ફિલ્મોનાં વ્યસ્ત શીડ્યુલમાં તરત જ પાછા ફરવાને બદલે, તેણે ક્રિએટિવ ફિલ્ડમાં નવા વિકલ્પો અજમાવ્યા છે
Mumbai તા.૯
એક્ટર અને સિંગર Parineeti Chopraએ એક નવા મ્યુઝિકલ પ્રોજેક્ટની ઝલક આપી છે અને તેમાંથી તે પોતાની વધુ એક અલગ સફર શરૂ કરવાની હોય એવો અંદાજ આવે છે. તાજેતરમાં તેણે પોતાના સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરીને જણાવ્યું હતું કે બહુ જલદી તેનું એક આધ્યાત્મિક ગીત આવશે અને આ વાતથી તેનાં ફૅન્સની પણ ઉત્સુકતા વધી હતી.
તેણે પોતાના સોશિયલ મીડિયા પર આ ગીતનું એક ટીઝર પણ શેર કર્યું હતું અને એવો સંકેત પણ આપ્યો હતો કે આ કોઇ આધ્યાત્મિક ગીત હશે. આ ટીઝર શેર કરતા તેણે લખ્યું હતું, “એક પ્રાર્થના, એક વિનંતિ. બહુ જલ્દી આવશે!”આ પોસ્ટ પર તેનાં ઘણા ફૅન્સે ઉત્સુકતા અને ખુશીથી કમેન્ટ્સ લખી હતી. આ પહેલાં પરિણીતિ કેટલાક રિયાલિટી શોમાં અને એવોર્ડ શોમાં પોતાની સિંગિંગ ટેલેન્ટ બતાવી ચુકી છે.
છેલ્લે આવેલી તેની ફિલ્મ ‘અમરસિંહ ચમકિલા’માં પણ તે એક ગાયકનો રોલ કરી રહી હતી. આ ઉપરાંત તેની ફિલ્મો સંદીપ ઔર પિંકી ફરાર અને હસી તો ફસી જેવી ફિલ્મોમાં તેના અભિનયના વખાણ થયા છે.Parineeti Chopraના વ્યક્તિગત અને વ્યાવસાયિક જીવનના એક મહત્વપૂર્ણ તબક્કા દરમિયાન તેનું આ આધ્યાત્મિક ગીત આવી રહ્યું છે. ઑક્ટોબર ૨૦૨૫માં તેણે અને તેનાં પતિ, રાજકારણી રાઘવ ચઢ્ઢાએ તેમનાં પ્રથમ સંતાનનું સ્વાગત કર્યું હતું.
તેમના ઘરે પુત્રનો જન્મ થયો હતો, જેને નીર નામ આપવામાં આવ્યું છે. ત્યારથી Parineeti Chopra માતૃત્વની જવાબદારીઓ નિભાવતાં નિભાવતાં ધીમે ધીમે પોતાનાં કામ તરફ પણ પરત ફરી રહી છે.ફિલ્મોનાં વ્યસ્ત શીડ્યુલમાં તરત જ પાછા ફરવાને બદલે, તેણે ક્રિએટિવ ફિલ્ડમાં નવા વિકલ્પો અજમાવ્યા છે. તાજેતરમાં તેણે પોતાનો ડિજિટલ ટોક શો મોમ ટોક્સ વિથ Parineeti Chopra શરૂ કર્યો છે, જેમાં તે જાણીતાં સેલિબ્રિટી માતા-પિતાઓ સાથે બાળકોનાં ઉછેર અને વ્યક્તિગત તેમજ વ્યાવસાયિક જીવન વચ્ચે સંતુલન જાળવવાની વાસ્તવિકતાઓ અંગે નિખાલસ ચર્ચા કરે છે.

