Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Kiara Advani ફ્લાઈટમાં : વૃદ્ધ મહિલા સાથેના ગેરવર્તન બદલ થઈ ટ્રોલ

    January 21, 2026

    Shahrukh Khan ફેન્સ સાથે સેલ્ફી લેવાની ના પાડી

    January 21, 2026

    અર્જુન કપૂર મારી જિંદગીનો અભિન્ન હિસ્સો છે : Malaika Arora

    January 21, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Kiara Advani ફ્લાઈટમાં : વૃદ્ધ મહિલા સાથેના ગેરવર્તન બદલ થઈ ટ્રોલ
    • Shahrukh Khan ફેન્સ સાથે સેલ્ફી લેવાની ના પાડી
    • અર્જુન કપૂર મારી જિંદગીનો અભિન્ન હિસ્સો છે : Malaika Arora
    • Aamir ને રાહુ-કેતુ નડીઃ સ્ટાર પાવર પણ કામ ના આવ્યો!
    • રૂ.૩૪ કરોડના હીરાની છેતરપિંડીના કેસમાં Vivek Oberoi ફસાયો
    • Huma Qureshi ની ફિલ્મ બયાનમાં ચન્દ્રચૂડ સિંહ ભ્રષ્ટ બાબાની ભૂમિકા ભજવશે
    • Prabhas’ Raja Saab ૧૦મા દિવસે બોક્સ ઓફિસ પર હાંફી ગઈ
    • નિફટી ફ્યુચર ૨૫૦૦૮ પોઈન્ટ અતિ મહત્વની સપાટી…!!!
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, January 21
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»Visavadar માં ‘આપ’ના હોદેદારોને ફોડવા હરિફોએ બે લાખ આપ્યા?
    સૌરાષ્ટ્ર

    Visavadar માં ‘આપ’ના હોદેદારોને ફોડવા હરિફોએ બે લાખ આપ્યા?

    Vikram RavalBy Vikram RavalJune 18, 2025No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Junagadh,તા.18
    આવતીકાલે વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીનું મતદાન થવાનું છે તે પૂર્વે ગઈકાલે હીન્ન કક્ષાની શરમ આવે તેવી ઘટના ઘટવા પામી હતી. ‘આપ’ના ઉમેદવાર ખરાબ છે તેવું આપના આગેવાન પાસે બોલાવવા રૂપિયાના બંડલોની લાણી કરવામાં આવી હતી.

    આ સમગ્ર મામલે આપના ઉમેદવારે પોતે જાતે સ્ટિંગ ઓપરેશન કરી ભાજપ કોંગીની મીલીભગત હોવાનો ઘટસ્ફોટ કર્યો હતો. વિસાવદરની એક હોટલમાં કોંગીના પૂર્વ ધારાસભ્ય લલીત વસોયા, લલીત કગથરાએ ભાજપના પૈસે સમગ્ર કારસો રચ્યો હતો. જેની ચૂંટણીપંચ અને પોલીસ સુધી મામલો પહોંચ્યો હતો.

    આમ આદમીના ઉમેદવાર ગોપાલ ઈટાલીયાએ ભાજપ અને કોંગ્રેસની મીલીભગતનું લાઈવ સ્ટીંગ ઓપરેશન કયું હતું. આમ આદમી પાર્ટીના વિસાવદર તાલુકાના પ્રમુખ મહેન્દ્ર ડોબરીયાએ બે ત્રણ દિવસ પહેલા આપમાંથી રાજીનામું આપી ગોપાલ ઈટાલીયા વિરૂધ્ધ વિડીયો બનાવ્યો હતો.

    મહેન્દ્ર ડોબરીયા દ્વારા આપના એક બાદ એક હોદેદારોને વોટસએપ કોલ કરી ગોપાલ ઈટાલીયા વિરૂધ્ધ વીડિયો બનાવવા આપમાંથી રાજીનામુ આદી દેવા અને તેના બદલામાં એકથી પાંચ લાખ મેળવવાની ઓફર કરવામાં આવી હતી.

    આવા એક વોટસઅપ કોલનું તો સ્ક્રીન રેકોડીંગ પણ વાયરલ થયું છે. આપના તાલુકા મહામંત્રી હરદેવ વિકમાને મહેન્દ્ર ડોબરીયાએ ફોન કરી તેમની સાથે જોડાવવાની વાત કરી હતી. તેના બદલામાં રૂા.5 લાખ નકકી કરાયા હતા.

    આ અંગે હરદેવભાઈએ આપના આગેવાનોને જાણ કરી હતી અને સમગ્ર મામલે સ્ટીંગ ઓપરેશન કરવાનું નકકી કર્યું હતું. આપના તાલુકા મહામંત્રીને પૈસા આપતા પહેલા ગોપાલ ઈટાલીયા ભાજપ સાથે મળેલો છે તેવો વીડિયો બનાવવાનો અને હાલ આપમાંથી રાજીનામું આપી દેવાનું છે તેવી શરત રાખવામાં આવી હતી.

    આ સમગ્ર ઘટનાનું 19 મીનીટનું સ્ટીંગ ઓપરેશન સોશ્યલ મીડીયા પર લાઈવ ચાલુ રાખવામાં આવ્યું હતું.  આ દરમ્યાન અન્ય વ્યકિતએ પણ લાઈવ શરૂ કર્યું અને તે સાયોના હોટલના રૂમ નં.201માંથી ધોરાજીના પૂર્વ ધારાસભ્ય લલીત વસોયાએ હોટલના રૂમમાંથી બહાર નીકળીને ચાલતી પકડી લીધી હતી.

    ઉપરાંત હોટલના 205 રૂમમાં આવું જ કંઈક ખાનગી ચાલતુ હોવાથી ત્યાં દરવાજો ખટખટાવતા કેટલીવાર સુધી દરવાજો ખોલ્યો નહીં બાદ હોટલના માલીકે અહીં આવી પ્રવૃતિઓ ન કરવાનું કહેતા લાઈવ બંધ કરી દીધુ હતું.

    ત્યારબાદ આપના ઉમેદવાર અને જૈને પૈસા આપવામાં આવ્યા તે વ્યકિત સહિતનો કાફલો તાત્કાલીક પ્રાંત કચેરીએ ચુંટણી અધિકારી પાસે દોડી ગયા હતા. જયાં લેખીત રજુઆત કરી હતી. બાદ પોલીસ સ્ટેશને જઈ ફરીયાદ કરી જવાબદારો સામે પગલા લેવાની માંગ કરવામાં આવી હતી.

    બારીમાંથી કુદયા: આમ આદમી પાર્ટીના આગેવાનો દ્વારા હોટલ સાયોના હોટલમાંથી સ્ટીંગ ઓપરેશન કરવામાં આવ્યું હતું. ત્યારે હોટલના રૂમ નં. 205માં આપમાંથી રાજીનામુ આપી દીધેલા મહેન્દ્ર ડોબરીયા ડરના માર્યા હોટલની રૂમની બારીમાંથી પાછળની સાઈડની ખુલ્લી જગ્યા ખેતરમાં કુદીને ઉભી પુછડીયે ભાગ્યા હતા.

    આ અંગે આપના આગેવાનોએ દલાલ ઉભો રહે કયાં ભાગીને જા છો તેવા સવાલો પુછતા તે દોડતો દોડતો ભાગી રહ્યાના દ્રશ્યો સોશ્યલ મીડીયામાં વાયરલ થયા છે.

    કઈ રીતે સ્ટીંગ ઓપરેશન થયું
    ગઈકાલે બપોરના આપના ગોપાલ ઈટાલીયાએ પોતાના તથા આપના સોશ્યલ મીડીયાના પ્લેટફોર્મ પર લાઈવ સ્ટીંગ ઓપરેશન શરૂ કર્યું હતું. જેમાં હરદેવભાઈના પેન્ટ શર્ટના તમામ ખીસ્સા ખાલી કરાવડાવી માંડવડ રોડ પરની હોટલ શાયોનામાં મોકલ્યા હતા.

    પોતે લાઈવ શરૂ રાખી અન્ય કારમાં તેની પાછળ જઈ હોટલ પર રોકાયા હતા ત્યાં થોડીવારમાં હરદેવભાઈ હોટલમાંથી બહાર નીકળી તેમને આપવામાં આવેલા 500ની નોટોના ચાર બંડલ એટલે કે બે લાખ કાઢી ગોપાલ ઈટાલીયાને આપ્યા હતા.

    Junagadh Junagadh NEWS
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    સૌરાષ્ટ્ર

    Chotila મેગા ડિમોલેશન માટે તંત્રનો માર્ગ મોકળો : હાઈકોર્ટે તમામ પીટીશન ફગાવી

    January 21, 2026
    સૌરાષ્ટ્ર

    Surendaranagar :પ્રયાગરાજમાં સંતોનાં કથિત અપમાનનાંવિરોધમાં ઝાલાવાડમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન

    January 21, 2026
    સૌરાષ્ટ્ર

    Gondal વોરાકોટડાના ખેડુતની એપલ બોરની ખેતી બની સમૃધ્ધિનો માર્ગ

    January 21, 2026
    સૌરાષ્ટ્ર

    મહેસુલી કાયદામાં સરળતા લાવવા Gondal ના ડે.કલેકટરને રજુઆત

    January 21, 2026
    સૌરાષ્ટ્ર

    Gondal પોલીસ સ્ટેશનમાં એસ.પી.નો લોકદરબાર યોજાયો

    January 21, 2026
    સૌરાષ્ટ્ર

    Gondal: રાજકોટના ગઠીયાએ કારખાનેદાર સાથે રૂ।.65.96 લાખની છેતરપીંડી આચરી

    January 21, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Kiara Advani ફ્લાઈટમાં : વૃદ્ધ મહિલા સાથેના ગેરવર્તન બદલ થઈ ટ્રોલ

    January 21, 2026

    Shahrukh Khan ફેન્સ સાથે સેલ્ફી લેવાની ના પાડી

    January 21, 2026

    અર્જુન કપૂર મારી જિંદગીનો અભિન્ન હિસ્સો છે : Malaika Arora

    January 21, 2026

    Aamir ને રાહુ-કેતુ નડીઃ સ્ટાર પાવર પણ કામ ના આવ્યો!

    January 21, 2026

    રૂ.૩૪ કરોડના હીરાની છેતરપિંડીના કેસમાં Vivek Oberoi ફસાયો

    January 21, 2026

    Huma Qureshi ની ફિલ્મ બયાનમાં ચન્દ્રચૂડ સિંહ ભ્રષ્ટ બાબાની ભૂમિકા ભજવશે

    January 21, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Kiara Advani ફ્લાઈટમાં : વૃદ્ધ મહિલા સાથેના ગેરવર્તન બદલ થઈ ટ્રોલ

    January 21, 2026

    Shahrukh Khan ફેન્સ સાથે સેલ્ફી લેવાની ના પાડી

    January 21, 2026

    અર્જુન કપૂર મારી જિંદગીનો અભિન્ન હિસ્સો છે : Malaika Arora

    January 21, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.