રૈયા રોડ પર સીટી સેરેનિટી ફ્લેટમાં મહિલા સંચાલિત, કોઠારીયા સોલવન્ટ અને થોરાળામા જુગટુ ખેલતા ૯૦,૦૦૦ નો મુદ્દામાલ કબજે
Rajkot તા.૨૬
શહેર પોલીસ દ્વારા ત્રણ સ્થળોએ જુગારના દરોડા પાડી ૧૪ મહિલા સહિત ૨૨ શખ્સોની ધરપકડ કરી ૯૦,૦૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો છે જેમાં કોઠારીયા સોલવન્ટ જાહેરમાં રૈયા રોડ ઉપર ફ્લેટમાં મહિલા સંચાલિત અને થોરાળા વિસ્તારમાં રિદ્ધિ સિદ્ધિ સોસાયટીમાં જાહેરમાં જુગાર ધામ પર પોલીસે દરોડા પાડતા આપણા મચી જવા પામ્યો છે. વધુ વિગત મુજબ શહેરના જુગાર ની બધી ને ડામી દેવા પોલીસ કમિશનર બ્રજેશ ઝા એ આપેલી સૂચના ને પગલે થોરાળા પોલીસ મથકના પી.એસ.આઇ.એમ.એસ મહેશ્વરી સહિતના સ્ટાફે પેટ્રોલિંગ હાથ ધર્યું હતું ત્યારે ગુજરાત હાઉસિંગ બોર્ડ રિદ્ધિ સિદ્ધિ સોસાયટી જાહેરમાં જુગાર રમતો હોવાની કોન્સ્ટેબલ સંજયભાઈ અલગોતર ને મળેલી બાતમીના આધારે સ્ટાફે દરોડો પાડી જુગાર રમતા સંદીપ જીતેન્દ્ર પંડ્યા, વિનોદ બીજલ સાવલિયા, મહેન્દ્ર છગનભાઈ પટેલ, હરેશ ધીરુભાઈ પરાલીયા, સલીમ અબ્દુલ કારિયાણીયા, હિતેશ પ્રભાત લાવડીયા, રફીક બાવા કાદરી અને કિરીટ યશવંત નાઢા ની ધરપકડ કરી ૧૪૩૩૦ નો મુદ્દામાલ કબજે કર્યો છે. જ્યારે રૈયા રોડ તુલસી માર્કેટ ની સામે સીટી સેરેનિટી સેવિંગ બ્લોક નંબર ૩૦૨ માં રહેતા હેતલબેન રાજેન્દ્રભાઈ ડાભી નામની મહિલા જુગાર રમાડતા હોવાની યુનિવર્સિટી પોલીસ મથકના વિજેન્દ્રસિંહ ઝાલા ને મળેલી બાતમીના આધારે પ્રો. પીઆઈ ડી બી કારેથા સહિતના સ્ટાફે દરોડો પાડી જુગાર રમતા હેતલબેન ડાભી, જનકપુરી સોસાયટીમાં રહેતા નીતાબેન પંકજભાઈ લોહાણા, ઓમ નગર સર્કલ પાસે પ્રિયદર્શન સોસાયટીમાં રહેતા અક્ષતાબેન મુકેશભાઈ પટેલ , મવડી પ્લોટ વિસ્તારની શ્રીનાથજી સોસાયટીમાં રહેતા ભારતીબેન સંજયભાઈ રાઠોડ ,મંજુબેન ભાનુભાઈ ગુજરાતી અને ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતા અલકાબેન દિલીપભાઈ સોમૈયા ની ધરપકડ કરી જુગારના પટમાંથી ૬૦૦૦૦ રોકડા કબજે કર્યા છે. આ ઉપરાંત કોઠારીયા સોલવન્ટ રસુલપરા શેરી નંબર ૨૯ પાછળ જાહેરમાં જુગાર રમતો હોવાની તાલુકા પોલીસ મથકના કોન્સ્ટેબલભાઈ કથીરિયા ને મળેલી વાત વિના આધારે પ્રો. પીએસઆઇ ડીસી જોશી સહિતના સ્ટાફે દરોડો પાડી જુગાર રમતા શહેનાજબેન ઇલ્યાસ દોઢીયા, અમીનાબેન ઓસમાણ સમા, મુમતાજબેન સલીમભાઈ હોથી, સલાનાબેન અમિતભાઈ કઇડા, રિઝવાનબેન રિઝવાન સુમરા, રૂબીનાબેન ઇમ્તિયાઝ સુમરા, અફસાનાબેન રફીક નકાણી, ઈમ્તિયાઝ ઇબ્રાહીમ સુમરા, આસિફ મોહમ્મદ સૈયદ અને રાજન જુમા દલની ધરપકડ કરી ૧૫ ૮૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો છે