New Delhi, તા.12
દિલ્હીમાં થયેલા કાર બોમ્બ બ્લાસ્ટને લઇને નવો ચોંકાવનારો ખુલાસો થયો છે. આતંકીઓ એક કારમાં નહીં પણ બે કારમાં આવ્યા હતા એક કારના તો બ્લાસ્ટમાં કુરચા ઉડી ગયા હતા. પરંતુ રાજધાનીમાં હજુ પણ એક જોખમી ફરી રહી હોવાનો ખુલાસો થયો છે.
આ અંગે વધુમાં જાણવા મળતી વિગત મુજબ ફરીદાબાદ જૈશ આતંકી મોડયુલના શંકાસ્પદ આતંકી દિલ્હીમાં હજુ પણ ફરી રહ્યા છે. શંકાસ્પદો બે કારોથી દિલ્હી પહોંચ્યા હતા. ચાંદની ચોક પાર્કિંગમાં પણ એક સાથે હતી. આતંકીઓની બીજી ઇકો સ્પોર્ટસ કાર હજુ પણ દિલ્હીમાં ફરી રહી છે.
રાષ્ટ્રીય રાજધાનીમાં આતંકી હુમલાનો ખતરો હજુ ટળ્યો નથી હજુ પણ એક શંકાસ્પદ આતંકી દિલ્હીમાં બેલગામ ઘુમી રહ્યા છે. શંકાસ્પદો બે કારોથી દિલ્હી પહોંચ્યા હતા. આ ખુલાસો ઘટના સ્થળ પાસે પાર્કિંગ અને ઘટના સ્થળ પાસે લાગેલ સીસીટીવી કેમેરાથી થયો છે. એક આતંકી લાલ રંગની ઇકો સ્પોર્ટસ કારમાં ઘુમી રહ્યો છે.
આ બીજી કારનો રજીસ્ટ્રેશન નંબર દિલ્હીનો છે. આથી દિલ્હી પોલીસ સહિત સુરક્ષા એજન્સીઓમાં હડકંપ મચ્યો છે. તપાસમાં આવેલા આ વાત બાદ પુરા દિલ્હીમાં હાઇ એલર્ટ કરી દેવામાં આવ્યું છે. દિલ્હીમાં બધા વીવીઆઇપી, ઐતિહાસિક સ્થળો અને બજારો અને ખાસ કરીને ભીડવાળી જગ્યાઓમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે.

