Prachi,તા.26
આલીદ્રા પ્રાથમિક શાળામાં આજે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનું આયોજન કરાયું જેમાં બાલવાટિકા અને ધોરણ એકમાં પ્રવેશપાત્ર વિદ્યાર્થીઓનું દાતા શ્રી ઓ દ્વારા શૈક્ષણિક કીટ આપી સન્માન કરાયું હતું. સાથે સાથે શિષ્યવૃત્તિ પરીક્ષામાં મેરીટ માં આવેલ વિદ્યાર્થીનું પણ શૈક્ષણિક કીટ દ્વારા સન્માન કરાયું હતું.
આ પ્રસંગે એસ.પી. દુદખિયા નાયબ જિલ્લા વિકાસ અધિકારી , રાજવીરસિંહ ઝાલા ઉપપ્રમુખ જિલ્લા પંચાયત ગીર સોમનાથ, ગૌરવભાઈ મહેંતા લાઈઝન અધિકારી સહિત ના ઉપસ્થિત રહ્યા હતા..
કાર્યક્રમ ને સફળ બનાવવા આલિદ્રા પ્રાથમિક શાળા ના આચાર્ય શ્રી પ્રતાપસિંહ ચૌહાણ તથા તમામ સ્ટાફે જહેમત ઉઠાવી હતી

