London, તા.15
દુનિયાના શક્તિશાળી પાસપોર્ટની યાદીમાં અમેરિકા છ વર્ષમાં પહેલીવાર ટોપ-10માં સ્થાન નથી મેળવી શકયું. લંડનના હેમલે પાસપોર્ટ ઈન્ડેક્ષની જુલાઈ ત્રિમાસિક રિપોર્ટમાં આ ખુલાસો થયો છે.
અમેરિકા આ યાદીમાં 12માં નંબરે છે. ટોપ ત્રણ શક્તિશાળી પાસપોર્ટમાં એશિયાઈ દેશ સિંગાપોર, દક્ષિણ કોરિયા અને જાપાનના પાસપોર્ટ જગ્યા બનાવી છે. સિંગાપોરનો પાસપોર્ટથી દુનિયાભરમાં 193 દેશ, દક્ષિણ કોરિયાના પાસપોર્ટ 190 દેશ અને જાપાનના પાસપોર્ટથી 189 દેશોમાં વીઝા ફ્રી પ્રવેશ મળે છે.
અમેરિકા અને મલેશિયા આ યાદીમાં 12માં નંબરે છે. બન્ને દેશોના લોકોને દુનિયાના 227માંથી 180 દેશોમાં જ વીઝા ફ્રી પ્રવેશ છે. 2014માં અમેરિકી પાસપોર્ટ નંબર 1 પર હતો. એપ્રિલમાં બ્રાઝીલે અમેરિકા, કેનેડા અને ઓસ્ટ્રેલિયાને પારદર્શિતામાં કમીના કારણે વીઝાયુક્ત પ્રવેશથી હટાવી દીધા હતા.
બ્રિટનનો પાસપોર્ટ 8માં ક્રમે પહોંચ્યો
બ્રિટનનો પાસપોર્ટ હવે ખસીને આઠમા ક્રમે આવી ગયો છે. ચીનનો પાસપોર્ટ 2015માં 94માં ક્રમે હતો. જે હવે ખસીને 2025માં 64માં ક્રમે આવી ગયો છે. ચીનના પાસપોર્ટને 37 દેશોમાં વીઝામુક્ત પ્રવેશની સુવિધા છે. નિરંતર સુધારા અને લચીલી પ્રવેશ નીતિના કારણ આ સુધારો જોવા મળ્યો છે.
ભારત 85માં ક્રમે
રિપોર્ટ મુજબ ભારતનો પાસપોર્ટ આ યાદીમાં 85માં સ્થાન પર છે. ભારતીય પાસપોર્ટને 57 દેશોમાં વીઝામુક્ત પ્રવેશની અનુમતી છે. વર્ષ 2014માં ભારત આ યાદીમાં 76માં સ્થાને હતો જયારે પાકિસ્તાન આ સૂચિમાં 103માં ક્રમે છે. પાકિસ્તાની પાસપોર્ટને માત્ર 31 દેશોમાં વીઝામુક્ત પ્રવેશની મંજુરી છે.
ટોપ ટેનમાં સામેલ પાસપોર્ટ
સિંગાપોરનો 193 દેશોમાં વીઝામુકત પાસપોર્ટ છે જયારે દક્ષિણ કોરિયા- 190, જાપાન 189, જર્મની, ઈટલી, લગ્ઝમબર્ગ 188, ઓસ્ટ્રીયા, બેલ્જીયમ, ડેન્માર્ક, ફિનલેન્ડ, ફ્રાન્સ, આયર્લેન્ડ, નેધરલેન્ડ 187, ગ્રીસ, હંગેરી, ન્યુઝીલેન્ડ, નોર્વે, પોર્ટુગલ, સ્વીડન 186, ઓસ્ટ્રેલિયા ચેક રિપબ્લીક, માલ્ટા, પોલેન્ડ 185, ક્રોએશિયા, એસ્ટોનિયા, સ્લોવાકિયા, સ્લોવેનિયા, યુએઈ, બ્રિટન 184, કેનેક-183 અને લાટવિયાનો પાસપોર્ટ 182 દેશોમાં વીઝા ફી છે.