Morbi તા 1
મોરબી કંડલા બાયપાસ ઉપરથી પસાર થતી રીક્ષાને રોકીને એલસીબીની ટીમે ચેક કરી હતી ત્યારે તે રિક્ષામાં ચોરખાનું બનાવીને દારૂની હેરફેરી કરવામાં આવતી હોવાનું સામે આવ્યું હતું જેથી પોલીસે 96 બોટલ દારૂ તેમજ બે રિક્ષા અને બે મોબાઈલ ફોન મળીને 2,39,600 ના મુદામાલ સાથે એક આરોપીની પકડવામાં આવેલ છે અને નાશી ગયેલા બે આરોપી સહિત તપાસમાં જેના નામ સામે આવે તેને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરી છે.
મોરબીના કંડલા બાયપાસ રોડ જુની આરટીઓ કચેરી પાસેથી બે રિક્ષા પસાર થઈ રહી હતી જેને રોકવા માટેનો એલસીબીની ટીમે પ્રયાસ કર્યો હતો ત્યારે એક રિક્ષામાં બેઠેલા બે શખ્સો વાહન છોડીને નાસી ગયા હતા જો કે, પોલીસે ઓટો રીક્ષા નં. જીજે 20 વી 1204 વાળીમાં જઈ રહેલા શખ્સને પકડીને તેની રિક્ષાને ચેક કરી હતી.
ત્યારે તે રિક્ષામાં ચોર ખાનું બનાવીને તેમાં દારૂની હેરફેરી કરવામાં આવતી હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને પોલીસે દારૂની અલગ-અલગ બ્રાંડની સીલ પેક 96 બોટલો મળી આવી હતી જેથી કરીને 1,29,600 નો દારૂ કબ્જે કર્યો હતો.
વધુમાં પોલીસ પાસેથી મળેલ માહિતી મુજબ દારૂ ભરેલ રિક્ષાનું બીજી રિક્ષા નં. જીજે 03 બીએક્સ 8216 વાળીમાં બેઠેલા બંને શખ્સો દ્વારા પાયલોટિંગ કરવામાં આવતું હતું અને તે બંને શખ્સ તેની રિક્ષાને છોડીને નાસી ગયા હતા જેથી પોલીસે હાલમાં દારૂ તેમજ બે રિક્ષા અને બે મોબાઈલ ફોન મળીને 2,39,600 ના મુદામાલ સાથે આરોપી સુરજ રાજેશભાઇ તીવારી (21) રહે. માર્કેટીંગ યાર્ડ, સરકારી કવાટર્સમાં રાજકોટ મુળ રહે. અકબુરપુર તાલુકા અયોધ્યા યુ.પી. વાળાની ધરપકડ કરી છે.
અને પોલીસને જોઈને નાસી ગયેલ શખ્સમાં રિક્ષા ચાલક મુન્નાભાઇ પલીત મુસ્લીમ રહે. રાજકોટ અને રિક્ષામાં બેઠેલ શખ્સ શાહરૂખ રહે. રાજકોટ વાળાનું નામ સામે આવ્યું છે જેથી કરીને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ત્રણ શખ્સોની સામે નામ જોગ તેમજ તપાસમાં જેના નામ સામે આવે તે શખ્સોને પકડવા માટે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

