રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૨.૧૨.૨૦૨૫ ના રોજ…
બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૫૬૪૧ સામે ૮૫૩૨૫ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૮૫૦૫૩ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ ૫૦૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૫૦૩ પોઈન્ટના ઘટાડા સાથે ૮૫૧૩૮ પોઈન્ટ બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૬૩૩૪ સામે ૨૬૨૭૮ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૬૧૮૧ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૧૩૪ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૦૫ પોઈન્ટના ઘટાડા સાથે ૨૬૨૨૮ પોઈન્ટ બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો ફરી પતનના માર્ગે પટકાઈને ઐતિહાસિક નવી નીચી સપાટીએ ખાબકતાં અને ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો માટે હવે એનએસડીએલ પર ઓડીઆઈ રજીસ્ટ્રેશન ફરજિયાત કરવાના અહેવાલે ફોરેન ફંડોનું ઉછાળે હેમરિંગ થતા આજે સપ્તાહના બીજા કારોબારી દિવસે ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ રહ્યું હતું.
ભારતનો આર્થિક-જીડીપી વૃદ્ધિનો ત્રિમાસિક આંક ૮.૨% પ્રોત્સાહક જાહેર થતાં અને ફુગાવા અંકુશમાં રહેતાં આરબીઆઈની મોનીટરી પોલિસી કમિટી (એમપીસી)ની મળનારી મીટિંગમાં આ વખતે વ્યાજ દરમાં ૦.૨૫% ઘટાડો અપેક્ષિત હોવા છતાં અમુક વર્ગ જીડીપીના મજબૂત આંકડાએ આરબીઆઈ વ્યાજ દર ઘટાડવાનું આ વખતે ટાળશે એવો અંદાજ મૂકવા લાગતાં અને અમેરિકી ડોલર સામે રૂપિયો તૂટીને નવી રેકોર્ડ નીચી સપાટીએ આવી જતાં ફંડો, મહારથીઓએ આજે પ્રોફિટ બુકિંગ કર્યું હતું.
કરન્સી માર્કેટની વાત કરીએ તો, ભારતીય રૂપિયો યુએસ ડોલર સામે અત્યાર સુધીના સૌથી નીચા સ્તરે પહોંચી ગયો હતો, કારણ કે તેના મુખ્ય વિદેશી ચલણ સામે અમેરિકન ચલણ મજબૂત હતું, જ્યારે આયાતકારો તરફથી ડોલરની મજબૂત માંગને કારણે તેમજ સતત વિદેશી ભંડોળના પ્રવાહ અને ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો થવાને કારણે પણ રૂપિયા પર દબાણ જોવા મળ્યો હતો.
સેક્ટર મુવમેન્ટ… બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૧૪% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૪૯% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર ટેલિકોમ્યુનિકેશન, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, ટેક અને ઓટો સેક્ટરમાં ઉછાળો જોવા મળ્યો હતો, જયારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૩૨૭ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૫૬૩ અને વધનારની સંખ્યા ૧૫૮૬ રહી હતી, ૧૭૮ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૭ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૯ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
સેન્સેક્સ સમાવિષ્ટ શેરોમાં મુખ્યત્વે એશિયન પેઈન્ટ્સ ૩.૧૧%, મારુતિ સુઝુકી ૦.૮૩%, ભારતી એરટેલ ૦.૫૯%, હિન્દુસ્તાન યુનીલીવર ૦.૫૫%, બજાજ ફાઈનાન્સ ૦.૫૪%, એનટીપીસી લિ. ૦.૩૪%, ટેક મહિન્દ્રા ૦.૨૯% અને ટ્રેન્ટ લિ. ૦.૨૦% વધ્યા હતા, જ્યારે એક્સીસ બેન્ક ૧.૨૯%, એચડીએફસી બેન્ક ૧.૨૫%, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ૧.૨૫%, આઈસીઆઈસીઆઈ બેન્ક ૧.૨૪%, ભારત ઈલેક્ટ્રોનિકસ ૧.૦૧%, લાર્સન ટુબ્રો ૦.૯૯%, અદાણી પોર્ટસ ૦.૯૫% અને બજાજ ફિનસર્વ ૦.૯૧% ઘટ્યા હતા.
બજારની ભાવિ દિશા…. મિત્રો, ચાલુ નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરના મજબૂત જીડીપી આંકડાઓને જોતાં ભારતીય રિઝર્વ બેન્ક ૩-૫ ડિસેમ્બરના રોજ તેની બેઠકમાં દરને યથાવત રાખી શકે છે. રિઝર્વ બેંક દ્વારા રેપો રેટમાં કોઈ ફેરફાર ન કરવાની અપેક્ષાએ બજારમાં સ્થિરતા તો જળવાઈ રહેશે, પરંતુ સ્પષ્ટ દિશા હજુ મોનેટરી પોલિસીના સંકેતો પર નિર્ભર રહેશે. બીજી તરફ મજબૂત જીડીપી વૃદ્ધિ દર અને રિઝર્વ બેન્કનું તટસ્થ વલણ બજારમાં લાંબા ગાળાના રોકાણકારો માટે વિશ્વાસજનક પરિસ્થિતિ સર્જી શકે છે.
બીજી બાજુ, ફુગાવાનો અંદાજ ઘટાડીને ૨% સુધી લાવવાથી અને જીડીપી વૃદ્ધિનો અંદાજ ૭%થી વધુ વધારવાથી ભારતીય અર્થતંત્રની મજબૂતાઈનો સંદેશ મળે છે, જે રોકાણકારોના મનોબળને ટેકો આપે છે. મજબૂત મેક્રો ડેટા, સ્થિર નીતિગત વલણ અને પ્રવાહિતા સપોર્ટ જેવી પરિસ્થિતિઓ વિદેશી મૂડી પ્રવાહમાં ફરી સુધારો લાવી શકે છે. લાંબા ગાળે ભારતીય બજાર વિકાસકાળીન ચક્ર તરફ આગળ વધી રહ્યું છે, જ્યાં બેંકિંગ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, મેન્યુફેક્ચરિંગ અને કન્ઝ્યુમર સેક્ટર્સ મુખ્ય ડ્રાઇવર્સ બની શકે છે. ટૂંકા ગાળે બજારમાં વૈશ્વિક જોખમો અસ્થિરતા લાવી શકે છે તેથી દરેક ઉછાળે સાવચેતી જરૂરી બની રહેશે.
તા.૦૩.૧૨.૨૦૨૫ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે…
- તા.૦૨.૧૨.૨૦૨૫ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૨૬૨૨૮ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૨૬૩૭૩ પોઈન્ટના પ્રથમ અને ૨૬૪૦૪ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સપોર્ટથી ટ્રેડીંગ સંદર્ભે ૨૬૧૮૮ પોઈન્ટ થી ૨૬૧૩૦ પોઈન્ટ આસપાસ અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચર ૨૬૩૭૩ પોઈન્ટ નજીક સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી જોઇએ….!!!
હવે જોઈએ સ્ટોક સ્પેસિફિક રેન્જ મૂવમેન્ટ
- હેવેલ્સ ઇન્ડિયા ( ૧૪૩૩ ) :- કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિકસ સેક્ટરની આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૪૦૪ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૩૯૭ ના સ્ટ્રોંગ સપોર્ટથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૪૪૭ થી રૂ.૧૪૫૪ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૪૬૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!
- વોલ્ટાસ લિ. ( ૧૩૫૩ ) :- A /T+1 ગ્રુપનો આ સ્ટોક રૂ.૧૩૪૦ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૩૩૩ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૩૬૩ થી રૂ.૧૩૭૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે…!!
- એક્સીસ બેન્ક ( ૧૨૬૯ ) :- રૂ.૧૨૪૪ નો પ્રથમ તેમજ રૂ.૧૨૩૦ બીજા સપોર્ટથી પ્રાઇવેટ બેન્ક સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૨૭૮ થી રૂ.૧૨૯૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!!
- જેએસડબલ્યુ સ્ટીલ ( ૧૧૬૮ ) :- આયર્ન એન્ડ સ્ટીલ સેક્ટરનો આ સ્ટોક ટ્રેડીંગલક્ષી રૂ.૧૧૭૭ થી રૂ.૧૧૮૫ ના ભાવ સપાટીની રેન્જ મુવમેન્ટ ધરાવે છે…!! અંદાજીત રૂ.૧૧૩૦ નો સ્ટ્રોંગ સપોર્ટ ધ્યાને લેવો…!!!
- અદાણી ગ્રીન ( ૧૦૩૦ ) :- રૂ.૧૦ ની ફેસવેલ્યુ ધરાવતા પાવર જનરેશન સેક્ટરનો ફન્ડામેન્ટલ આ સ્ટોક રૂ.૧૦૦૩ નાં સ્ટ્રોંગ સપોર્ટને ધ્યાને લઈ તેજી તરફી રૂ.૧૦૪૪ થી રૂ.૧૦૫૦ આસપાસ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
- સિપ્લા લિ. ( ૧૫૨૯ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ફાર્મા સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૫૫૩ આસપાસ સપોર્ટથી રૂ.૧૫૧૭ થી રૂ.૧૫૦૮ ના નીચા મથાળે ભાવ સપાટીની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૫૬૦ નો સપોર્ટ ખાસ ધ્યાને લેવો..!!
- ઓરબિંદો ફાર્મા ( ૧૨૨૧ ) :- રૂ.૧૨૩૭ આસપાસ ઓવરબોટ પોઝિશનની શક્યતાએ આ સ્ટોક રૂ.૧૨૪૪ ના સપોર્ટ તબક્કાવાર રૂ.૧૨૦૮ થી રૂ.૧૧૯૭ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૨૫૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
- જીન્દાલ સ્ટીલ ( ૧૦૩૬ ) :- આયર્ન એન્ડ સ્ટીલ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૦૮૪ આસપાસનાં સપોર્ટથી પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૦૧૭ થી રૂ.૧૦૦૮ ભાવની આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
- એચડીએફસી બેન્ક ( ૯૯૭ ) :- પ્રાઇવેટ બેન્ક સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૦૧૪ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૯૮૩ થી રૂ.૯૭૦ ના ભાવ સપાટી આસપાસ ટ્રેડીંગ રેન્જ ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૦૨૦ નો સપોર્ટ ધ્યાને લેવો…!!!
- એસબીઆઈ કાર્ડ્સ ( ૮૮૮ ) :- રૂ.૯૦૯ આસપાસ ઓવરબોટ પોઝીશન સ્થિતિ નોંધાવતા આ સ્ટોક રૂ.૯૧૩ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૮૭૬ થી રૂ.૮૭૦ નો ભાવ આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૯૨૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
By Ravi Bhatt – SEBI Registered Research Analyst – INH000012591 | Disclaimer – https://www.capsavaj.com/policies
The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing, mentioned on www.nikhilbhatt.in

