છેલ્લાં કેટલાંક મહિનાઓમાં એવા અહેવાલો આવતા રહ્યા છે કે રિતિક આ ફિલ્મથી ડિરેક્ટર તરીકે ડેબ્યુ કરશે
મુંબઈ, તા.૯
જ્યારથી ક્રિશ ૪ મુદ્ગે Hrithik Roshan અને યશરાજ ફિલ્મ્સ ઘર્ષણના અહેવાલો આવ્યા છે, ત્યારથી આ ફિલ્મ અંગે કોઈ પણ અહેવાલ કે માહિતી બહાર ન જાય તે અંગે ઘણું ધ્યાન રાખવામાં આવે છે. એવા અહેવાલો હતા કે ક્રિશ ૪ના વધતા બજેટ મુદ્દે ફિલ્મના ડિરેક્ટર Hrithik Roshan અને યશરાજ ફિલ્મ્સ વચ્ચે કોઈ તકલીફ થઈ છે.
ત્યારે હવે રાકેશ રોશને આ અફવાઓ અને અટકળો અંગે મૌન તોડ્યું છે. તેમણે આ અહેવાલોને પાયાવિહોણા ગણાવ્યા છે અને કહ્યું છે કે આ સુપરહિરો ફિલ્મ તેની ગતિએ જ આગળ વધી રહી છે. છેલ્લાં કેટલાંક મહિનાઓમાં એવા અહેવાલો આવતા રહ્યા છે કે Hrithik Roshan આ ફિલ્મથી ડિરેક્ટર તરીકે ડેબ્યુ કરશે. તે ઇચ્છતો હતો કે આ ફિલ્મ મોટા સ્કેલ પર બને અને તેમાં વર્લ્ડ ક્લાસ વિઝ્યુઅલ ઇફેક્ટ્સ અને એક્શન સિક્વન્સ હોય. એવા અહેવાલ હતા કે રિતિક ઇચ્તો હતો કે આ ફિલ્મનું બજેટ ૫૦૦ કરોડ આસપાસ હોય.
જ્યારે યશરાજ ફિલ્મ્સની ઇચ્છા એવી હતી કે ફિલ્મનો ખર્ચ ૩૫૦ કરોડથી નજીક જ રહે, જેથી તે આર્થિક રીતે વ્યાજબી રહે. આ ચર્ચાઓ અને અફવાઓ વિશે વાત કરતા રાકેશ રોશને એક ઇન્ટરવ્યુમાં હવે મૌન તોડ્યું છે. તેમણે જણાવ્યું, “રિતિકે ટોચના વીએફએક્સ ગ્રાફિક્સ અને વર્લ્ડ ક્લાસ એક્સન માટે ૫૦૦ કરોડની માગણી કરી છે અને યશરાજ ફિલ્મ્સ ૩૫૦ કરોડના બજેટમાં જ રહેવા માગતા હતા, તે બધી વાતો બકવાસ છે. વિશાળ ઓડિયન્સ માટેની એક સારી ફિલ્મ બનાવવા માટે સમય લાગે છે. મેં પણ મારી દરેક ક્રિશ સિરીઝની ફિલ્મ માટે સમય લીધો જ છે.”
આ ફિલ્મ જાહેર થઈ તેને લાંબો સમય વિતી ચુક્યો છતાં હજુ સુધી આ ફિલ્મનું શૂટ કેમ શરૂ થઈ શક્યું નથી, તે અંગે વાત કરતા રાકેશ રોશને જણાવ્યું કે શીડ્યુલિંગના કારણે વધુ સમય લાગી રહ્યો છે, તેની પાછળ કોઈ ક્રિએટિવ કે આર્થિક કારણો નથી. રિતિકના વ્યસ્ક શીડ્યુલ વિશે વાત કરતા તેમણે કહ્યું,“ક્રિશ એક અલગ ગ્રહ પર છે અને અમે બધાં જ એની તારીખો માટે રાહ જોઈએ છીએ.”તેમણે આગળ એમ પણ જણાવ્યું કે તેમાં પ્રોડ્યુસર્સ કે અમારી વચ્ચે કોઈ જ તકલીફ નથી. તેમણે કહ્યું, “કોઈ જ તકલીફ નથી, બધું જ યોગ્ય કીતે ચાલી રહ્યું છે. આદિ, રિતિક અને હું બધાં જ એક ટીમમાં કામ કરીએ છીએ.”
આ વર્ષોમાં ક્રીશ ૪માં કેટલાક મહત્વના ફેરફાર થયા છે. આ પહેલાં ડિરેક્ટર કરણ મલ્હોત્રા અને ફિલ્મ મેકર-પ્રોડ્યુસર સિદ્ધાર્થ આનંદ આ ફિલ્મ સાથે જોડાયેલા હતા. જોકે, ફિલ્મે સમયાંતરે એક નવી દિશા લીધી, હવે આ ફિલ્મ સાથે રિતિક રોશન ડિરેક્ટરની ખુરશી પર બેસી રહ્યો છે. આ ળેન્ચાઇઝીની આવનારી ફિલ્મ રાકેશ રોશનના ફિલ્મક્રાફ્ટ અને આદિત્ય ચોપરાની યશરાજ ફિલ્મ્સ સાથે મળીને બનાવી રહ્યા છે. જોકે, આ ચર્ચા દરમિયાન રાકેશ રોશને આ ફિલ્મને કેટલો સમય લાગશે, તે અંગે હજુ કોઈ સ્પષ્ટતા કરી નથી, તેમણે એટલું કહ્યું કે ફિલ્મની સ્ક્રિપ્ટ પુરી થવાની તૈયારી છે અને ટીમ આ વર્ષના અંત સુધીમાં શૂટિંગ શરૂ કરવાની આશા રાખે છે. તેમણે અંતે કહ્યું, “જ્યારે બધું જ તૈયાર થઈ જાય ત્યારે હું તમને આગળની અપડેટ જણાવીશ.”

