ટ્રક અને 719 બોટલ દારૂ મળી રૂપિયા ૧૧.૫૫ લાખના મુદ્દામાલ સાથે શાપર વેરાવળના શખ્સની ધરપકડ, ત્રણ ફરાર
Dhari,તા.12
ધારી તાલુકાના મોટી ગરમલી ગામે વિદેશી દારૂના કટીંગ વેળાએ ચલાલા પોલીસે દરોડો પાડી 1.55લાખની કિંમતના 719 બોટલ વિદેશી દારૂ સાથે એક શખ્સની ધરપકડ કરી છે પોલીસે દારૂ અને વાહન મળી રૂપિયા 11.95 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે પોલીસે નાશી છૂટેલા ત્રણ શખ્સોની શોધખોળ હાથ ધરી છે. વધુ વિગત મુજબ તારી તાલુકાના મોટી ગરમલી ગામે તારો નંબર દીધો હતો 14 ઝેડ 56 70 નંબર ના ટ્રકમાંથી વિદેશી દારૂનું કટીંગ થતું હોવાની ઇન્ચાર્જ પીઆઈ આર જી ચૌહાણ ને મળેલી બાતમીના આધારે સ્ટાફે શિવરાજભાઈ કામળિયા, ભગીરથભાઈ ધાધલ અને રમેશભાઈ વાળાએ દરોડો પાડતા નાશ ભાગ મચી ગઈ હતી. પોલીસે ટ્રકમાંથી રૂપિયા 1.55 લાખની કિંમતના 719 બોટલ વિદેશી દારૂ સાથે શાપર વેરાવળ ના ભાવેશ મનસુખ દવેરા ને ઝડપી લે પોલીસે દારૂ અને ટ્રક મળીશ રૂપિયા 11.55 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે ઝડપાયેલા ભાવેશ મનસુખ દેવરાએ દરોડા દરમિયાન નાસી છૂટેલા બાબરાના બાલા મનુ કામળીયા, લીલીયાના કિશન સુરેશ દવે અને ઢસા ના વિરાજ પ્રવીણચંદ્ર રાણાની ખુલતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે.