Rajkot,તા.27
રાજકોટના પૂર્વ TPOની મનસુખ સાગઠિયા સામે ગૃહ વિભાગની કાર્યવાહી 23.15 કરોડની મિલકતો ટાંચમાં લેવા આદેશ, કાયદેસરની આવક કરતા 628 ટકા અપ્રમાણસર મિલકત ફસાવવામાં આવી હોવાનું ખુલ્યું છે.
રાજકોટના TRP ગેમઝોન અગ્નિકાંડના આરોપી પૂર્વ ટાઉન પ્લાનિંગ ઓફિસર (TPO) મનસુખ સાગઠિયા સામે ગૃહ વિભાગે મોટી કાર્યવાહી કરી છે. ગૃહ વિભાગ દ્વારા મનસુખ સાગઠિયા અને પરિવારજનોના નામે વસાવેલી 23.15 કરોડની મલિકતો ટાંચમાં લેવાનો આદેશ આપવામાં આવ્યો છે. કાયદેસરની આવક કરતા 628.42 ટકા અપ્રમાણસર મિલકતો ટાંચમાં લેવા રાજ્ય સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, રાજકોટ TRP અગ્નિકાંડ બાદ ACB દ્વારા મનસુખ સાગઠિયા સામે અપ્રમાણસર મિલકતનો ગુનો દાખલ કર્યો હતો.