Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    16 એપ્રિલ નું પંચાંગ

    April 15, 2026

    16 એપ્રિલ નું રાશિફળ

    April 15, 2026

    મધ્ય પૂર્વમાં તણાવને કારણે ગેસની અછત આગામી ૩-૪ વર્ષ સુધી રહી શકે છે

    April 15, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • 16 એપ્રિલ નું પંચાંગ
    • 16 એપ્રિલ નું રાશિફળ
    • મધ્ય પૂર્વમાં તણાવને કારણે ગેસની અછત આગામી ૩-૪ વર્ષ સુધી રહી શકે છે
    • સમ્રાટ ચૌધરીએ બિહારના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા
    • Maloney એ નેતન્યાહુને ફટકો આપ્યો, ઇઝરાયલ સાથેના સંરક્ષણ કરારનો અંત લાવ્યો
    • Canada માં કાર્નેના હવે ૧૭૪ સભ્યો છેઃ સંસદમાં તેમનું સ્થાન મજબૂત થતાં એક મોટો નિર્ણય લેવામાં આવ્યો
    • Trump સંકેત આપ્યો છે કે પાકિસ્તાનમાં અમેરિકા અને ઈરાન વચ્ચે વાતચીત ફરી શરૂ થઈ શકે છે
    • પાકિસ્તાનની એક હોસ્પિટલમાં સિરીંજનો વારંવાર ઉપયોગ કરવાથી ૩૦૦ થી વધુ બાળકો HIV માટે પોઝિટિવ આવ્યા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, April 16
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»જામનગર»Jamnagar માં જન્માષ્ટમીએ સાર્વજનિક શોભાયાત્રા: ઠેર ઠેર મટકીફોડ
    જામનગર

    Jamnagar માં જન્માષ્ટમીએ સાર્વજનિક શોભાયાત્રા: ઠેર ઠેર મટકીફોડ

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraAugust 14, 2025No Comments5 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Jamnagar તા.14
    છોટીકાશી ગણાતા જામનગરમાં ભગવાન શ્રીકૃષ્ણના જન્મના વધામણા કરવા માટે સૌ કોઈ અધીરા બન્યા છે અને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. છેલ્લા 18 વર્ષથી નીકળતી શ્રીકૃષ્ણ જન્માષ્ટમીની સાર્વજનિક શોભાયાત્રા પ્રતિવર્ષની માફક આ 19માં વર્ષે વિશિષ્ટ આયોજન સાથે નીકળવાની છે. તે પૂર્વે ખીજડા મંદિર ખાતે શ્રીકૃષ્ણ જન્માષ્ટમી સાર્વજનિક શોભાયાત્રા સમિતિ દ્વારા બેઠકોમાં શોભાયાત્રાનું સંકલન કરવામાં આવ્યું છે.

    આ સાર્વજનિક કાર્યમાં મોટી સંખ્યામાં વિવિધ સંસ્થાઓના અગ્રણીઓ, ભાઈઓ અને બહેનો પણ ઉપસ્થિત રહ્યા હતા. આ વર્ષે અત્યાર સુધીમાં 25 જેટલા ફ્લોટ્સો સાર્વજનિક શોભાયાત્રામાં જોડાનાર છે .

    અને ઠેર ઠેર હવાઈ ચોકથી લઇ સમગ્ર રૂટ દરમિયાન મટકી ફોડ અને સ્વાગતના પણ વિવિધ આયોજનો કરવામાં આવ્યા છે. જામનગરમાં છેલ્લા દોઢ મહિનાથી જન્માષ્ટમીની સાર્વજનિક શોભાયાત્રા માટે તમામ સંસ્થાઓ અને અગ્રણીઓ સાથે ભારે ઉત્સાહથી તડામાર તૈયારીઓ કરવામાં આવી હતી. જન્માષ્ટમીની ઘડીયો ગણાય રહી છે ત્યારે શ્રીકૃષ્ણના જન્મના વધામણા કરવા માટે સાર્વજનિક શોભાયાત્રાના સુચારુ આયોજન માટે શ્રી 5 નવતનપુરી ધામ, ખીજડા મંદિર ખાતે આચાર્યશ્રી 108 કૃષ્ણમણિજી મહારાજની નિશ્રામાં અનેક બેઠકોમાં જન્માષ્ટમી શોભાયાત્રાનું સંકલન કરવામાં આવ્યું છે .

    જામનગરમાં નીકળી રહેલી 19મી શ્રીકૃષ્ણ જન્માષ્ટમી ની સાર્વજનિક શોભાયાત્રા અનુસંધાને પૂજ્ય કૃષ્ણમણીજી મહારાજે ભક્તિ સાથે સ્વયંભૂ કૃષ્ણમયી બની ભાવપૂર્વક આ શોભાયાત્રામાં લોકોને જોડાવા આહવાન કર્યું છે. અને સમયસર લોકોએ પણ શોભાયાત્રા પ્રારંભે જોડાઈ અને સમયનો પણ ખાસ ધ્યાન રાખવા ભાર મૂક્યો હતો.

    જામનગર શહેરમાં 19માં વર્ષે નીકળી રહેલી શોભાયાત્રા ને લઈને 18થી વધુ જગ્યાઓએ જાહેર સ્થળો ઉપર શ્રી કૃષ્ણ જનમાષ્ટમી સાર્વજનિક શોભાયાત્રા માટે ધાર્મિક, સામાજિક અને રાજકીય આગેવાનો-અગ્રણીઓના આહવાન કરતા બેનરો લાગ્યા છે આ ઉપરાંત ગાગીયા એન્ડ સન્સના ભાવેશભાઈ ગાગીયા (બાદશાહ ભાઈ) ના સહયોગથી 15,000 થી વધુ સ્ટીકરો પણ સૌ પ્રથમ વખત લગાવી બહોળો પ્રચાર પ્રસાર પણ થયો છે. જેને લઇને ખુશી વ્યક્ત કરી સૌ દાતા અને સૌજન્ય આપનાર લોકોને પણ ધન્યવાદ આપી સાધુવાદ પાઠવ્યા હતા.

    જામનગરમાં સતત 18 વર્ષથી નીકળી રહેલી શોભાયાત્રા આ વર્ષે 19માં વર્ષમાં પ્રવેશ કરી રહી છે જેના માટે શ્રીકૃષ્ણ જન્માષ્ટમી સાર્વજનિક શોભાયાત્રા સમિતિના કોર સમિતિના દિલીપભાઈ આશર, કિંજલભાઈ કારસરીયા, ભરતભાઈ ડાંગરિયા, ભીમશીભાઇ પિઠીયા, કિશનભાઇ વસરા સહિતના અનેક સંસ્થાઓના પ્રતિનિધિઓ દ્વારા સંકલન કરી આ વર્ષે નીકળનારી શોભાયાત્રા માટે જહેમત ઉઠાવવામાં આવી રહી છે.

    અને નક્કી થયા મુજબ આગામી 16 ઓગસ્ટ, 2025ના સોમવારે સવારે 8:30 કલાકે શ્રીકૃષ્ણ જન્માષ્ટમીના અવસરે શ્રીકૃષ્ણ જન્માષ્ટમી ની સાર્વજનિક શોભાયાત્રાના ખાસ તૈયાર કરાયેલા મુખ્ય રથમાં ભગવાન શ્રીકૃષ્ણની પ્રતિમાની શાસ્ત્રોત વિધિથી ઉપસ્થિત સંતો મહંતો અને અગ્રણીઓ દ્વારા પૂજા અર્ચના કરાવી પ્રસ્થાન કરવામાં આવશે. અને ખીજડા મંદિરથી શોભાયાત્રા નું વિધિવત પ્રસ્થાન થયા બાદ હવાઈ ચોકમાં ધર્મ ધજા લહેરાવી મટકી ફોડ બાદ આ શોભાયાત્રા 25 જેટલા વિવિધ ધાર્મિક ફ્લોટસ સાથે જામનગરના રાજમાર્ગો પર પ્રસ્થાન કરશે.

    જામનગરમાં નીકળી રહેલી 19મી શ્રીકૃષ્ણ જન્માષ્ટમીની સાર્વજનિક શોભાયાત્રામાં શ્રી 5 નવતનપુરી ધામ-ખીજડા મંદિર ટ્રસ્ટ, શ્રી આણદાબાવા સેવા સંસ્થા, મોટી હવેલી- વ્રજ વલ્લભ સોશિયલ ગ્રુપ, શ્રી ગાયત્રી શક્તિ પીઠ, ખોડલધામ, વિશ્વ હિન્દુ પરિષદ – બજરંગ દળ, ઓમ યુવક મંડળ, વિરાટ બજરંગદળ, પ્રણામી ગ્લોબલ સ્કૂલ, હેમંતભાઈ રામભાઈ માડમ મેમોરિયલ ટ્રસ્ટ, હરિદાસ (બાબુભાઈ) જીવણદાસ લાલ ચેરીટેબલ ટ્રસ્ટ, લેઉવા પટેલ સેવા સમાજ, સ્વામી વિવેકાનંદ ક્રેડિટ કો ઓપરેટીવ સોસાયટી, શ્રી માઁ દર્શન ગૌશાળા, આહીર સમાજ, શ્રી ભાગ્યલક્ષ્મી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ (હકુભા), ઋષિરાજ એન્ટરપ્રાઇઝ (પ્રદીપસિંહ વાળા) સહિતની સંસ્થાઓ પ્રતિનિધિઓ દ્વારા પોતાના ધાર્મિક ફ્લોટસો સાથે શોભાયાત્રામાં જોડાઈ રહ્યા છે.

    શ્રી કૃષ્ણ જન્માષ્ટમીની સાર્વજનિક શોભાયાત્રા ખીજડા મંદિર ખાતેથી પ્રસ્થાન કરશે તે પૂર્વે સંતો મહંતોના આશીર્વાદ મેળવ્યા બાદ હવાઈ ચોક પહોંચશે જ્યાં ધર્મ ધજા લહેરાવશે અને હવાઈ ચોક મિત્ર મંડળના મનીષભાઈ કનખરા અને તેની ટીમ દ્વારા સ્વાગત કરી મટકી ફોડ  કરવામાં આવશે. ત્યાંથી ચાકડા મંદિર પીપળેશ્વર મિત્ર મંડળ દ્વારા મટકી ફોડ કરાશે, ત્યાંથી સેન્ટ્રલ બેન્ક વિસ્તારમાં વિશ્વ હિન્દુ પરિષદ – બજરંગ દળ દ્વારા મટકી ફોડ કરાશે.

    ત્યાંથી બર્ધન ચોક અને દરબારગઢ વિસ્તારમાં  સિંધી વેપારી મંડળના કમલેશભાઈ, ભોલાભાઈ અને સિંધી વેપારી એસોસિએશન દ્વારા શોભાયાત્રાનું સ્વાગત કરાશે તેમજ મટકીફોડ અને પ્રસાદ વિતરણ નો કાર્યક્રમ યોજાશે. ત્યાંથી દરબારગઢ વિસ્તારમાં વિરાટ બજરંગદળ દ્વારા સ્વાગત અને મટકીફોડ, ચાંદી બજારમાં જામનગર વેપારી મહામંડળના સુરેશભાઈ તન્ના અને તેમની ટીમ દ્વારા શોભાયાત્રાનું સ્વાગત પ્રસાદ વિતરણ તેમજ મટકી ફોડનો કાર્યક્રમ યોજાશે.

    જ્યાં રાસ ગરબા પણ કરવામાં આવનાર છે. ત્યાંથી ગણેશ ફળી- પ્રાણનાથ મેડી મંદિર પાસે સાર્વજનિક શોભાયાત્રાનું સ્વાગત અને મટકી ફોડ યોજવામાં આવશે. જ્યાંથી શોભાયાત્રા પ્રસ્થાન કરી સજુબા સ્કૂલ વિસ્તારમાં પહોંચશે જ્યાં પણ મટકી ફોડ કરાશે. ત્યાંથી પંજાબ નેશનલ બેંક પાસે પુરબીયા રાજપુત સમાજ દ્વારા મટકી ફોડ, પ્રસાદ વિતરણ કરવામાં આવશે. ત્યાંથી વેસ્ટ ઇન્ડિયા, ખાદી ભંડાર પાસે યુવા બ્રહ્મ અગ્રણી દેવેનભાઈ જોશી અને તેની ટીમ દ્વારા મટકી ફોડ તેમજ શોભાયાત્રા ના સ્વાગત પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે.

    આ ઉપરાંત સ્વામિનારાયણ મંદિર પાસે પરમાનંદ સ્ટીલ પાસે પૂ. શ્રી ગુરુ સુખરામદાસ મસંદ (રોહડીવાળા) મંદિર, સિંધી સમાજના અગ્રણીઓ દ્વારા શોભાયાત્રા નું સ્વાગત કરવામાં આવશે અને પ્રસાદ વિતરણ કરવામાં આવશે. ત્યાંથી બેડી ગેઈટ વિસ્તારમાં શોભાયાત્રા પહોંચે ત્યારે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા તેની ટીમ દ્વારા આયોજિત મટકી ફોડ થશે. ત્યાંથી ઇન્દ્રપ્રસ્થ કોમ્પલેક્ષ પાસે મટકીફોડ બાદમાં પંચેશ્વર ટાવર પાસે ભરવાડ સમાજ જામનગરના કમલેશભાઈ ભરવાડ અને તેની ટીમ દ્વારા મટકી ફોડ કરવામાં આવશે.

    ત્યારબાદ ભંગાર બજાર તરફ જતા કંદોઈની વાડી પાસે, ગિરનારી પાન પાસે ઉમેશભાઈ અને તેની ટીમ દ્વારા મટકી ફોડ નો કાર્યક્રમ યોજાનાર છે. આ ઉપરાંત ભક્ત કવિ નરસિંહ મહેતાની પ્રતિમા પાસે જામનગર ખોડલધામ સમિતિ દ્વારા મટકી ફોડ અને શોભાયાત્રા નું સ્વાગત કરવામાં આવશે. આમ 15 થી વધુ જાહેર સ્થળો પર મટકી ફોડ અને સ્વાગતના કાર્યક્રમો યોજવાનું શ્રી કૃષ્ણ જન્માષ્ટમી સાર્વજનિક શોભાયાત્રા સમિતિ દ્વારા વિવિધ સંસ્થાઓના સંકલનથી નક્કી કરવામાં આવ્યું છે.

    આ વર્ષે જન્માષ્ટમી પૂર્વે 15 ઓગસ્ટે કાન્હાને મારૂ માખણ અંતર્ગત ભક્તોને માખણ ધરાવી સહભાગી બનાવવા આયોજન કરાયું છે. નવા અભિગમ સાથે કૃષ્ણ ભક્તોને શોભાયાત્રા દરમિયાન ભગવાન કૃષ્ણની ભાવતા માખણ ધરાવી સહભાગી થવા અનોખું આયોજન કરવામાં આવ્યું છે. કાન્હાને મારૂ માખણ અંતર્ગત જામનગર શહેરભરમાં વસતા તમામ ધાર્મિક સંસ્થાઓ, ભક્તજનો, મહિલા મંડળ, સત્સંગ મંડળને ખાસ 15 મી ઓગસ્ટ ના રોજ સાંજે 4 થી 5 કલાક દરમિયાન પોતાના ઘરેથી તાજુ માખણ લાવી શ્રી 5 નવતનપુરીધામ, ખીજડા મંદિર ખાતે ભક્તિ ભાવ સાથે માખણ અર્પણ કરવા માટે આહવાન કરાયું છે.

    Jamnagar Jamnagar News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    જામનગર

    Anant Ambaniના જન્મદિવસ પર ભજન સંધ્યા યોજાઈ: રણવીર અને જાહ્નવીએ ગરબા કર્યા

    April 11, 2026
    જામનગર

    Jamnagar ભાજપમાં ભંગાણઃ ટિકિટ કપાતા પૂર્વ કોર્પોરેટર ૧૦૦ સમર્થકો સાથે બસપામાં જોડાયા

    April 11, 2026
    જામનગર

    Jamnagar: બે જુદા જુદા અકસ્માતોમાં મહિલા સહિત બે ઈજાગ્રસ્ત બન્યા

    April 10, 2026
    જામનગર

    Gujctocના આરોપી અસલમ ખીલજીએ પોલીસ જાપ્તા હેઠળ આપમાંથી ઉમેદવારી નોંધાવી

    April 9, 2026
    જામનગર

    Jamnagarમાં પૂર્વ વિપક્ષી નેતાઓ અલ્તાફ ખફી અને અસલમ ખિલજી વચ્ચેની જૂની રંજીશ વકરી, ખિલજીના ભત્રીજા પર ફાયરિંગ

    March 24, 2026
    જામનગર

    Jamnagar પૂર્વ વિપક્ષી નેતાનાભત્રીજા પર હુમલો

    March 23, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    16 એપ્રિલ નું પંચાંગ

    April 15, 2026

    16 એપ્રિલ નું રાશિફળ

    April 15, 2026

    મધ્ય પૂર્વમાં તણાવને કારણે ગેસની અછત આગામી ૩-૪ વર્ષ સુધી રહી શકે છે

    April 15, 2026

    સમ્રાટ ચૌધરીએ બિહારના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા

    April 15, 2026

    Maloney એ નેતન્યાહુને ફટકો આપ્યો, ઇઝરાયલ સાથેના સંરક્ષણ કરારનો અંત લાવ્યો

    April 15, 2026

    Canada માં કાર્નેના હવે ૧૭૪ સભ્યો છેઃ સંસદમાં તેમનું સ્થાન મજબૂત થતાં એક મોટો નિર્ણય લેવામાં આવ્યો

    April 15, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    16 એપ્રિલ નું પંચાંગ

    April 15, 2026

    16 એપ્રિલ નું રાશિફળ

    April 15, 2026

    મધ્ય પૂર્વમાં તણાવને કારણે ગેસની અછત આગામી ૩-૪ વર્ષ સુધી રહી શકે છે

    April 15, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.