Junagadh તા.14
જુનાગઢ ક્રાઈમ બ્રાન્ચે ગઈકાલે વહેલી સવારે જુનાગઢ દોલતપરા વિસ્તારમાંથી સ્વીફટ કારમાંથી વિદેશી દારૂની 1968 નાની બોટલ કિંમત રૂા.6,01,200નો પકડી પાડયો હતો.
એક મોબાઈલ-કાર સહિત કુલ રૂા.6,81,200નો મુદામાલ કબ્જે કર્યો હતો. રેડ દરમ્યાન ચાર આરોપીઓ નાસી છુટયા હતા. દોલતપરા કિરીટનગર ખાતે ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે ત્રાટકી સ્વીફટકાર નં. જી.જે.03 કે.સી. 1551ને રોકી ચેક કરતાં વિદેશી દારૂની નાની બોટલ 1968 કીંમત રૂા.6,01,200 મોબાઈલ એક રૂા.30000, કારની કિંમત રૂા.50,000 મળી કુલ રૂા.1,81,200નો મુદામાલ કબ્જે કર્યો હતો .
જયારે રેડ દરમ્યાન આરોપીઓ રમેશ ઉર્ફે શેકી ભારાઈ રહે.જુનાગઢ ગીરનાર દરવાજા, સુનીલ ભારાઈ રે. ગીરનાર દરવાજા જુનાગઢ, કરણ ઉર્ફે કલીયો રે. મધુરમ જુનાગઢ અને લખના ઉર્ફે ઈચ્છુડા રે. માણાવદરવાળાઓ હાથ લાગ્યા હતા. એ ડીવીઝન પોલીસમાં ગુન્હો નોંધાવતા જેની તપાસ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઈન્સ્પેકટર તરીકે ગઢવીએ તપાસ હાથ ધરી છે.

