Rajkot , તા.૨૨
પુજીત રૂપાણી મેમોરીયલ ટ્રસ્ટ ખાતે વિનામૂલ્યે સર્વરોગ નિદાન કેમ્પનુ આયોજન કરવામાં આવેલ છે. આ કેમ્પમાં જરૂરીયાતમંદ દર્દીઓને વિનામુલ્યે નિદાન સાથે દવાઓનુ વિતરણ પણ કરવામાં આવશે. આ કેમ્પમાં રાજકોટના નામાંકિત ડોકટરો પોતાની સેવાઓ આપશે. જેમાં કાન-નાક-ગળા વિભાગમાં ડો.સુનિલ મોદી, ડો.જતીન મોદી, ડો.દર્શન ભટ્ટ, ડો.જુહી મણીયાર, જનરલ સર્જન વિભાગમાં ડો.વિભાકર વચ્છરાજાની, ડો.પ્રતાપ ડોડીયા, ડો.જીજ્ઞેશ ભીમાણી, ગાયનેક વિભાગમાં ડો.નિરંજન પરીખ, ડો.પ્રતિમા પરીખ, ડો.હેતસ્વી કાકડિયા, ડો.તારાબેન ગાંધી, એમ.ડી.વિભાગમાં ડો.અમિત હાપાણી, ડો.કરણ મોઢવાડિયા, બાળરોગ વિભાગમાં ડો.નિખિલ શેઠ, ડો.ઝંખના સંઘવી, સ્કીન વિભાગમાં ડો.ભાવેશ શાહ, ડો.ઓમદેવસિંહ ગોહિલ, ઓર્થોપેડીક વિભાગમાં ડો.કેતન ઠક્કર, ડો.કલ્પેશ બજાણીયા, ડો.વિશાલ માંગરોળીયા, દંતરોગ વિભાગમાં ડો.જીનીશા સોઢા, ડો.વિવેક સરવૈયા, ડો.રચના સુરાણી, ડો.બંસી કારિયા તથા મેડીકલ ઓફિસર ડો.સલોની ડોડીયા તથા ડો.નેન્સી ડોબરિયા પોતાની સેવાઓ આપશે તેમજ જરૂરીયાતમંદ દર્દીઓને ડોકટરની સલાહ મુજબ લોહીનુ પ્રાથમિક પરીક્ષણ પણ વિનામૂલ્યે કરી આપવામાં આવશે.
આ કેમ્પમાં સૌરાષ્ટ્રના નામાંકિત ડોકટર સેવા આપવાના હોય જરૂરીયાતમંદ વ્યક્તિઓએ પોતાના સ્વાસ્થ્યની જાળવણી તેમજ જીવન નિરામય બનાવવા આ કેમ્પનો અચુક લાભ લેવા પુજીત રૂપાણી મેમોરીયલ ટ્રસ્ટના ચેરમેન વિજયભાઈ રૂપાણી તથા ટ્રસ્ટી અંજલીબેન રૂપાણીએ અપીલ કરેલ છે.