Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ઈરાને અમેરિકાને લાઈન પર લાવવામાં ભારત, ચીન અને રશિયાની માંગી મદદ

    April 13, 2026

    Hormuzની ખાડી બની ડેન્જર ઝોન! ટ્રમ્પની નાકાબંધીની ધમકી પર આકરા પાણીએ ઈરાન

    April 13, 2026

    તાનાશાહી છોડો તો જ ડીલ થશે: શાંતિ મંત્રણા નિષ્ફળ રહ્યા બાદ Iranએ અમેરિકાને જણાવ્યું

    April 13, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ઈરાને અમેરિકાને લાઈન પર લાવવામાં ભારત, ચીન અને રશિયાની માંગી મદદ
    • Hormuzની ખાડી બની ડેન્જર ઝોન! ટ્રમ્પની નાકાબંધીની ધમકી પર આકરા પાણીએ ઈરાન
    • તાનાશાહી છોડો તો જ ડીલ થશે: શાંતિ મંત્રણા નિષ્ફળ રહ્યા બાદ Iranએ અમેરિકાને જણાવ્યું
    • તમે ધર્મગુરુ બનો, રાજકારણી નહીં: Iran મુદ્દે પોપ પર ભડક્યા ડોનાલ્ડ ટ્રમ્પ
    • ડીલ ન થતાં ટ્રમ્પ ફરી યુદ્ધના મૂડમાં: ઈરાન સામે સૈન્ય કાર્યવાહી કરવાની Americaની તૈયારી
    • Chinaનું અનોખુ ATM: સોનું જમા કરાવો, 30 મિનિટમાં રૂપિયા મેળવો
    • એક અબજ ડોલર અને પત્ની તરીકે સૌથી સુંદર મહિલા આપો: Ugandan Army Chiefની Demand
    • China જો Iranને શસ્ત્રો આપશે તો તે પોતાને માટે જ મુશ્કેલી ઊભી કરશે: Donald Trump
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, April 13
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»મોરબી»Morbi: સાતમ-આઠમ માટે વતન જઈ રહેલા વિદ્યાર્થીઓ કારમાં જ ભડથુ થઈ ગયા
    મોરબી

    Morbi: સાતમ-આઠમ માટે વતન જઈ રહેલા વિદ્યાર્થીઓ કારમાં જ ભડથુ થઈ ગયા

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraAugust 8, 2025No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Morbi,તા.૮

    મોરબીમાં સુરજબારી પુલ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. કાર અને ટ્રક વચ્ચે અકસ્માત થતાં ૪ના કરૂણ મોત નિપજ્યા છે. કારમાં સવાર બે વિદ્યાર્થીઓ અને બે ટ્રક ડ્રાઈવરના મૃત્યુ થયા છે. કારમાં સવાર ૫ વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત થતાં હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે. ૭ વિદ્યાર્થીઓ જૂનાગઢમાં આહિર બોર્ડિંગમાં અભ્યાસ કરતાં હતાં, જેઓ સાતમ-આઠમના તહેવાર નિમિતે પોતાના વતન ગાંધીધામ જઈ રહ્યા હતા.

    પ્રાપ્ત માહિતી અનુસાર, મોરબીમાં સુરજબારી પુલ પર એક ટેન્કર પલટી જતાં પાછળ આવતું ટેન્કર લેન બદલવા જતું હતું, તે દરમિયાન પાછળ આવતી અર્ટીગા કાર ધડાકાભેર અથડાતાં ગંભીર અકસ્માત થયો. હાલ ટ્રક ડ્રાઈવર અને ક્લીનરની ઓળખ કરવા માટેની તપાસ ચાલુ છે. મૃતકોના મૃતદેહને પંચનામું કર્યા બાદ પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવશે.

    માળીયા મીયાણા તાલુકાના હરીપર ગામથી આગળના ભાગમાં સૂરજબારી પુલ પહેલા કન્ટેનર પલ્ટી મારી ગયું હતું, જેમા ટ્રેલર અથડાયું હતું અને તેની સાઈડમાં અર્ટિકા ગાડી અથડાઇ હતી આ ત્રિપલ અકસ્માતના બનાવની અંદર વાહનોમાં આગ લાગતા અર્ટિકા ગાડીમાં બેઠેલા બે વિદ્યાર્થીઓ તેમજ ટ્રેલરના ડ્રાઇવર સહિત કુલ ચાર વ્યક્તિઓ ભડથું થઈ ગયા હતા અને સાત વ્યક્તિઓને નાના મોટી ઈજા થઈ છે. આ બનાવની માળિયા તાલુકા પોલીસને જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને અકસ્માત થયેલ વાહનોને રોડ સાઇડમાં ખસેડીને ટ્રાફીક ક્લિયર કરાવ્યો હતો.

    મોરબી કચ્છ હાઇવે રોડ ઉપર રાત્રિના ૧૧ વાગ્યાના અરસામાં માળિયાના હરીપર ગામની ગોળાઈથી આગળના ભાગમાં સૂરજબારી પુલ પહેલા અકસ્માતનો બનાવ બન્યો હતો અને આ બનાવમાં ટ્રેલર અને અર્ટિકા કારમાં આગ લાગી જવાના કારણે કારમાં બેઠેલા લોકો પૈકી બે બાળક તેમજ ટ્રેલરના ડ્રાઇવર અને ક્લિનર નું આગમાં ભડથુ થઈ જવાના કારણે મોત નિપજ્યું હતું. ત્યારબાદ મૃતકોના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા. જોકે અર્ટિકા કારમાં બેઠેલા સાત જેટલા વ્યક્તિઓને નાના મોટી ઈજા થયેલ હોવાના કારણે તે ઇજાગ્રસ્તોને  સામખયારી ખાતે આવેલ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.

    સ્થાનિકોએ જણાવ્યું કે, કન્ટેનર રોડમાં પલટી મારી ગયું હતું અને રોડ ઉપર પલટી મારી ગયેલા કન્ટેનરની પાછળના ભાગમાં ટ્રેલર અથડાતા અકસ્માત થયો હતો અને ત્યારબાદ તેની પાછળના ભાગમાં રહેલ અર્ટિકા ગાડી ટેન્કર સાથે અથડાતા ત્રિપલ અકસ્માતનો બનાવ બન્યો હતો. જે બનાવમાં કારમાં જુનાગઢથી કચ્છના ગાંધીધામ બાજુ જઈ રહેલા વિદ્યાર્થી સહિત કુલ નવ લોકો બેઠેલા હતા. આ બનાવમા આગ લાગવાની ઘટનાના કારણે કારમાં બેઠેલા વિદ્યાર્થી પૈકી બે વિદ્યાર્થી તેમજ ટ્રેલરના ડ્રાઇવર અને ક્લીનરનું મોત નીપજ્યું છે.

    મૃતકોના નામ

    રુદ્ર ગોપાલભાઈ ગુજરીયા (ઉંમર ૧૫ વર્ષ) મીઠી રોહર ગાંધીધામ

    જૈમીન જગદીશભાઈ બાબરીયા (ઉંમર ૧૭ વર્ષ) રહે મીઠી રોહર ગાંધીધામ

    શિવરામ મંગલરામ નાઈ, રહે બિકાને રાજસ્થાન વાળો

    એક વ્યક્તિની ઓળખ કરવાની બાકી છે

    આવતીકાલે રક્ષાબંધન છે અનો આગામી દિવસોમાં સાતમ આઠમના તહેવારનું વેકેશન પડ્યું હોવાથી જુનાગઢ ખાતે આહીર બોર્ડિંગ ખાતે રહીને અભ્યાસ કરતા કચ્છ બાજુના આહીર સમાજના આઠ વિદ્યાર્થીઓ અને એક ડ્રાઇવર આમ કુલ નવ વ્યક્તિઓ કારમાં ગાંધીધામ તરફ જઈ રહ્યા હતા. ત્યારે અકસ્માતનો આ બનાવ બન્યો છે. જેમાં બે વિદ્યાર્થી સહિત કુલ ચાર વ્યક્તિઓના મોત નિપજ્યા છે. અકસ્માતના આ બનાવના કારણે રોડની બંને બાજુએ ટ્રાફિકજામ થઈ ગયો હતો અને ટ્રાફિકને ક્લિયર કરાવવા માટે તેને જિલ્લા ટ્રાફિક પોલીસની ટીમ તથા નેશનલ હાઇવે ઓથોરિટીની ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી અને જે અકસ્માત થયેલા વાહનો હતા તેને રોડ સાઈડમાં કરીને લગભગ ૧૧ વાગ્યાની આસપાસ મોરબી કચ્છ હાઇવે ને ટ્રાફિક માટે ક્લિયર કર્યો હતો.ઉલ્લેખનીય છે કે જે ટ્રેલર માં આગ લાગવાના કારણે ડ્રાઇવર અને ક્લીનરનું મોત નીપજ્યું છે તે ટ્રેલર મોરબીના સિરામીક કારખાનામાંથી ટાઇલ્સ ભરીને દહેરાદુન તરફ જઈ રહ્યું હતું.

    morbi morbi news
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    મોરબી

    Morbi નજીક રામકો વિલેજ સોસાયટી સામે બે બાઈક અથડાતાં વૃદ્ધનું મોત

    April 13, 2026
    મોરબી

    Morbi: ચેક રીર્ટન કેસમાં આરોપીને એક વર્ષની સજા, ડબલ રકમ ચૂકવવા આદેશ

    April 13, 2026
    મોરબી

    Morbi: ગાંજાના ગુનામાં પકડાયેલ આરોપી જામીન મુક્ત

    April 13, 2026
    મોરબી

    Morbi: ઝીકિયારી ગામ નજીક ટ્રક ચાલકે ડબલ સવારી બાઈકને હડફેટે લેતા બે યુવાન ઘાયલ

    April 13, 2026
    મોરબી

    Morbi: મોટાભેલા ગામે પિતાની હત્યા કરનારા નરાધમ દિકરાની ધરપકડ

    April 10, 2026
    મોરબી

    Morbi: અલગ – અલગ સ્થળે પોલીસની રેડમાં વિદેશી દારૂ જપ્ત

    April 10, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    ઈરાને અમેરિકાને લાઈન પર લાવવામાં ભારત, ચીન અને રશિયાની માંગી મદદ

    April 13, 2026

    Hormuzની ખાડી બની ડેન્જર ઝોન! ટ્રમ્પની નાકાબંધીની ધમકી પર આકરા પાણીએ ઈરાન

    April 13, 2026

    તાનાશાહી છોડો તો જ ડીલ થશે: શાંતિ મંત્રણા નિષ્ફળ રહ્યા બાદ Iranએ અમેરિકાને જણાવ્યું

    April 13, 2026

    તમે ધર્મગુરુ બનો, રાજકારણી નહીં: Iran મુદ્દે પોપ પર ભડક્યા ડોનાલ્ડ ટ્રમ્પ

    April 13, 2026

    ડીલ ન થતાં ટ્રમ્પ ફરી યુદ્ધના મૂડમાં: ઈરાન સામે સૈન્ય કાર્યવાહી કરવાની Americaની તૈયારી

    April 13, 2026

    Chinaનું અનોખુ ATM: સોનું જમા કરાવો, 30 મિનિટમાં રૂપિયા મેળવો

    April 13, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ઈરાને અમેરિકાને લાઈન પર લાવવામાં ભારત, ચીન અને રશિયાની માંગી મદદ

    April 13, 2026

    Hormuzની ખાડી બની ડેન્જર ઝોન! ટ્રમ્પની નાકાબંધીની ધમકી પર આકરા પાણીએ ઈરાન

    April 13, 2026

    તાનાશાહી છોડો તો જ ડીલ થશે: શાંતિ મંત્રણા નિષ્ફળ રહ્યા બાદ Iranએ અમેરિકાને જણાવ્યું

    April 13, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.