Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    બોધકથા..સંગનો પ્રભાવ

    January 12, 2026

    13 અને 14 જાન્યુઆરી, “લોહડી”

    January 12, 2026

    નક્સલવાદ મુક્ત ભારત @ 2026 પછી, ડ્રગ-મુક્ત ભારત @ 2029

    January 12, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • બોધકથા..સંગનો પ્રભાવ
    • 13 અને 14 જાન્યુઆરી, “લોહડી”
    • નક્સલવાદ મુક્ત ભારત @ 2026 પછી, ડ્રગ-મુક્ત ભારત @ 2029
    • 13 જાન્યુઆરીનું પંચાંગ
    • 13 જાન્યુઆરીનું રાશિફળ
    • ISRO’s PSLV C62 EOS N-1 mission માં ત્રીજા પ્રક્ષેપણના અંતિમ તબક્કામાં ટેકનિકલ ખામી સર્જાઈ
    • Delhi High Court નો નિર્ણયઃ જય અનમોલ અંબાણીને કારણદર્શક નોટિસ પર રાહત આપવાનો ઇનકાર
    • JNU માં રમખાણોના આરોપીઓ માટે જામીનની માંગ અને આતંકવાદીઓને સમર્થનથી દેશ આઘાતમાં છે,CM રેખા ગુપ્તા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, January 13
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»લાઈફ સ્ટાઇલ»મહિલા વિશેષ»skinની કરચલીઓ દૂર કરો
    મહિલા વિશેષ

    skinની કરચલીઓ દૂર કરો

    Vikram RavalBy Vikram RavalDecember 31, 2024No Comments4 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    બાળપણની નિર્દોષતા, કિશોરાવસ્થાની ચંચળતા, યુવાનીના રોમેન્ટિક સપના વય વધતાં ગાયબ થઇ જાય છે. પછી સ્થિર જીવન, વધતી ઉંમર તથા ઓછી  થતી જતી સુંદરતાની ચિંતા શરૂ થાય છે. પ્રત્યેક મનુષ્યના જીવનનો આ પ્રાકૃત્તિક ક્રમ છે. છતાં પ્રત્યેક વ્યક્તિ હંમેશા યુવાન રહેવા ઇચ્છે છે. ત્વચા સુકોમળ અને ગુલાબી રહે તો તેમાં કંઇ ખોટું પણ નથી. આનાથી વધતી વયની ખબર પડતી નથી. તે માટે ત્વચાની  ખાસ સંભાળ રાખવી જરૂરી છે.

    જેમ જેમ ઉંમર વધતી જાય છે તેમ તેમ આપણા શરીરની બધી  ક્રિયાઓ ધીમી પડતી જાય છે. તેનાથી ત્વચામાં રક્તનો પ્રવાહ ધીમો પડતો જાય છે. ત્વચા સુકાતી જાય છે, નવા કોષોનું  નિર્માણ ઘટી જાય છે. તે કારણે ચહેરા પર કરચલીઓ પડે છે. ખામીયુક્ત જીવનશૈલી, ત્વચાની અયોગ્ય દેખભાળ, ધૂમ્રપાન, પ્રદૂષણ, તણાવ, તડકો વગેરે કારણોસર પણ ત્વચા પર કરચલીઓ પડે છે. તે ઉપરાત  આપણી વર્ષો સુધીની હસવા, બોલવાની કે ચહેરાના હાવ-ભાવની આદતને  કારણે ચહેરા પર કરચલીઓ પડી જાય છે. પરંતુ યાદ રાખો કે, સુંદરતાને ઉંમરનો બાધ  નડતો નથી.  એટલે કોઇપણ વયે સુંદર દેખાવવું જરૂરી છે.

    કરચલીઓથી બચવા  ત્વચાની સારી સંભાળ રાખવી જરૂરી છે. ત્વચાની યોગ્ય માવજત,  મોઇશ્ચરાઇઝરનો નિયમિત ઉપયોગ,  નિયમીત ફેશીયલ, હેલ્થી લાઇફ સ્ટાઇલ, નિયમીત કસરત તમને કરચલીઓથી બચાવે છે. આજકાલ  બોટોક્સ, કોસ્મેટીક સર્જરી, ફેસ લિફટીંગ, ફિલર્સ જેવી  અનેક સારવાર દ્વારા પણ ત્વચા યુવાન દેખાતી હોવાનો દાવો તબીબો કરે છે.

    જો કે વધતી વયને કારણે થતી કરચલીઓથી છૂટકારો મેળવવા કોઇ સર્જરી કે સારવારની સરૂર નથી. આજાકાલ બજારમાં ઘણા એન્ટિરીંકલ ક્રીમ  ઉપલબ્ધ છે જે ઉંમર વધવાની પ્રક્રિયા સામે લડવામાં મદદ કરે છે તથા કોષોના કુદરતી પુનર્જીવનની પ્રક્રિયા વધારે છે. આના નિયમીત ઉપયોગથી કરચલીઓ ગાયબ થવાની સાથે ચહેરો ખીલી ઉઠે છે.

    ૨૫ વર્ષથી મોટી ઉંમર થતા બારીક કરચલીઓ પડવા લાગે છે. તેથી ૨૫ વર્ષની વય થયા બાદ એન્ટિરીંકલ ક્રીમનો ઉપયોગ શરૂ કરી દેવાથી  કરચલીઓથી બચી શકાય છે. સવાર-સાંજ બે વખત આ ક્રીમ લગાડવાનું. ક્રીમ લગાડતાં પહેલાં ક્લીનસીંગ મિલ્કથી ચહેરાને સાફ કરી લેવો. એન્ટિરીંકલ  ક્રીમનો ઉપયોગ શરૂ કરી દે તો કરચલીઓથી બચી શકાય છે. સવાર-સાંજ બે વખત આ ક્રીમ લગાડવાનું.  એન્ટિરીંકલ ક્રીમનો મસાજ નીચેથી ઉપરની દિશામાં કરવો જોઇએ.

    હવે તો કોસ્મેટીક માર્કેટ  આંતરરાષ્ટ્રીય સરહદો વટાવી ગયું છે. ફેશન ઉદ્યોગમાં દુનિયામાં   અવ્વલ નંબરે ગણાતા પેરિસના સૌંદર્ય ઉત્પાદનો પણ હવે ભારતના મહાનગરોમાં સહેલાઇથી ઉપલબ્ધ થઇ રહ્યાં છે. એટલું જ નહીં  પેરિસની કંપનીઓ ખાસ એશિયન દેશોની ત્વચાને ધ્યાનમાં  લઇને સૌંદર્ય પ્રસાધનોનું ઉત્પાદન કરવા લાગી છે. આવી જ એક ઉત્પાદક કંપનીની આંતરરાષ્ટ્રીય માર્કેટીંગ અને ટ્રેઇનીંગ મેનેજર કહે છે કે ભારતના મહાનગરોમાં પ્રદૂષણ પુષ્કળ પ્રમાણમાં છે જે ત્વચાને અકાળે વૃધ્ધ બનાવી દે છે. બીજું સૂર્યના તડકામાં રહેલા અલ્ટ્રા વાયોલેટ કિરણો પણ ત્વચાને ભારે નુકસાન પહોંચાડે છે. ત્વચાને સુંવાળી, ડાઘ રહિત રાખવા અને કરચલી પડવાની પ્રક્રિયાને ધીમી  પાડવા  જુદી જુદી જાતના પ્રસાધનો વાપરવાનો સમય ગયો. હવે છેલ્લી ઢબની શોધ પ્રમાણે કુદરતી તત્વોથી બનેલી ક્રીમના ફક્ત ત્રણથી ચાર ટીપાં પણ ત્વચાને દરેક જાતના નુકસાનથી બચાવી શકે છે.

    આ ડે ક્રીમમાં તેલ બિલકુલ નથી, એસ.પી.એફ. ૪૦ છે જે અલ્ટ્રાવાયોલેટ કિરણોથી થતાં નુકસાનથી સંપૂર્ણ રક્ષણ આપે છે. કરચલી પડવાની પ્રક્રિયાને ધીમી પાડે છે. અને તેમાં રહેલું સો ટકા મિનરલ ફિલ્ટર ત્વચાનું પ્રદૂષણથી પણ સૂણ કરે છે. આ ક્રીમ ચહેરા પર એટલું ઓછું લગાવવાનું હોય છે. કે તેને લીધે ચહેરા પર મેક-અપના થપેડા નથી  જામતાં. વળી તે કુદરતી તત્વોથી બનેલું હોવાથી છ મહિનાના બાળકથી લઇને દરેક ઉંમરની વ્યક્તિ તેનો ઉપયોગ કરી શકે છે, પુરુષો પણ, આંખની  આસપાસના હિસ્સામાં પણ તેનો ઉપયોગ કરી શકાય છે. તે અદ્દશ્ય અને પારદર્શક હોવાથી ચહેરા પર  લગાડેલું હોવા છતાં દેખાતું નથી આમ છતાં  તે ચહેરાના સૌંદર્યને જાળવી રાખે છે.

    ત્વચા યુવાન રહે તે માટેની અન્ય ટીપ્સ

    તડકાથી બચવું.  સવારે ૧૦ થી સાંજ ૪ વાગ્યા સુધી તાપ હોય છે. એટલે તે સમયે બહાર નીકળો તો સનસ્ક્રીન લગાડવાનું ન ભૂલવું જોઇએ. 

    ધૂમ્રપાનથી બચવું. વધારે ધૂમ્રપાન કરવાથી ચહેરો અકાળે વૃધ્ધ દેખાવા લાગશે.

    પોષક આહાર લેવો તથા નિયમીત વ્યાયામ કરવો.

    તેલ  આધારિત તથા સૌમ્ય ક્લીન્સરનો ઉપયોગ કરવો.

    તાણ મુક્ત અને ખુશ રહો.

    સુંદરતાની કોઇ વય હોતી નથી. થોડી દેખભાળ કરવાથી તમે સદાય યુવાન રહી શકો છો.

    skin healthy
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    મહિલા વિશેષ

    1 ઓગસ્ટથી 7 ઓગસ્ટ, “’World Breastfeeding Week

    August 1, 2025
    ખેલ જગત

    Wonder Girl Divya: સાત વર્ષની ઉંમરથી જ સફળતાના શિખરો સર કરવા લાગી હતી

    July 29, 2025
    મહિલા વિશેષ

    શરીરને સુંદર,આકર્ષક અને ચુસ્ત બનાવવા માટેનો શ્રેષ્ઠ અને સરળ માર્ગ Aerobics

    July 18, 2025
    મહિલા વિશેષ

    Skin Care Tips: દરેક ઉંમરે સ્કિનની કેર કરવી જરૂરી હોય છે

    May 30, 2025
    રાષ્ટ્રીય

    કોઈપણ સંસ્થા મહિલાને તેના Maternity Leaveના અધિકારથી વંચિત ન કરી શકે: Supreme Court

    May 23, 2025
    લાઈફ સ્ટાઇલ

    સરસવના તેલ ચહેરા પર લગાવવાથી ઘણા ફાયદા થાય છે

    May 23, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    બોધકથા..સંગનો પ્રભાવ

    January 12, 2026

    13 અને 14 જાન્યુઆરી, “લોહડી”

    January 12, 2026

    નક્સલવાદ મુક્ત ભારત @ 2026 પછી, ડ્રગ-મુક્ત ભારત @ 2029

    January 12, 2026

    13 જાન્યુઆરીનું પંચાંગ

    January 12, 2026

    13 જાન્યુઆરીનું રાશિફળ

    January 12, 2026

    ISRO’s PSLV C62 EOS N-1 mission માં ત્રીજા પ્રક્ષેપણના અંતિમ તબક્કામાં ટેકનિકલ ખામી સર્જાઈ

    January 12, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    બોધકથા..સંગનો પ્રભાવ

    January 12, 2026

    13 અને 14 જાન્યુઆરી, “લોહડી”

    January 12, 2026

    નક્સલવાદ મુક્ત ભારત @ 2026 પછી, ડ્રગ-મુક્ત ભારત @ 2029

    January 12, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.