ઘરોબો કેળવીને પિતા-પુત્રએ ભેગા મળી વૃદ્ધના ફોન તથા એકાઉન્ટમાંથી નાણાં ટ્રાન્સફર કરી લીધા હતા
Anand, તા.૯
સાક્ષર નગરી વિદ્યાનગરમાં નિવૃત્ત ડેપ્યુટી જનરલ મેનેજર સાથે મિત્રતા કેળવીને બે શખ્સોએ રૂપિયા ૫૦.૭૫ લાખની છેતરપિંડી આચરી છે. આ અંગે વિદ્યાનગર પોલીસે બે વિરુદ્ધ ઞુનો નોંધી તપાસ હાથ ધરી છે. આણંદ શહેર નજીક આવેલ વલ્લભ વિદ્યાનગર ખાતે ૪, શિવ બંગલોઝ સોસાયટી દરબાર ટેકરો, નગર પંચાયત હોસ્પિટલ પાસે નાના બજારમાં રહેતાં કુલથુ શંકર અય્યર (ઉંમર વર્ષ ૭૧) નિવૃત્ત જીવન જીવે છે.
તેઓ અગાઉ આઈ.ડી.એમ.સી. લિમિડેટ , વલ્લભ વિદ્યાનગરમાં ડેપ્યુટી જનરલ મેનેજર તરીકે સને ૨૦૨૧માંથી નિવૃત થયાં છે. તેમનું એકસીસ બેંક વિદ્યાનગર શાખામાં બચત ખાતું ધરાવે છે. વર્ષ ૨૦૨૨-૨૦૨૩માં તેમનાં ઘરે કરમસદમાં ૯, ઈન્દિરા નગરી જીઇબીએમજીવીસીએલ ની સામે સંદેશર રોડ, કરમસદ ખાતે રહેતા અરવિંદભાઈ દલપતસિંહ દરબારે ઘરે શેડ બનાવવાનું કામ કરેલું. જેમાં શેડ બનાવવાનું અને ફિટિંગમાં આશરે ૨ મહિના જેટલો સમય થયો હતો અને અરવિંદભાઈનો દિકરો યુવરાજસિંહ દરબાર પણ તેમની સાથે કામ કરવા આવતો હતો અને વૈલ્ડિંગના કામમાં મદદ કરતો હતો.
આ દરમિયાન અરવિંદભાઈ તથા તેમના દિકરાઓ સાથેના સંબંધો સારા બંધાયા હતા અને આ અરવિંદભાઈનો દિકરો યુવરાજ ધોરણ ૧૦માં નાપાસ થયેલો હોઈ તેને આઇટી આઈ ના અભ્યાસ માટે તેમણે આર્થિક મદદ કરી અને એપ્રેન્ટિસશિપ તથા નોકરીની વ્યવસ્થા પણ કરી આપી હતી. આ દરમ્યાન અરવિંદભાઈ અને તેમના દિકશ અને તેમના ઘરના માણસો અરવિંદભાઇના પત્ની જયાબેન, પુત્રો યુવરાજ- દિલીપ અને પુત્રી મુની સાથેના સંબંધો ગાઢ બનેલા.
મિત્રતા ના સંબંધો કેળવીને દિલીપસિંહ અરવિંદસિંહ દરબાર તથા યુવરાજસિંહ અરવિંદસિંહ દરબારે અગાઉથી પુર્વ આયોજિત ગુનાહિત પડયંત્ર રચીને આ બંન્ને જણાએ કુલથુ શંકરને પોતાના ઘરના સભ્ય તરીકે માનેલા હોવા છતાં કુલયુ શંકર સાથે વિશ્વાસઘાત કરીને કુલયુ શંકરની ગેરહાજરીમાં તેમનાં લેપટોપમાંથી નાણાં રોકાણની યાદી મેળવી, કુલયુ શંકરના મોબાઇલ માંથી એફ.ડી ની એપ્લીકેશન ખોલીને ઓ.ટી.પી મેળવી લઈ તે નાણાં ફરિયાદીના એકાઉન્ટમા લાવીને પેટીએમમાં ટ્રાન્સફર કર્યા હતા. કુલથુ શંકર પેટીએમ એપ્લીકેશનનો ઉપયોગ નહી કરતાં હોવા છતાં કુલથુ શંકર મોબાઇલમાં પેટીએમ એપ્લી કેશન ઇન્સ્ટોલ કરીને તેનો ગેરકાયદેસર ઉપયોગ કરી, તેમજ કુલથુ શંકરના એટીએમનો પીન નંબર મેળવી લઈ છેતરપિંડી કરી હતી.
જેમાં પડયંત્ર રચીને વિશ્વાસઘાત કરી કુલથુ શંકરની જાણ બહાર આશરે રૂ.૧૭,૨૪,૦૦૦ ઉપાડી તેમજ યુપીઆઈ પેટીએમથી અને એફડીના તથા બેંકના નાણાં આશરે રૂ.૩૩,૫૦,૦૦૦ મળી કુલ રૂ.૫૦,૭૫,૦૦૦ ની માતબર રકમ મેળવી લઈને છેતરપિંડી આચરી હોવાનું ખુલવા પામ્યુ હતું.આ અંગે કુલથુ શંકર ઐયર વિદ્યાનગર પોલીસ મથકે પિતા પુત્ર વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે છેતરપિંડીનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

