New Delhi, તા.13
યુપીઆઇ વ્યવહારોના આધારે નાના વેપારીઓને જીએસટી નોટીસોનો વિવાદ ભરપુર ચગ્યા બાદ સરકારે એવી ચોખવટ કરી છે કે વેપારીઓને યુપીઆઇ વ્યવહારોના આધારે કોઇ નોટીસ આપવામાં આવી નથી.
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સિતારામને સંસદમાં કહયું હતું કે, સેન્ટ્રલ જીએસટી દ્વારા યુપીઆઇ ટ્રાન્ઝેકશનના આધારે કોઇ નોટીસ ઇશ્યુ કરવામાં આવી નથી. કર્ણાટકમાં નાના વેપારીઓ-સ્ટ્રીટ વેન્ડરને નોટીસોથી ગત મહીને જબરો ઉહાપોહ થયો હતો.
નાના વેપારીઓએ યુપીઆઇ મારફત પેમેન્ટ સ્વકારવાનું બંધ કરી દીધું હતું. અને માત્ર રોકડ વ્યવહાર જ કરવાનું જાહેર કયું હતું. ગુજરાત સહીતના રાજયોમાં પણ તેના પડઘા પડવા લાગ્યા હતાં.
કેન્દ્રીય નાણામંત્રીએ કર્ણાટકનો જીએસટી કામગીરીનો રીપોર્ટ પણ રજુ કર્યો હતો. નાણાંકીય વર્ષ ર0ર4-રપમાં કર્ણાટકમાં જીએસટી ચોરીના 1રપ4 કેસ પકડાતા આ 39પ77 કરોડની જીએસટી ચોરીનો ખુલાસો થયો હતો. આગલા વર્ષે 7ર0ર કરોડની તથા ર0રર-ર3માં 9પ9 કેસોમાં રપ839 કરોડની જીએસટી ચોરી પકડાઇ હતી.
નાના વેપારીઓ તથા સ્ટ્રીટ વેન્ડરોને જીએસટી વિભાગ તરફથી હજારો નોટીસ ઇશ્યુ કરવાના દાવા સાથે ઉહાપોહ થયો હતો. નોટીસમાં વેપારીઓને જીએસટી રજીસ્ટ્રેશન નહીં કરાવીને કાયદાનો ભંગ કરવાનું કહેવાયું હતું.
આ વેપારીઓને યુપીઆઇ કે પીઓએસ મશીન મારફત રૂ.ર0 લાખ કે 40 લાખથી વધુના પેમેન્ટ થયાં હોવાથી જીએસટીના દાયરામાં આવી જતા હોવાનું કહેવાયું હતું.
જીએસટી નોટીસના ઘટનાક્રમ બાદ સેંકડો નાના વેપારીઓએ માત્ર રોકડામાં જ વ્યવહાર કરવાનું શરૂ કરી દીધું હતું. ટેકસ વિભાગની તવાઇના ડર હેઠળ યુપીઆઇ મારફત પેમેન્ટ સ્વકારવાનું બંધ કરી દીધું હતું. બે મહિના પુર્વે જીએસટી વિભાગ દ્વારા અધીકારીઓને સુચના આપીને ટેકસથી છટકવાના ઇરાદા જ રોકડ વ્યવહાર કરતા ક્ષેત્રોના વેપારીઓની તલાશ કરવાની સુચના આપી હતી.
જીએસટી કાયદા પ્રમાણે નાના વેપારીઓનું વાર્ષિક ટર્નઓવર 40 લાખથી વધુ હોય તો જીએસટી રજીસ્ટ્રેશન ફરજીયાત છે. ડીજીટલ યુગમાં ઓનલાઇન વ્યવહારનો ટ્રેન્ડ વધતો રહયો છે. નાના વેપારીઓને પણ યુપીઆઇથી પેમેન્ટ થતાં હોવાથી ટેકસી એજન્સીઓને ઘ્યાને આવી જવાનું સ્પષ્ટ છે.
લોકસભામાં ભાજપના સાંસદોએ નોટીસનો પ્રશ્ન ઉઠાવ્યો હતો. એવો પણ પેટાપ્રશ્ન ઉઠાવ્યો હતો કે નિયમની છટકબારીથી ટેકસચોરી થાય છે કે કેમ ? તેનો જવાબ પણ નાણામંત્રીએ નકારમાં આપ્યો હતો.

