Mumbai,તા.02
રણવીર સિંહ તેની નવી ફિલ્મ ‘ધુરંધર’ની રીલિઝ પહેલાં વધુ એક વિવાદમાં ફસાયો છે. તેણે ‘કાંતારા ચેપ્ટર વન’માં દર્શાવાયેલાં દૈવના પાત્રને ફિમેલ ઘોસ્ટ ગણાવી ઠેકડી ઉડાડતાં સોશિયલ મીડિયા યૂઝર્સ તેના પર ભારે નારાજ થયા છે.
ગોવામાં યોજાયેલા ફિલ્મ ફેસ્ટિવલમાં ઋષભ શેટ્ટીની હાજરીમાં જ રણવીરે પેહલાં તો તેનાં પરફોર્મન્સનાં વખાણ કર્યાં હતાં. બાદમાં તેણે ઋષભના શરીરમાં દૈવ પ્રવેશે છે તેવા ક્લાઈમેક્સની નકલ કરી હતી અને દૈવનો ફિમેલ ઘોસ્ટ તરીકે ઉલ્લેખ કરી મજાક ઉડાવી હતી.
આ વિડીયો વાયરલ થતાં જ સોશિયલ મીડિયા યૂઝર્સ ભારે ભડક્યા હતા. કેટલાય લોકોએ જણાવ્યું હતું કે રણવીરે તેમની ભાવનાને ઠેસ પહોંચાડી છે. કેટલાકે લખ્યું હતું કે કદાચ રણવીર આ ફિલ્મને સમજ્યો જ નથી.

