Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Hema Malini એ ધર્મેન્દ્રની ‘ઇક્કીસ’ જોઈ નથી

    January 15, 2026

    વોટીંગ ઈન્કને પેનવાળી શાહીમાં બદલી નંખાઈ છે, ધાંધલી થઈ શકે છે : Thackeray

    January 15, 2026

    BHIM એપથી હવે તુરંત PF પૈસા ઉપાડી શકાશે

    January 15, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Hema Malini એ ધર્મેન્દ્રની ‘ઇક્કીસ’ જોઈ નથી
    • વોટીંગ ઈન્કને પેનવાળી શાહીમાં બદલી નંખાઈ છે, ધાંધલી થઈ શકે છે : Thackeray
    • BHIM એપથી હવે તુરંત PF પૈસા ઉપાડી શકાશે
    • વન-ડે રેન્કીંગમાં કોહલી પાસેથી નંબર-1નો તાજ New Zealand ના મિચેલ છીનવી શકે તેમ છે
    • Ahmedabad: રાજકોટ સહિત રાજયની તમામ DEO કચેરીનો વહીવટ હવે પેપરલેસ થશે
    • Madhya Pradesh માં બે વાહન વચ્ચે ભીષણ ટકકરથી પાંચ લોકોના મોત, 12 ઘાયલ
    • બાંગ્લાદેશી ક્રિકેટરોએ BCB ડિરેક્ટરને અલ્ટીમેટમ આપ્યું
    • વન-ડે રેન્કીંગમાં 53 માસ બાદ ફરી કોહલી નં.1 : રાહુલને પણ ફાયદો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, January 15
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»દક્ષિણ ગુજરાતને ધમરોળતા મેઘરાજા : Suratમાં ફરી 3 ઈંચ વરસાદ ખાબકયો
    ગુજરાત

    દક્ષિણ ગુજરાતને ધમરોળતા મેઘરાજા : Suratમાં ફરી 3 ઈંચ વરસાદ ખાબકયો

    Vikram RavalBy Vikram RavalJune 25, 2025No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Surat,તા.25
    ગુજરાત પર મેઘરાજાનો મુકામ હોય તેમ મજબુત સિસ્ટમના પ્રભાવ હેઠળ રાજયનાં અર્ધોઅર્ધ ભાગોમાં વરસાદ નોંધાયો હતો. ખાસ કરીને દક્ષિણ ગુજરાત ધમરોળાયું રહ્યું હતું. રાજયના 142 તાલુકામાં પાણી વરસ્યુ હતું.

    સ્ટેટ ઈમરજન્સી સેન્ટરના રીપોર્ટ પ્રમાણે આજે સવારે 10 વાગ્યે પુરા થતાં ચોવીસ કલાકમાં રાજયના 142 તાલુકામાં વરસાદ પડયો હતો. અનરાધાર મેઘવર્ષાથી સુરતને કોઈ રાહત ન હોય તેમ શહેરોમાં વધુ ત્રણ ઈંચ વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારોમાં ફરી જળબંબાકાર બન્યા હતા અને લોકોને નવેસરથી મુસીબત સહન કરવાનો વખત આવ્યો હતો. સુરતમાં સીઝનનો 42 ટકા વરસાદ બે દિવસમાં જ વરસી ગયો છે. આ દરમ્યાન 17 ઈંચથી વધુ પાણી વરસી ગયુ છે.

    મેઘરાજા દક્ષિણ ગુજરાતને ધમરોળતા રહ્યાનું ચિત્ર હતું.કારણ કે સૌથી વધુ વરસાદ આ ક્ષેત્રમાં જ વરસ્યો હતો. નર્મદા જીલ્લાના નાંદોડમાં 8.66 ઈંચ વરસ્યો હતો. જળબંબાકારની હાલત સર્જાઈ હતી. દાહોદમાં સાડા સાત ઈંચ તથા નર્મદાનાં તિલકવાડામાં સવા સાત ઈંચ વરસાદ હતો.

    છોટા ઉદેપુરના જેતપુર પાવીમાં સાત ઈંચ, પંચમહાલનાં શેહરામાં 6.91 ઈંચ, વલસાડનાં ધરમપુરમાં પોણા સાત ઈંચ, વરસાદ થયો હતો. વાપીમાં સવા છ ઈંચ, બારડોલી-વિરપુરમાં 6-6 ઈંચ મોડાસા મોરવાહક તથા પારડીમાં સાડા પાંચ ઈંચ વરસાદ હતો.

    દક્ષિણ ગુજરાતનાં સુરત, નર્મદા, વલસાડ, ભરૂચ, તાપી ઉપરાંત ઉતર ગુજરાતનાં પંચમહાલ, દાહોદ, અરવલ્લી, મહીસાગર, છોટા ઉદેપુર સાબરકાંઠા સહીતનાં જીલ્લાઓનાં મોટાભાગનાં તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો.

    અમદાવાદ-આણંદ જેવા મધ્ય ગુજરાતનાં છુટાછવાયા ઝાપટા વરસ્યા હતા. સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, ભાવનગર, જુનાગઢ, બોટાદ પંથકમાં પણ સામાન્ય ઝાપટા હતા હવામાન વાદળીયુ હોવા છતાં કયાંય નોંધપાત્ર વરસાદ ન હતો.

    ભારે વરસાદ વચ્ચે બોડેલી શહેર તેમજ આસપાસના વિસ્તારમાં સતત પડી રહેલા ભારે વરસાદના પગલે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા હતા. બોડેલીનું ગરનાળું પાણીમાં ગરકાવ થતાં વાહન વ્યવહાર ખોરવાયો છે. આ સિવાય નીચાણવાળા વિસ્તારોમાં આવેલી સોસાયટીમાં લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયા હતા જેના પગલે લોકોની ઘરવખરીને વ્યાપક નુકસાન થયું છે.

    નસવાડી તાલુકામાં સતત ભારે વરસાદના કારણે નદી-નાળા ઓવરફ્લો થઈ ગયા છે અને અનેક ગામોમાં પાણી ભરાવાની ગંભીર સ્થિતિ ઊભી થઈ છે. સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારમાં ગામડાઓને જોડતા આંતરિક રસ્તાઓ છે, જ્યાં પાણી ફરી વળતાં વાહન વ્યવહાર સંપૂર્ણ રીતે ઠપ્પ થઈ ગયો છે.

    દરમ્યાન હવામાન વિભાગે રાજ્યના 10 જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની પડવાની આગાહી કરી છે. દાહોદ, મહિસાગર, વડોદરા, નર્મદા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતા છે.

    સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, છોટા ઉદેપુર, ડાંગ, તાપી તેમજ સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગરમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

    આ ઉપરાંત બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અમદાવાદ, સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, બોટા અને દીવમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરાવમાં આવી છે. આ વિસ્તારોમાં 30-40 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ પવન ફૂંકાશે.

    3 inches of rain South-Gujarat surat
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    વોટીંગ ઈન્કને પેનવાળી શાહીમાં બદલી નંખાઈ છે, ધાંધલી થઈ શકે છે : Thackeray

    January 15, 2026
    રાષ્ટ્રીય

    BHIM એપથી હવે તુરંત PF પૈસા ઉપાડી શકાશે

    January 15, 2026
    ગુજરાત

    Ahmedabad: રાજકોટ સહિત રાજયની તમામ DEO કચેરીનો વહીવટ હવે પેપરલેસ થશે

    January 15, 2026
    અન્ય રાજ્યો

    Madhya Pradesh માં બે વાહન વચ્ચે ભીષણ ટકકરથી પાંચ લોકોના મોત, 12 ઘાયલ

    January 15, 2026
    મુખ્ય સમાચાર

    Mumbai માં કોર્પોરેશનની ચૂંટણીને કારણે શેરબજાર બંધ : સોશ્યલ મિડિયામાં ટીકા

    January 15, 2026
    અમદાવાદ

    Ahmedabad કાંકરિયા ફૂટબોલ ગ્રાઉન્ડ નજીક લાકડી-છરાના ઘા ઝીંકી યુવાનની હત્યા

    January 15, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Hema Malini એ ધર્મેન્દ્રની ‘ઇક્કીસ’ જોઈ નથી

    January 15, 2026

    વોટીંગ ઈન્કને પેનવાળી શાહીમાં બદલી નંખાઈ છે, ધાંધલી થઈ શકે છે : Thackeray

    January 15, 2026

    BHIM એપથી હવે તુરંત PF પૈસા ઉપાડી શકાશે

    January 15, 2026

    વન-ડે રેન્કીંગમાં કોહલી પાસેથી નંબર-1નો તાજ New Zealand ના મિચેલ છીનવી શકે તેમ છે

    January 15, 2026

    Ahmedabad: રાજકોટ સહિત રાજયની તમામ DEO કચેરીનો વહીવટ હવે પેપરલેસ થશે

    January 15, 2026

    Madhya Pradesh માં બે વાહન વચ્ચે ભીષણ ટકકરથી પાંચ લોકોના મોત, 12 ઘાયલ

    January 15, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Hema Malini એ ધર્મેન્દ્રની ‘ઇક્કીસ’ જોઈ નથી

    January 15, 2026

    વોટીંગ ઈન્કને પેનવાળી શાહીમાં બદલી નંખાઈ છે, ધાંધલી થઈ શકે છે : Thackeray

    January 15, 2026

    BHIM એપથી હવે તુરંત PF પૈસા ઉપાડી શકાશે

    January 15, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.