ચાર વર્ષની માસુમને શારીરિક અડપલા કર્યો હતા
Rajkot તા.૨૩
શહેરમાં રેલનગર વિસ્તારમાં ચાર વર્ષની બાળકીને શારીરિક અડપલા કરવાના ગુનામાં પકડાયેલા ૯૨ વર્ષના વૃદ્ધની જામીન અરજી સ્પે. પોક્સો કોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી છે.આ અંગેની હકીકત મુજબ, તા. ૨૪/ ૧૦/ ૨૦૨૪ના રોજ પ્ર.નગર પો.સ્ટે.માં ભોગબનનારના માતાએ રેલનગર સાધુવાસવાણી કુંજ રોડ રહેતા ૯૨ વર્ષના વૃધ્ધ નવલશંકર દેસાઈ વિરુધ્ધ ફરીયાદ નોંધાવી હતી. તેમાં પ્ર.નગર પોલીસે આરોપીની તે જ દિવસે અટક કરી ધોરણસરની કાર્યવાહી અને તપાસ બાદ કોર્ટની સૂચનાથી જેલ હવાલે કરાયેલ. આ ગુનાના કામે ચાર્જશીટ થયા બાદ વૃધ્ધ આરોપીએ પોકસો કોર્ટમાં રેગ્યુલર જામીન પર છુટવા અરજી કરી હતી.
આ કામે સરકાર તરફે સરકારી વકીલ પરાગ એન. શાહે હાજર થઇ પોલીસ પેપર્સ, પોલીસ અભિપ્રાય રજૂ રાખેલા અને એ રીતની દલીલો કરેલી કોઈ આઈ વીટનેસ નથી. પરંતુ આઈ વિટનેસથી પણ વિશેષ સી.સી.ટી.વી. કેમેરાની ફુટેજ છે કે જેમાં આ વૃધ્ધ આરોપીની હીન કરતુત સ્પષ્ટપણે દેખાઇ આવે છે. જયારે આ પ્રકારનો ગુનો કોઈ ૯૨ વર્ષના વૃધ્ધે આચર્યનો કેસ છે. જેથી આવા પ્રકારનું કૃત્ય હળવાસથી લઈ શકાય નહીં, આરોપીની રેગ્યુલર જામીન અરજી રદ કરવા ભારપુર્વક દલીલો કરી હતી. જે દલીલો તેમજ ઉચ્ચ અદાલતના વિવિધ ચુકાદાઓ ધ્યાને લઈ નામ. સ્પે. પોકસો કોર્ટે વૃધ્ધ આરોપીની ચાર્જશીટ બાદની રેગ્યુલર જામીન અરજી નામંજુર કરી હતી. આ કામમાં સરકાર તરફે સરકારી વકીલ પરાગ એન. શાહ રોકાયા હતા.