Mumbai,તા.19
સપ્ટેમ્બરમાં રેડીમેડ ગારમેન્ટ્સ ની નિકાસ ૧૭.૩% વધીને ૧.૧ બિલિયન ડોલર થઈ છે. જ્યારે નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં નિકાસ ૮.૫% વધીને ૭.૫ બિલિયન ડોલર થઈ છે.
ફેબુ્રઆરીમાં વૃદ્ધિ પાછી આવી હતી અને એપ્રિલમાં વાર્ષિક ધોરણે ૧% સંકોચનને બાદ કરતાં ચાલુ નાણાકીય વર્ષમાં વસ્ત્રોની નિકાસ હકારાત્મક ઝોનમાં રહી છે. ભારતની રેડીમેડ ગાર્મેન્ટ નિકાસમાં વૈશ્વિક ગતિરોધ અને સતત ફુગાવાના દબાણ છતાં ઊંચી વૃદ્ધિ નોંધાઈ છે. મોટા વસ્ત્રોની નિકાસ કરતા દેશોમાં પણ તાજેતરના મહિનાઓમાં રેડીમેડ ગાર્મેન્ટ નિકાસ વૃદ્ધિમાં મંદી જોવા મળી છે તેમ એપેરલ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલે જણાવ્યું હતું.
ભારતની કપડાની નિકાસ એક દાયકા કરતાં વધુ સમયથી સ્થગિત છે. ૨૦૧૩ અને ૨૦૨૩ ની વચ્ચે તે ૧૩.૯ બિલિયન ડોલરથી વધીને ૧૪.૫ બિલિયન ડોલર થઈ હતી, જે માત્ર ૪.૬% ની સંચિત વૃદ્ધિ છે. આ સમયગાળા દરમિયાન વિયેતનામ અને બાંગ્લાદેશના વસ્ત્રોની નિકાસ ભારત કરતાં ઘણી આગળ વધી હતી.
ભારત કેટલાક ટોચના વસ્ત્રોના બજારોમાં ખૂબ જ સારું પ્રદર્શન કરી રહ્યું છે. એપ્રિલ-ઓગસ્ટ ૨૦૨૪ દરમિયાન યુએસએમાં રેડીમેડ ગાર્મેન્ટ નિકાસમાં ૯.૭%, યુકેમાં ૬.૧%, જર્મનીમાં ૭.૨%, સ્પેન ૧૬% અને નેધરલેન્ડ્સમાં ૨૭.૮% વૃદ્ધિ નોંધાઈ છે. એપ્રિલ-ઓગસ્ટ ૨૦૨૪ના સમયગાળા દરમિયાન દક્ષિણ કોરિયામાં ૧૭.૩%, જાપાનમાં ૮.૫%, ઓસ્ટ્રેલિયામાં ૯.૩%, મોરેશિયસ ૧૩%, વગેરેની નિકાસ સાથે ખ્છ ભાગીદાર દેશોમાં પણ વૃદ્ધિ જોવા મળી છે.