(રવિ નિમાવત દ્વારા)
Morbi તા.૯ઃ
Morbiના વાવડી રોડ પર જાહેર રસ્તા પર મોબાઈલમાં લુડો ગેમ પર પૈસાની હારજીતનો જુગાર રમતા ત્રણ શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા છે. સીટી એ ડિવિઝન પોલીસની ટીમે ત્રણેય આરોપીઓની અટકાયત કરી છે અને તેમની પાસેથી રોકડ રકમ તેમજ મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે.
પ્રાપ્ત માહિતી મુજબ, વાવડી રોડ પર આવેલા ઠાકર ધણી ટી સ્ટોલ સામે જાહેર રોડ પર કેટલાક શખ્સો એકઠા થઈને મોબાઈલમાં નસીબ આધારિત લુડો ગેમ રમી રહ્યા હતા. પેટ્રોલિંગ દરમિયાન એ ડિવિઝન પોલીસ સ્ટેશનનાની ટીમે રેડ કરી ત્યાંથી નંદલાલ લખમણ રૈયાણી (રહે. શનાળા રોડ, માર્કેટિંગ યાર્ડ કેન્ટીન રૂમ), બિલાલ આદમભાઇ લંઘા ( રહે. રણછોડનગર, નિધિ પાર્ક સોસાયટી) અને નઈમ નુરમામદભાઇ ચાનિયા (રહે. વીસીપરા, રેલ્વે સ્ટેશન પાછળ) ને ઝડપી લીધા હતા. પોલીસે ત્રણેય શખ્સો પાસેથી જુગારના સાહિત્ય તરીકે એક એન્ડ્રોઇડ મોબાઈલ ફોન (કિંમત રૂ. ૫૦૦૦) અને રોકડા રૂ. ૧૫૦૦ મળીને કુલ રૂ. ૬૫૦૦નો મુદ્દામાલ જપ્ત કરી જુગાર ધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

