Las Vegas,તા.08
અમેરિકામાં નવા વર્ષની ઉજવણી સમયે જ થયેલા બે ત્રાસવાદી હુમલામાં જે રીતે લાસ વેગાસમાં ટ્રમ્પ હોટેલ બહાર સાયબર ટ્રકમાં જે વિસ્ફોટ થયો તેમાં ચેટ જીપીટી મારફત આર્ટીફીશ્યલ ઈન્ટેલીજન્સનો ઉપયોગ કરાયો તે માહિતી બહાર આવતા જ નિષ્ણાંતો ચોકી ઉઠયા છે.
હાલ વ્યાપક બનેલા ઓપન એઆઈનું ચેટ જીપીટી એક ‘હથિયાર’ તરીકે પણ ઉપયોગમાં લઈ શકાય છે તે ચિંતાનો વિષય બની ગયો છે. આ વિસ્ફોટ અમેરિકી સેનાના જવાને ચેટ જીપીટી અને જનરેટીવ એઆઈનો ઉપયોગ કરીને કર્યો હતો જેમાં 37 વર્ષના એક વ્યક્તિ મેથ્યુનું મોત થયુ અને અન્ય સાત ઘાયલ થયા હતા.
પણ આ રીતે ચેટ જીપીટીનો ઉપયોગ ગેમ ચેન્જર બની શકે છે. ચેટ જીપીટી મારફત આ પ્રકારે હુમલાની પ્રથમ ઘટના છે. ચેટ જીપીટીનો ઉપયોગ કરી વિસ્ફોટ સર્જી શકાય તેવા ઉપકરણો તૈયાર કરાવી એ પણ પ્રથમ વખત બન્યુ છે. હવે ઓપન આઈએ તથા માઈક્રોસોફા જે આ ચેટ જીપીટી ટેકનોલોજી માટે સંયુક્ત રીતે જવાબદાર છે તેઓ માટે પણ નવા પ્રશ્નો ઉભા થયા છે .
ખુદ ઓપન એઆઈએ પણ તે સ્વીકારી ભવિષ્યમાં આ પ્રકારે ચેટ જીપીટીનો ઉપયોગ થઈ શકે નહી તે નિશ્ચિત કરવા ખાતરી આપી છે. આ સાયબર ટ્રકમાં રેસીંગ કારમાં જે ઈંધણ ભરાય છે તે ભરાયુ હતું.
સાયબર ટ્રકમાં પહેલાથી જ 27 કિલો પાવરોટેનિક અને 32 કિલો બડેશોટ ભર્યુ હતું અને તે ચલાવનાર મેથ્યુએ ખુદને ગોળી મારી તેની કારમાં આગ લાગી તે પણ નિશ્ચિત કર્યુ તેણે આ પ્રક્રિયાની જાણકારી ચેટ જીપીટીથી મેળવી હતી.
તેણે એ નિશ્ચિત કર્યુ કે કારમાં કેટલી ઝડપથી ગોળીબાર કરવો કે તેમાં આગ ફાટી શકે અને તેણે વિસ્ફોટ કરવા માટે પ્રક્રિયા પણ ચેટ જીપીટીથી મેળવી હતી. વાસ્તવમાં મેથ્યુ પેક ડેકોરેટેડ સૈનિક હતા. તેણે બે વખત અફઘાન લડાઈ લડી હતી પણ તે માનતો કે અમરિકા વતન ભણી જઈ રહ્યો છે.
તેથી તે ચેતવવા માંગતો હતો તેના સાથી જે અફઘાન યુદ્ધમાં માર્યો ગયો તેનાથી તે વ્યથિત હતો તે યુક્રેન યુદ્ધમાં અમેરિકી નીતિથી પણ નારાજ હતો. જો કે ટ્રમ્પ હોટલ અને મસ્કની કંપનીની કાર આ બધુ તેણે આ બન્ને સામે કોઈ દુશ્મનાવટ કે વિરોધથી નહી પણ પબ્લીસીટીના હેતુથી પસંદ કર્યા હતા.

