ન.પા.એ ‘આપ’ના MLA પાસે અબજોનાં કામ માંગ્યા

    July 18, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Junagadh: ઓનલાઈન ડિલીવરી કરતી કંપનીના કર્મચારીએ 13 ફોન ચોરી લીધા
    • Rajkot: પોલીસને હંફાવવા હવે ગુનેગારો દ્વારા વર્ચ્યુઅલ નંબરનો ઉપયોગ
    • BJP શાસિત ન.પા.એ ‘આપ’ના MLA પાસે અબજોનાં કામ માંગ્યા
    • Rajkot: લગ્નની લાલચ આપી પરિણીતા સાથે અવાર-નવાર દૂષ્કર્મ, આરોપી ઝડપાયો
    • TRP ગેમઝોન અગ્નિકાંડના તમામ 15આરોપીઓ સામે આરોપો ઘડાયા
    • જ્યારે બુમરાહ રમે છે, ત્યારે ભારતીય ટીમ મેચ હારે છે: David Lloyd
    • Small Savings Schemes માં રોકાણ કરનારાઓ ધ્યાન રાખજો, નહીંતર એકાઉન્ટ્સ થશે ફ્રીઝ
    • ‘છેલ્લા 10 વર્ષથી મારા બનેવીને પરેશાન કરી રહી છે સરકાર’, Rahul Gandhi નું નિવેદન
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, July 18
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»વ્યાપાર»Nifty Futures ૨૫૦૮૮ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!
    વ્યાપાર

    Nifty Futures ૨૫૦૮૮ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!

    Vikram RavalBy Vikram RavalJune 12, 2025No Comments6 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૨.૦૬.૨૦૨૫ ના રોજ…

    બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૨૫૧૫ સામે ૮૨૫૭૧ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૮૧૫૨૩ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ ૧૧૩૮ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૮૨૩ પોઈન્ટના ઘટાડા સાથે ૮૧૬૯૧ પોઈન્ટ બંધ થયેલ..!!!

    નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૫૨૧૧ સામે ૨૫૨૧૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૪૯૦૧ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૩૫૯ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૨૭૪ પોઈન્ટના ઘટાડા સાથે ૨૪૯૩૭ પોઈન્ટ બંધ થયેલ..!!!

    સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

    ચાઈનાએ યુરોપમાં રેર અર્થની નિકાસને મંજૂરી આપી હોવા સાથે ભારતમાં કેસ બેઝ્ડ મંજૂરીના આપેલા સંકેત છતાં હજુ અનિશ્ચિતતા કાયમ રહી હોવાની સાથે અમેરિકા અને ચીન વચ્ચે વેપાર સંબંધી સ્પષ્ટતા ન મળતા આજે સપ્તાહના ચોથા કારોબારી દિવસે ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ રહ્યું હતું. યુ.એસ. અને ચીન વચ્ચેના વેપાર સોદા અંગે અનિશ્ચિતતા, તેમજ મિડલ ઈસ્ટમાં વધી રહેલા જીઓપોલિટિકલ તણાવના કારણે વૈશ્વિક બજારમાં નકારાત્મક અસર જોવા મળી હતી, જેની અસર ભારતીય બજાર પર પણ થઇ હતી.

    ગત સપ્તાહમાં રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ રેપો રેટમાં અપેક્ષાથી વધુ ૦.૫%નો અને સીઆરઆરમાં ૧% ઘટાડો કરવાનો નિર્ણય લેતાં અને સામાન્ય કરતાં ચોમાસું સારૂ રહેવાના અંદાજોએ ફુગાવો પણ અંકુશમાં રહેવાની શકયતાએ આર્થિક વિકાસને વેગ આપવા પર રહેવાની ધારણાએ આજે ભારતીય શેરબજાર ઉછાળા સાથે કારોબાર કરી રહ્યું હતું, જો કે અંતિમ સેશનમાં ફંડો દ્વારા ઉછાળે નફારૂપી વેચવાલી નોંધાતા તમામ ઉછાળો ધોવાયો હતો અને ભારતીય શેરબજાર સામાન્ય ઘટાડા સાથે બંધ રહ્યું હતું.

    સેક્ટર મુવમેન્ટ… બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૫૨% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૩૮% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર પાવર, યુટિલિટી, ઓઈલ એન્ડ ગેસ, રિયલ્ટી, ઇન્ડસ્ટ્રીયલ્સ, કેપિટલ ગુડ્સ, એનર્જી, ઓટો, કંઝ્યુમર ડિસ્ક્રીશનરી, મેટલ અને સર્વિસીસ શેરોમાં ભારે વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ પણ ઘટાડા સાથે બંધ રહ્યા હતા.

    બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૧૫૧ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૭૨૯ અને વધનારની સંખ્યા ૧૨૮૨ રહી હતી, ૧૪૦ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૧૧ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૭ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

    એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં માત્ર બજાજ ફિનસર્વ ૦.૭૩%, એશિયન પેઈન્ટ ૦.૪૩% અને ટેક મહિન્દ્રા ૦.૩૬% વધ્યા હતા, જયારે ટાટા મોટર્સ ૨.૮૯%, ટાઈટન લિ. ૨.૫૨%, ઝોમાટો લિ. ૨.૨૮%, પાવરગ્રીડ કોર્પોરેશન ૨.૨૫%, ટાટા સ્ટીલ ૨.૨૪%, લાર્સન લિ. ૨.૨૦%, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ૨.૦૯% અને હિન્દુસ્તાન યુનિલીવર ૧.૭૬% ઘટ્યા હતા.

    બજારની ભાવિ દિશા…. મિત્રો, ભારતીય શેરબજારમાં તાજેતરની ઉથલપાથલ છતા એંકદરે સારી તેજી જોવા મળી છે અને વૈશ્વિક મંચ પર પોતાની પકડ વધુ મજબૂત કરી છે. માર્ચ, ૨૦૨૫ની શરૂઆતથી ભારતમાં લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપિટલાઇઝેશન લગભગ ૧ ટ્રિલિયન ડોલર વધીને ૫.૩૩ ટ્રિલિયન ડોલરના રેકોર્ડ સ્તરે પહોંચ્યું છે એટલે કે લગભગ ૩ જ મહિનામાં ૧ લાખ કરોડ ડોલરનો વધારો જોવા મળ્યો છે. ભારતીય માર્કેટની ૨૧%ની આ વૃદ્ધિ વિશ્વના ટોચના ૧૦ શેરબજારોમાં સૌથી ઝડપી છે. આ શાનદાર પ્રદર્શન સાથે ભારત અમેરિકા અને ચીન જેવા વિશાળ બજારોને પાછળ છોડીને વિશ્વનું સૌથી ઝડપથી વિકસતું શેરબજાર બન્યું છે.

    ભારત હાલમાં માર્કેટ કેપની દ્રષ્ટિએ અમેરિકા, ચીન, જાપાન અને હોંગકોંગ પછી વૈશ્વિક સ્તરે પાંચમું સૌથી મોટું બજાર છે. માર્ચથી અત્યાર સુધી ભારતના બેન્ચમાર્ક સૂચકાંકો, સેન્સેક્સ અને નિફ્ટીમાં ૧૨.૫% અને ૧૩.૫%નો વધારો થયો છે, જ્યારે મિડકેપ અને સ્મોલકેપ સૂચકાંકો અનુક્રમે ૨૦% અને ૨૬%થી વધુ વધ્યા છે. ભારતીય શેરબજારની આ તેજીથી રોકાણકારોને બમ્પર કમાણી થઈ છે. જોકે, આ મજબૂત તેજીથી વેલ્યુએશન ફરી એકવાર મોંઘું થયું છે, જે ચિંતાનો વિષય છે. વૈશ્વિક સ્તરે ભારત પછી, જર્મનીના બજારમાં બીજો સૌથી મોટો વધારો નોંધાયો છે. વિશ્વના સૌથી મોટા ઇક્વિટી બજાર, યુનાઇટેડ સ્ટેટ્સના માર્કેટની કેપિટલાઈઝેશનમાં લગભગ ૨.૪% ની વૃદ્ધિ નોંધાઈ છે, જ્યારે બીજા ક્રમના સૌથી મોટા ચીનમાં ૨.૭% નો વધારો જોવા મળ્યો હતો.

    તા.૧૩.૦૬.૨૦૨૫ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે…

    • તા.૧૨.૦૬.૨૦૨૫ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૨૪૯૩૭ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૨૫૦૮૮ પોઈન્ટના પ્રથમ અને ૨૫૨૦૨ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૨૪૮૦૮ પોઈન્ટ થી ૨૪૭૩૭ પોઈન્ટ આસપાસ અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચર ૨૫૦૮૮ પોઈન્ટ નજીક સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી જોઇએ….!!!

    હવે જોઈએ સ્ટોક સ્પેસિફિક રેન્જ મૂવમેન્ટ

    • સિપ્લા લિ. ( ૧૫૦૭ ) :- ફાર્મા સેકટરની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૪૭૪ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૪૬૦ ના સ્ટોપલોસથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૫૩૩ થી રૂ.૧૫૪૦ નો આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૫૪૭ ઉપર તેજી તરફી ધ્યાન…!!
    • રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ( ૧૪૪૨ ) :- રૂ.૧૪૨૪ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૪૦૮ ના સ્ટ્રોંગ સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૪૫૭ થી રૂ.૧૪૬૪ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે…!!
    • આઈસીઆઈસીઆઈ બેન્ક ( ૧૪૨૮ ) :- રૂ.૧૩૯૪ નો પ્રથમ તેમજ રૂ.૧૩૮૦ બીજા સ્ટ્રોંગ સપોર્ટથી પ્રાઇવેટ બેન્ક સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૪૪૪ થી રૂ.૧૪૫૦ આસપાસ તેજી તરફી રુખ નોંધાવે તેવી શક્યતા છે…!!
    • વોલ્ટાસ લિ. ( ૧૨૭૬ ) :- હાઉસહોલ્ડ એપ્લાયેન્સીસ સેક્ટરનો આ સ્ટોક ટ્રેડીંગલક્ષી રૂ.૧૨૯૪ થી રૂ.૧૩૦૩ ના ભાવ સપાટીની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૧૨૦૮ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
    • અદાણી ગ્રીન ( ૧૦૧૪ ) :- રૂ.૧૦ ની ફેસવેલ્યુ ધરાવતા પાવર જનરેશન સેક્ટરનો ફન્ડામેન્ટલ આ સ્ટોક રૂ.૯૭૦ નાં સ્ટોપલોસને ધ્યાને લઈ તેજી તરફી રૂ.૧૦૩૫ થી ૧૦૫૦ આસપાસ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
    • ટેક મહિન્દ્ર ( ૧૬૪૬ ) :- કમ્પ્યુટર્સ – સોફ્ટવેર એન્ડ કન્સલ્ટિંગ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૬૭૭ આસપાસ વેચવાલી થકી રૂ.૧૬૨૬ થી રૂ.૧૬૦૮ ના નીચા મથાળે ભાવ સપાટીની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૬૯૪ નો સ્ટોપલોસ ખાસ ધ્યાને લેવો..!!
    • ઈન્ફોસિસ લિ. ( ૧૬૦૫ ) :- રૂ.૧૬૨૮ આસપાસ ઓવરબોટ પોઝિશનની શક્યતાએ આ સ્ટોક રૂ.૧૬૩૪ ના સ્ટોપલોસે તબક્કાવાર રૂ.૧૫૮૮ થી રૂ.૧૫૭૪ નો ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૬૪૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
    • હેવેલ્સ ઈન્ડિયા ( ૧૫૫૨ ) :- કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૫૯૦ આસપાસનાં સ્ટોપલોસથી પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૫૩૩ થી રૂ.૧૫૧૭ ના ભાવની આસપાસ રેન્જ બાઉન્ડ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
    • ગોદરેજ કન્ઝ્યુમર ( ૧૨૦૨ ) :- પર્સનલ કેર સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૨૩૩ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૧૮૮ થી રૂ.૧૧૭૪ ના ભાવ સપાટી આસપાસ ટ્રેડીંગ રેન્જ ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૨૪૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
    • જેએસડબલ્યુ સ્ટીલ ( ૯૯૭ ) :- રૂ.૧૦૩૩ આસપાસ ઓવરબોટ પોઝીશન સ્થિતિ નોંધાવતા આ સ્ટોક રૂ.૧૦૪૦ ના સ્ટોપલોસે આ સ્ટોક રૂ.૯૮૦ થી રૂ.૯૬૪ નો ભાવ આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૦૪૭ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

    ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.inને આધીન…!!!

    Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing / trading, mentioned on www.nikhilbhatt.in

    BSE Sensex Indian Stock Market Nifty futures
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    Small Savings Schemes માં રોકાણ કરનારાઓ ધ્યાન રાખજો, નહીંતર એકાઉન્ટ્સ થશે ફ્રીઝ

    July 18, 2025
    રાષ્ટ્રીય

    Gold માં 6 માસમાં 26 ટકા રિટર્ન : ડિસેમ્બર સુધીમાં ભાવ વધુ 15 ટકા વધશે

    July 18, 2025
    વ્યાપાર

    Adani Ports: સ્વર્ણિમ ભારતના ઉદય માટે માળખાગત સુવિધાઓ સંપન્ન

    July 17, 2025
    વ્યાપાર

    જૂન મહિનામાં અદાણી ગ્રુપમાં મ્યુચ્યુઅલ ફંડ્સે રૂ. 2,800 કરોડથી વધુનું રોકાણ કર્યું

    July 17, 2025
    વ્યાપાર

    Nifty Futures૨૫૦૦૭ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!

    July 17, 2025
    Uncategorized

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    July 17, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Junagadh: ઓનલાઈન ડિલીવરી કરતી કંપનીના કર્મચારીએ 13 ફોન ચોરી લીધા

    July 18, 2025

    Rajkot: પોલીસને હંફાવવા હવે ગુનેગારો દ્વારા વર્ચ્યુઅલ નંબરનો ઉપયોગ

    July 18, 2025

    BJP શાસિત ન.પા.એ ‘આપ’ના MLA પાસે અબજોનાં કામ માંગ્યા

    July 18, 2025

    Rajkot: લગ્નની લાલચ આપી પરિણીતા સાથે અવાર-નવાર દૂષ્કર્મ, આરોપી ઝડપાયો

    July 18, 2025

    TRP ગેમઝોન અગ્નિકાંડના તમામ 15આરોપીઓ સામે આરોપો ઘડાયા

    July 18, 2025

    જ્યારે બુમરાહ રમે છે, ત્યારે ભારતીય ટીમ મેચ હારે છે: David Lloyd

    July 18, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Junagadh: ઓનલાઈન ડિલીવરી કરતી કંપનીના કર્મચારીએ 13 ફોન ચોરી લીધા

    July 18, 2025

    Rajkot: પોલીસને હંફાવવા હવે ગુનેગારો દ્વારા વર્ચ્યુઅલ નંબરનો ઉપયોગ

    July 18, 2025

    BJP શાસિત ન.પા.એ ‘આપ’ના MLA પાસે અબજોનાં કામ માંગ્યા

    July 18, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.